ઉંમર ઘટાડશે આ ફેસપેક: ગ્રીન ટી એક પાવરફુલ એન્ટીઑકિસડન્ટ છે. અડધા કપ પાણીમાં 2 ચમચી ગ્રીન ટી ઉકાળો અને પછી તેને ગાળી લો. તેમાં વધુ ગરમ પાણી ઉમેરો અને ઠંડુ થવા દો. આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી લો અને તેનો ઉપયોગ ટોનર તરીકે કરો.
એલોવેરા જેલ: એલોવેરા એક કુદરતી ટોનર છે ને સ્કિનની ભીનાશને યથાવત રાખે છે, એલોવેરા ડેડ સેલ્સને હટાવવામાં પણ મદદ કરે છે. એલોવેરામાં રહેલા એસ્ટ્રિજેંટ ગુણ સ્કિન ટાઈટનિંગ રાખવાનું કામ કરે છે, જેનાથી ત્વચા સારી લાગે છે. દરરોજ 20 મિનિટ સુધી એલોવેરા જેલને ચહેરા પર લગાવો અને બાદમાં સાદા પાણીથી ધોઈ લો. એલોવેરાને કોઈ પણ ફેસપેકમાં મિક્સ કરી શકો છો. એક ચમચી ઓટ્સ અથવા મુલતાની માટીમાં, એક ચમચી સંતરાના છિલકાનો પાઉડર, દહીં અને એક ચમચી એલોવેરા જેલને મિક્સ કરો. આ ફેસ પેકને ચહેરા પર 30 મિનિટ સુધી લગાવીને રાખો, પછી ધોઈ લો. આ ફેસ પેક (face pack for glowing skin) સ્કિનને યંગ બનાવે છે ને ત્વચામાં ચમક પણ લાવે છે.
તરબૂચ સ્કિનને હાઈડ્રેટ રાખે: એક્સ્ફોલિયેશન ડેડ સ્કિન સેલ્સનસ ફેશિયલના સ્ક્રબનો (Facial scrub) ઉપયોગ કરીને દૂર કરે છે અને નવા કોષોના નિર્માણમાં મદદ કરે છે. આ માટે તલને બારીક પીસીને તેમાં મધ મિક્સ કરો. તેમાં ફુદીનાના પાન ઉમેરો અથવા એક્સ્ફોલિયેશન માટે તમે બદામ પાવડર અને દહીં પણ ઉમેરી શકો છો. આ ફેસ પેકને ચહેરા પર લગાવો અને હળવા હાથે ગોળાકાર ગતિમાં મસાજ કરો. 15 મિનિટ પછી પાણીથી ધોઈ લો. ત્વચામાં તરત જ ગ્લો જોવા મળશે. બધા જ ફ્રૂટ જેવા કે, કેળા, સફરજન, પપૈયું, તરબૂચ એક સાથે મિક્સ કરીને બધા જ પ્રકારની ત્વચા માટે ફેસ માસ્કતરીકે લગાવી શકાય છે. પપૈયું ડેડ સેલ્સને દૂર કરે છે ને નવા સેલ્સને બનાવવામાં મદદ કરે છે. કેળા સ્કિન ટાઈટનિંગનું કામ કરે છે. સફરજન અને સંતરું વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. તરબૂચ સ્કિનને હાઈડ્રેટ (Skin hydrates) રાખે છે. આ ફેસપેકને 30 મિનિટ સુધી રાખીને પછી ધોઈ લો.
પપૈયાના પલ્પ: ડ્રાય સ્કિન માટે દૂધમાં અડધી ચમચી તલનું તેલ મિક્સ કરીને ચહેરા પર લગાવો, 15 મિનિટ બાદ આ રૂને પાણીમાં ભીનું કરીને ફેસપેકને લૂછી લો. આ રીતે ઉપાય નિયમિત કરવાથી સ્કિન સોફ્ટ અને યંગ જોવા મળે છે. એક ચમચી મધમાં સંતરાના રસના 15 ટીપાં, એક ચમચી ઓટ્સ અને એક ટેબલસ્પૂન ગુલાબજળ મિક્સ કરો.આ મિશ્રણને મિક્સ કરીને ચહેરા પર લગાવો.આ ફેસ પેકને 15 મિનિટ સુધી રાખો, પછી ચહેરાને ધોઈ લો. આ ફેસ પેક સ્કિન માટે ફાયદાકારક (Face pack is beneficial for skin) છે. પપૈયાના પલ્પને પેકની જેમ ત્વચા પર લગાવીને 20 મિનિટ બાદ ધોઈ લો. પપૈયામાં રહેલા એંઝાઈમ ડેડ સેલ્સને દૂર કરીને સ્કિનને સોફ્ટ અને યંગ બનાવે છે, આ પેક લગાવવાથી ફ્રેસનેસનો અનુભવ થાય છે.