- 2022 ચૂંટણી પહેલા 3 રાજ્યોમાં નવા નેતૃત્વ પર ભાજપે દાવ લગાવ્યો
- ઉત્તરાખંડ, કર્ણાટક અને હવે ગુજરાતમાં બદલ્યા મુખ્યપ્રધાન
- કોરોના નડ્યો, એન્ટી કમ્બેસી પર કાબૂ મેળવવાનો ઉદ્દેશ
હૈદરાબાદ: 13 સપ્ટેમ્બરના ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા. આ સાથે જ 2022થી પહેલા ભાજપે ત્રણ રાજ્યોમાં નવા નેતૃત્વ પર દાવ રમ્યો છે. ઉત્તરાખંડ, કર્ણાટક બાદ ગુજરાતમાં મુખ્યપ્રધાન બદલ્યા બાદ એ ચર્ચા છે કે અત્યારે ભાજપશાસિત 2 અન્ય રાજ્યોમાં બદલાવ થશે. નેતૃત્વમાં બદલાવનું કારણ રાજ્યો અને નેતાઓ પ્રમાણે અલગ-અલગ છે, પરંતુ બીજેપીના કેન્દ્રીય નેતૃત્વનો સંદેશ સ્પષ્ટ છે. અત્યારે આ પરિવર્તન એન્ટી કમ્બેસી પર કાબૂ મેળવવાના ઉદ્દેશથી કરવામાં આવી રહ્યું છે. કોરોના કાળમાં યોગ્ય મેનેજમેન્ટ ના હોવાના કારણે તમામ રાજ્ય સરકારોની ભારી બદનામી થઈ હતી.
મતદારોના ગુસ્સાને ઓછો કરવા માટે બદલ્યા ચહેરા
અત્યારે દેશના 16 રાજ્યોમાં ભાજપની પોતાની કે ગઠબંધન સરકાર છે. 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ નથી ઈચ્છતું કે લોકોમાં નેતૃત્વ પ્રત્યે રોષ હોય. અત્યાર સુધી ભાજપના તમામ મુખ્યપ્રધાનો કેન્દ્રીય નેતૃત્વ એટલે કે અમિત શાહ અને નરેન્દ્ર મોદીની પસંદગી મુજબ બનાવવામાં આવ્યા છે. ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કર્ણાટકના સીએમ વસવરાજ બોમ્મઈને પણ અમિત શાહના નજીકના હોવાનો લાભ મળ્યો છે. આ કારણે, તેઓ સીએમ પદ માટે અન્ય દાવેદારોથી આગળ રહ્યા. માનવામાં આવે છે કે આ ફેરફાર દ્વારા હાઈકમાન્ડ નેતાઓના જૂથવાદને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છે.
સંગઠનના મહામંત્રી બીએલ સંતોષ પરિવર્તનના પક્ષમાં
ગુજરાતમાં પણ પૂર્વ સીએમ વિજય રુપાણી અને બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની વચ્ચે બધું બરાબર નહોતું. કર્ણાટકમાં પણ પૂર્વ સીએ બીએસ યેદિયુરપ્પા અને પાર્ટીના સંગઠન મહાસચિવ બીએલ સંતોષની વચ્ચે ખેંચતાણ જગજાહેર હતી. ઉત્તરાખંડમાં કૉંગ્રેસથી ભાજપમાં આવેલા નેતા પણ હંમેશા અસંતોષના સ્વર ઊઠાવતા રહે છે. અત્યારે પાર્ટીના સંગઠન મહાસચિવ બીએલ સંતોષ છે. ભારતીય પાર્ટીમાં સંગઠન મહાસચિવનું પદ અધ્યક્ષ બાદ બીજું સૌથી શક્તિશાળી પદ છે. ચર્ચા છે કે બીએલ સંતોષ એ તમામ રાજ્યોમાં નેતૃત્વ બદલવાના પક્ષમાં છે, જ્યાં સીએમના કારણે પાર્ટીની છાપ નબળી થાય અથવા સીએમ સરકાર પર નિયંત્રણ નથી રાખતા.
