- સત્તા અને વિપક્ષના રાજકીય સંબંધો વચ્ચેની કડવાશમાં વધારો
- વિધાનસભામાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે માત્ર 15 બેઠકોનો તફાવત
- 90ના દાયકાથી શાસક પક્ષ બિહારમાં ખૂબ જ મજબૂત બહુમતી સાથે જીતે છે
પટના: બિહાર વિધાનસભાના બજેટ સત્રમાં સત્તા અને વિપક્ષના રાજકીય સંબંધો વચ્ચેની કડવાશ સતત વધી રહી છે. હદ તો ત્યારે થઈ ગઈ, જ્યારે પોલીસને વિધાનસભા ગૃહમાં બોલાવવી પડી. બન્ને પક્ષો વચ્ચેની કડવાહટ ગત વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ ઓછા અંતરથી હાર-જીતના નિર્ણયથી શરૂ થઈ હતી, જે હવે વધી રહી છે.
આ પણ વાંચો: તેજસ્વીનો સવાલ, મુંગેરમાં પોલીસને જનરલ ડાયર બનાવવાની પરવાનગી કોણે આપી
ગુસ્સામાં જોવા મળ્યા નીતીશ
ખાસ કરીને મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અને વિપક્ષી નેતા તેજસ્વી યાદવ વચ્ચે તનાવ વધી રહ્યો છે. તે શરૂ થયું જ્યારે તેજસ્વી યાદવની આગેવાની હેઠળના વિપક્ષે 16 નવેમ્બરના રોજ નીતીશ કુમારની આગેવાની હેઠળની NDA સરકારના શપથ ગ્રહણ સમારોહનો બહિષ્કાર કર્યો હતો. ત્યારબાદથી શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઘર્ષણના કિસ્સાઓ વધવા લાગ્યા છે. આ દરમિયાનમાં નીતિશ કુમાર, જે સામાન્ય રીતે શાંત સ્વભાવના છે, તે પણ કેટલીક વખત ગુસ્સે થતા જોવા મળ્યા હતા અને લોકોએ તેમનું ચીડિયાપણું પણ જોયું હતું.
વર્ષો બાદ મળ્યો મજબૂત વિપક્ષ
બિહારમાં વર્ષો પછી એક સખત વિપક્ષ જોવા મળ્યો છે. 90ના દાયકાથી શાસક પક્ષ બિહારમાં ખૂબ જ મજબૂત બહુમતી સાથે જીતતો રહ્યો છે. મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન નીતિશ કુમારે આંકડાઓમાં આટલા સખત વિપક્ષનો સામનો ક્યારેય કર્યો નથી. આ વખતે 244 બેઠકોવાળી રાજ્યની વિધાનસભામાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે માત્ર 15 બેઠકોનો તફાવત છે. શાસક પક્ષનું અસ્વસ્થતા અનુભવવાનું આ એક કારણ છે. વિપક્ષ હંમેશાં પોતાનું વર્ચસ્વ સાબિત કરવાનો પ્રયત્ન કરતું રહે છે.
આ પણ વાંચો: તેજસ્વી યાદવે આરજેડીના તમામ પોસ્ટરમાંથી લાલુ યાદવનો ફોટો દુર કર્યો
જુના સમીકરણો બદલાયા
બિહારમાં વધી રહેલા રાજકીય હલનચલનનું કારણ એ પણ છે કે, ભાજપ અને RJDની લગભગ આખી ટીમ બદલાઈ ગઈ છે. ભાજપે જ્યા પોતાના ચહેરા બદલ્યા, ત્યાં ત્યાં RJDએ પોતાની સુકાન બદલી હતી. આ રીતે, રાજ્યના રાજકારણનું આખું ગણિત બદલાઈ ગયું અને નવી પેઢી પણ બિહારમાં વધી રહેલી રાજકીય ઉથલપાથલનું કારણ છે.