ETV Bharat / bharat

કોવેક્સિન અને વાછરડાનું સીરમ - જાણો શું છે સમગ્ર વિવાદ - COVAXIN અને વાછરડાનું સીરમ

તાજેતરમાં કોંગ્રેસના નેશનલ કોર્ડિનેટર ગૌરવ પાંધીએ એક RTI ના જવાબમાં મળેલા દસ્તાવેજ સાથે COVAXIN બનાવવામાં વાછરડાના સીરમ(Calf Serum)નો ઉપયોગ થતો હોવાનું ટ્વિટ કર્યું હતું. આ મામલાએ સોશિયલ મીડિયામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ભાજપ, સ્વાસ્થ્ય મંત્રાલય તેમજ કોવેક્સિન (COVAXIN) ના ઉત્પાદક ભારત બાયોટેક દ્વારા ખુલાસા કરવામાં આવ્યા હતા.

COVAXIN and Calf Serum
COVAXIN and Calf Serum
author img

By

Published : Jun 16, 2021, 8:36 PM IST

  • COVAXIN માં વાછરડાના સીરમનો ઉપયોગને લઈને વિવાદ
  • કોંગ્રેસ નેતાએ લગાવેલા આરોપો સામે ભાજપના પ્રત્યારોપો
  • ભારત બાયોટેક અને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કરાયા ખુલાસા

ન્યૂઝ ડેસ્ક : હાલમાં કોરોના પ્રતિરોધક કોવેક્સિન (COVAXIN) ના ઉત્પાદનમાં નવજાત વાછરડામાંથી મળતું સીરમ (Calf Serum) વપરાતું હોવાનો દાવો કોંગ્રેસના નેશનલ કોર્ડિનેટર ગૌરવ પાંધી દ્વારા કરવામાં આવ્યો છે. આ દાવો તેમણે એક RTI ના જવાબમાં મળેલા દસ્તાવેજના આધારે ટ્વિટર પર કર્યો હતો. જોકે, તેમના આ ટ્વિટ બાદ રાષ્ટ્રીય રાજકારણ ગરમાયું છે અને COVAXIN માં વાછરડાના સીરમ (Calf Serum) નો ઉપયોગ ન થતો હોવાનો ખુલાસો સ્વાસ્થ્ય મંત્રાલય, ભાજપ તેમજ COVAXIN ના ઉત્પાદક ભારત બાયોટેક દ્વારા કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના નેશનલ કોર્ડિનેટર ગૌરવ પાંધીએ કરેલુ ટ્વિટ

RTI નો જવાબ
RTI નો જવાબ

કઈ રીતે શરૂ થયો વિવાદ

કોંગ્રેસના નેશનલ કોર્ડિનેટર ગૌરવ પાંધીએ વિકાસ પટની નામક એક વ્યક્તિ દ્વારા કરાયેલી RTIનો જવાબ ટ્વિટર પર શેર કર્યો હતો. જેમાં વાછરડાના સીરમ (Calf Serum) નો ઉપયોગ વીરો સેલ્સના ઉત્પાદનમાં થતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેમણે કરેલા ટ્વિટમાં જણાવ્યું હતું કે, "RTIના જવાબમાં મોદી સરકારે સ્વિકાર્યું છે કે, કોવેક્સિન (COVAXIN) માં નવજાત વાછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. આ માહિતી સરકારે અગાઉથી જાહેર કરવી જોઈતી હતી." ટ્વિટ સાથે તેમણે RTI નો જવાબ પણ રજૂ કર્યો હતો. આ ટ્વિટ બાદ જ વેક્સિનના ઉત્પાદનમાં વાછરડાના સીરમ (Calf Serum) ના ઉપયોગ અંગેનો વિવાદ શરૂ થયો હતો.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા

કોંગ્રેસના આરોપ સામે ભાજપનો પ્રત્યારોપ

કોંગ્રેસના આક્ષેપ બાદ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કોંગ્રેસ દ્વારા આ ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું અને કોવેક્સિન (COVAXIN) માં વાછરડાના સીરમ (Calf Serum) નો નહી પરંતુ વેરોસેલનો જ ઉપયોગ કરાતો હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેમણે કોંગ્રેસ પર આક્ષેપો કરતા કહ્યું હતું કે, ગાંધી પરિવારે વેક્સિન લીધી છે કે કેમ? તેઓ તેમની સરકાર આવ્યા બાદ જ વેક્સિન લેશે. કોંગ્રેસને વેસ્ટેજ અને વેક્સિન હેજિટેન્સી માટે ઓળખવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયની સ્પષ્ટતા - સોશિયલ મીડિયા પર ખોટી માહિતી શેર થઈ રહી છે

વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સ્વાસ્થ્ય મંત્રાલયે નિવેદન જાહેર કર્યું હતું. જેમાં જણાવ્યા પ્રમાણે, સોશિયલ મીડિયા પર COVAXIN ને લઈને ખોટી માહિતી શેર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં તથ્યોને મરોડીને રજૂ કરવામાં આવી રહ્યા છે. વાછરડાના સીરમ (Calf Serum) નો ઉપયોગ માત્ર વેરોસેલને તૈયાર કરવામાં થાય છે. જે આપમેળે નાશ પામે છે. વેક્સિનના પ્રોડક્શનમાં તેનો ઉપયોગ કરાતો નથી.

  • There have been some social media posts regarding composition of the COVAXIN where it has been suggested that COVAXIN contains the newborn calf serum. Facts have been twisted and misrepresented in these posts: Ministry of Health and Family Welfare pic.twitter.com/F4twaqut6y

    — ANI (@ANI) June 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોરોનાની વેક્સિન માટે Calf Serum નો ઉપયોગ નથી કરાયો - ભારત બાયોટેક

વિવાદ થતા COVAXIN ના નિર્માતા ભારત બાયોટેકે પણ પોતાનો જવાબ જાહેર કર્યો છે. કંપનીએ જણાવ્યું છે કે, હાલમાં લોકોને વેક્સિનનો જે ડૉઝ આપવામાં આવી રહ્યો છે. તેના ફાઈનલ ડૉઝમાં વાછરડાના સીરમ (Calf Serum) નો ઉપયોગ નથી કરવામાં આવતો. વાછરડાના સીરમ (Calf Serum) નો ઉપયોગ વાઈરલ વેક્સિન બનાવવામાં થાય છે. તેનો ઉપયોગ સેલ (કોષ) ના ગ્રોથ માટે કરવામાં આવ્યો છે. જોકે, કોરોના વેક્સિનના ફાઈનલ ફોર્મ્યુલેશનમાં પણ તેનો ઉપયોગ કરાયો નથી.

Calf Serum નો વેક્સિનમાં કઈ રીતે ઉપયોગ થાય છે ?

વાછરડાના સીરમ (Calf Serum) નો ઉપયોગ વીરો સેલની રિવાઈવલ પ્રક્રિયા માટે થાય છે. આ સીરમ 20 દિવસથી ઓછી ઉંમર ધરાવતા વાછરડાનું કતલ કર્યા બાદ તેના લોહીની થતી ગાંઠમાંથી મળી આવે છે. વાછરડાના સીરમ (Calf Serum) નો ઉપયોગ મોટાભાગની તમામ વેક્સિનના ઉત્પાદનમાં કરવામાં આવે છે. જે બાયોલોજીકલ રિસર્ચનો એક જરૂરી ભાગ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.