પરફોર્મ ન કરનારા નવા મુખ્યપ્રધાનોની પણ થઈ શકે છે છૂટ્ટી
ભારતીય જનતા પાર્ટીમાં પણ હાઈકમાન્ડ કલ્ચર શરૂ થઈ ગયું છે. નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય સ્વીકૃતિને કારણે ભાજપમાં હાઇકમાન્ડની પસંદ -નાપસંદ મહત્વ ધરાવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની ચૂંટણીમાં જાતિના સમીકરણો અને કેન્દ્રીય નેતૃત્વની નિકટતા મહત્વનું પરિબળ છે, પરંતુ નવા મુખ્યપ્રધાનોને ખુરશી પર બેસાડતા પહેલા પાર્ટી ટાસ્ક આપી રહી છે. હાઇકમાન્ડ તેમને સ્પષ્ટપણે કહી રહ્યું છે કે, તેઓએ કાં તો એન્ટી કમ્બન્સી સાથે વ્યવહાર કરવા માટે તમામ પગલાં લેવા પડશે અથવા તેમણે પદ છોડવાની તૈયારી રાખવી પડશે. આ સિવાય તેમણે વિવાદાસ્પદ નિવેદનો અને નિર્ણયોથી પણ દૂર રહેવું પડશે.
સીએમ કોઈ પણ હોય, ચૂંટણી તો નરેન્દ્ર મોદીના ચહેરા પર જ લડશે બીજેપી
સવાલ એ છે કે ચૂંટણી પહેલા જ સીએમ બદલવાથી પરિણામોમાં શું ફરક પડશે? રાજકીય વિશ્લેષકો માને છે કે, પીએમ મોદીની સામે રાજ્યોમાં ભાજપના નેતાઓનું કદ ખૂબ નાનું છે. લોકસભાની ચૂંટણી હોય કે રાજ્યની ચૂંટણી, ભાજપ દરેક ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર લડે છે. 2014થી ભાજપના મતદારો પણ સ્થાનિક નેતૃત્વને બદલે નરેન્દ્ર મોદીની નીતિઓ અનુસાર મત આપે છે, તેથી મત મુજબ રાજ્યોમાં નેતૃત્વ પરિવર્તન બહુ મહત્વનું નથી. પરિવર્તનનો હેતુ જાતિનું સંતુલન જાળવી રાખતા સ્થાનિક નેતૃત્વના જૂથવાદને ઘટાડવાનો છે, ત્યારે કેન્દ્રીય નેતૃત્વ પ્રમાણે વાતાવરણ બનાવવું પડશે.
નિષ્ણાતોનો મત, નવો પ્રયોગ કરી રહ્યું છે ભાજપ
નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ભાજપ 5 વર્ષના મુખ્યમંત્રીનો પ્રયોગ કરી ચૂક્યું છે અને અસફળ થયું છે. ઝારખંડ અને રાજસ્થાનમાં 5 વર્ષ સુધી ચાલેલી સરકાર ફરી આવી નહીં. હરિયાણામાં મિશ્ર સરકાર આવી. એટલે હવે પાર્ટી 5 વર્ષથી ઓછા સમયનો ઉપયોગ કરી રહી છે. ભાજપ તેના મતદારોને કહેવા માંગે છે કે તે લોકોની ઇચ્છાથી નેતૃત્વ બદલી શકે છે. જો કે રાજકીય વિશ્લેષક ડૉ.દિલીપ અગ્નિહોત્રી રાજ્યોમાં મુખ્યપ્રધાનના ચહેરાના પરિવર્તનને સ્થિરતાની વિરુદ્ધ નથી માનતા. ડૉ. અગ્નિહોત્રીનું માનવું છે કે ભાજપ સૌથી ઓછા મુખ્યપ્રધાનો બદલનારી પાર્ટી છે. નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં સીએમ પદ પર નિરંતરતાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે.
લોકસભા ચૂંટણીમાં ફેરબદલ કરવાની અસર નહીં
યોગેશ મિશ્ર માને છે કે 2024માં થનારી ચૂંટણી વિશે અત્યારે કંઇ કહી ન શકાય, પરંતુ 2024ની ચૂંટણીમાં રાજ્યોમાં થનારી જીત-હારનો ફરક નહીં પડે. એ સમયે નરેન્દ્ર મોદીની નીતિઓ અને કામ પ્રમાણે બીજેપીને વોટ મળશે. નરેન્દ્ર મોદીએ બીજેપીને હિન્દી પટ્ટામાંથી આગળ વધારીને પેન ઇન્ડિયા સ્તરનું કર્યું છે. લોકસભાની ચૂંટણીમાં તેની અસર દેખાશે. ડો.દિલીપ અગ્નિહોત્રી કહે છે કે, પહેલી વિધાનસભાની ચૂંટણી પહેલા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સીએમ ઉમેદવારો બદલાયા ન હતા અને ભાજપનો પરાજય થયો હતો. તેમ છતાં નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં આ રાજ્યોમાં ભારે સમર્થન મળ્યું.
વધુ વાંચો: શપથ લીધા બાદ ભુપેન્દ્ર પટેલ સીધા સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા, સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિને લઈને બેઠક યોજી