તિરુવનંતપુરમ: કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને એક નવી પહેલના ભાગરૂપે શિક્ષણ વિભાગને બંધ પડેલી બસો આપવાનો નિર્ણય કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બસોને ક્લાસરૂમમાં ફેરવવામાં (KSRTC buses to become classrooms ) આવશે. પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ (The first pilot project) હેઠળ, બે લો ફ્લોર એસી બસો શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે, જેને તિરુવનંતપુરમના મનક્કડની સરકારી શાળામાં વર્ગખંડો બનાવવામાં આવશે. આ અંગે રાજ્યના વાહનવ્યવહાર પ્રધાન એન્ટની રાજુએ જણાવ્યું હતું કે હાલમાં નિગમના વિવિધ ડેપોમાં 100 કરોડથી વધુની કિંમતની બસો હાજર છે. જો આ પ્રયોગ સફળ થશે તો વધુ બસોને ક્લાસ રુમમાં ફેરવવામાં આવશે.
આ પણ વાંચો: બે બસો એ રીતે અથડાઈ કે, જોતા જ થઈ જશે રૂવાડા ઉભા, Viral Video
આ પહેલા પણ રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા પાયલોટ પ્રોજેક્ટ હેઠળ મુખ્ય પ્રવાસી કેન્દ્રો પર બસોને 'શોર્ટ ટાઈમ સ્ટે હોમ્સ'માં રૂપાંતરિત કરવામાં આવી હતી અને આ પ્રયોગ સફળ પણ રહ્યો હતો. પોશ હોટલોના સસ્તા વિકલ્પ તરીકે સ્લીપર કોચ અને શૌચાલય સાથેની બસોને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં એક બર્થનો ચાર્જ માત્ર 100 રૂપિયા રાખવામાં આવ્યો હતો, જેની સાથે ચાદર, ગાદલા અને ધાબળા માટે અલગથી ચાર્જ લેવામાં આવે છે. આ સાથે પ્રવાસીઓને 1600 રૂપિયામાં સંપૂર્ણ 16 બર્થની બસ બુક કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન હાલમાં નાણાકીય સંકટનો સામનો કરી રહ્યું છે અને તેના નોન-ઓપરેટીંગ વાહનોનો ઉપયોગ કરવા માટે નવા રસ્તાઓ શોધી રહી છે.
આ પણ વાંચો: કોલસાની કટોકટી ઉકેલવા માટે ‘સુપર શેષનાગ’, લંબાઈ જોઈને તમે દંગ રહી જશો