ETV Bharat / bharat

હરિયાણામાં લખીમપુર જેવી ઘટના, ભાજપ સાંસદની ગાડીએ ખેડૂતને મારી ટક્કર - લખીમપુર ખેરી

હરિયાણાના અંબાલા(Ambalaમાં ખેડૂતોએ આજે ગુરૂવારે ​​ભાજપના કાર્યક્રમ (BJP Program)નો વિરોધ કર્યો હતો. આ દરમિયાન એક ખેડૂત પણ ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત ખેડૂત(Lakhimpur kheri)નો આરોપ છે કે, સાંસદ નાયબ સૈની (MP Nayab Saini)ની ગાડીએ તેને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

BJP MP NAIB SAINI CONVOY HIT A FARMER
હરિયાણામાં લખીમપુર જેવી ઘટના
author img

By

Published : Oct 7, 2021, 5:28 PM IST

  • અંબાલામાં ગુરુવારે લખીમપુર ખેરી જેવી જ ઘટના સામે આવી
  • સાંસદ નાયબ સૈનીની ગાડીએ એક ખેડૂતને મારી ટક્કર
  • ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું

અંબાલા, હરિયાણા : અંબાલા(Ambala)માં ગુરુવારે લખીમપુર ખેરી (Lakhimpur kheri) જેવી જ ઘટના સામે આવી છે. નારાયણગઢમાં ભાજપના નેતાઓ (BJP Program) રમત પ્રધાન સન્દીપ સિંહ અને કુરુક્ષેત્રના સાંસદ નાયબ સૈની(MP Nayab Saini) એક સન્માન સમારોહમાં જવા માટે નિકડ્યા હતા. આ અંગે ખેડૂતોને જાણ થતાં જ ખેડૂતો તે કાર્યક્રમનો વિરોધ કરવા ત્યાં પહોંચ્યા હતા. આ સાથે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ખેડૂતોએ રસ્તો પણ બંધ કર્યો હતો. આ વિરોધમાં એક ખેડૂત ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, તેના પર કાર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ખેડૂતોએ વિરોધની જાહેરાત કરી

ગુરુવારે રમત રાજ્ય પ્રધાન સંદીપ સિંહ અને કુરુક્ષેત્રના સાંસદ નાયબ સૈની અંબાલાના નારાયણગઢ ખાતે એક સન્માન સમારોહમાં જવા નીકડ્યા હતા. ખેડૂતોને આ અંગેની જાણ થતાં જ તેઓએ તેમના વિરોધની જાહેરાત કરી હતી. જે બાદ ઘણા ખેડૂતો ત્યાં પહોંચ્યા અને વિરોધ શરૂ કર્યો, જેમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.

નેતાઓ દ્વારા જાતિવાદને પ્રોત્સાહન

ખેડૂતોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ કરવા આવેલા ખેડૂતે જણાવ્યું હતું કે, આ નેતાઓ જાતિવાદને પ્રોત્સાહન આપે છે, તેમને આ કાર્યક્રમ સાથે કોઈ લેવાદેવા નથી. અમે તેમનો સખત વિરોધ કરીશું. આ વિરોધમાં અમારો એક ખેડૂત પણ ઇજાગ્રસ્ત થયો છે. એક ખેડૂતનો આરોપ છે કે તેના પર કાર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ખેડૂતોનું કહેવું છે કે જે ગાડીથી તેમને ટક્કર મારવામાં આવી છે, તેનો વિરોધ પણ કરશે અને તેની સામે FIR પણ નોંધાવશે.

સાંસદની ગાડીએ ટક્કર મારી

ઇજાગ્રસ્ત ખેડૂતનું કહેવું છે કે, તે માત્ર સાંસદ નાયબ સૈનીનો વિરોધ કરવા માટે આવ્યો હતો, આ સમયે સાંસદની ગાડીએ તેને ટક્કર મારી હતી. આ દરમિયાન ખેડૂત ઇજાગ્રસ્ત થયો હતો. જેમને બાદમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ઇજાગ્રસ્ત ખેડૂત વિશે માહિતી મળતાં ખેડૂતોનો ગુસ્સો ભડકી ઉઠ્યો હતો.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.