- મંગળવારે બપોરે 12 વાગ્યા ખેડૂતોની મહાપંચાયત શરૂ થશે
- માંટ ક્ષેત્રના બ્રિજ આદર્શ ઈન્ટર કોલેજમાં મહાપંચાયતનું આયોજન
- મોટા ભાગનો પોલીસ કાફલો યમુના એક્સપ્રેસ સર્વિસ રોડ પર તહેનાત
મથુરાઃ જનપદના માંટ તહસીલ વિસ્તાર વાજના ગામમાં ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આરએલડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જયંત ચૌધરી સહિત હજારોની સંખ્યામાં જોડાશે. કૃષિ બિલના વિરોધ અંગે ખેડૂતોનું ઉગ્ર પ્રદર્શન હજી પણ યથાવત છે. જિલ્લા તંત્ર દ્વારા ખેડૂતોની મહાપંચાયત અંગે સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
માંટ ક્ષેત્રમાં ખેડૂતોની મહાપંચાયત
મંગળવારે બપોર પછી ખેડૂતોની મહાપંચાયતમાં આરએલડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જયંત ચૌધરી પહોંચશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન યથાવત છે. કૃષિ બિલ અંગે ખેડૂતો છેલ્લા 2 મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જે અંગે આજે ખેડૂતોએ મહાપંચાયત બોલાવી હતી.
જિલ્લા તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરાઈ
માંટ ક્ષેત્રના બ્રિજ આદર્શ ઈન્ટર કોલેજના ગ્રાઉન્ડમાં ખેડૂતોની મહાપંચાયત યોજાશે, જે અંગે જિલ્લા તંત્ર દ્વારા સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી દેવાઈ છે. મોટા ભાગનો પોલીસ કાફલો યમુના એક્સપ્રેસ સર્વિસ રોડ પર તહેનાત કરવામાં આવ્યો છે. બપોરે 12 વાગ્યે ખેડૂતોની મહાપંચાયત શરૂ થશે.