ETV Bharat / bharat

કેરળ: બળાત્કારના મામલામાં ચોંકાવનારો ખૂલાસો, ફરિયાદી મહિલા સામે જ નોંધાયો કેસ - કેરળ ક્રાઈમ બ્રાન્ચ

કેરળમાં ખોટા બળાત્કારના મામલામાં હવે ક્રાઈમ બ્રાંચ (False rape case) ફરિયાદી સામે જ કેસ નોંધશે. વાસ્તવમાં, ફરિયાદીએ જેના પર આરોપ લગાવ્યો હતો, તેના પ્રાઇવેટ પાર્ટ પણ કાપી નાખવામાં (Swami genitals cut off in Thiruvananthapuram) આવ્યા હતા. જેમાં એક ચોંકાવનારો ટ્વિસ્ટ આવ્યો છે.

કેરળમાં બળાત્કારના મામલામાં ચોંકાવનારો ખૂલાસો, ફરિયાદી મહિલા સામે જ નોંધાયો કેસ

author img

By

Published : Feb 22, 2022, 5:58 PM IST

તિરુવનંતપુરમઃ કેરળમાં બળાત્કારના ખોટા કેસમાં (False rape case) ચોંકાવનારો ખૂલાસો સામે આવ્યો છે, જેમાં કેરળ ક્રાઈમ બ્રાન્ચ (Kerala Crime Branch) હવે માત્ર મહિલા ફરિયાદી સામે જ કેસ નોંધવાનું (Rape Case in Kerala) વિચારી રહી છે, જેણે તિરુવનંતપુરમમાં સ્વામીનું ગુપ્તાંગ કાપી નાખ્યું (Swami genitals cut off in Thiruvananthapuram) હતું. પોલીસને જાણવા મળ્યું છે કે, 23 વર્ષીય મહિલાએ પોતાનો ગુનો છુપાવવા માટે આ વાર્તા ઘડી હતી અને સ્વામી ગંગેશ્વરાનંદને બળાત્કારના કેસમાં ખોટી રીતે ફસાવ્યા હતા.

આ પણ વાંચો: Minor Girl Rape case in Jolva : સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ રૂમમાં ગોંધી દીધી, સારવાર મળ્યાં પહેલાં મોત

બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું ઘડ્યું

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, ફરિયાદીએ તેના પ્રેમી અયપ્પદાસ સાથે મળીને સ્વામી તેમના લગ્ન સ્વીકારશે નહીં તેવા ડરથી આ ગુનો કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મહિલા અને અયપ્પાદાસે સ્વામી પર હુમલો કરવા અને તેમને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું ઘડ્યું (implicate in false rape case) હતું અને ષડયંત્ર માટે બંને કોલ્લમ અને અલપ્પુઝામાં મળ્યા હતા.

પોલીસે સ્વામી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો

મહિલાના મોબાઈલ ફોનના ફોરેન્સિક રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે, તેણે ઘટના પહેલા શિશ્ન વિચ્છેદન પરના ઘણા વીડિયોની તપાસ કરી હતી. આ ગુનો 19 મે 2017ના રોજ થયો હતો. ત્યારબાદ ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે, સ્વામી ગંગેશ્વરાનંદે તેના નિવાસસ્થાને તેના પર જાતીય શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્વબચાવમાં તેણે તેમનું શિશ્ન કાપી નાખ્યું (Girl chopping off genitals of Swami) હતું. પોલીસે સ્વામી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ પણ આ જ વાત કહી હતી.

યુવતીએ સ્વામીના સમર્થનમાં નિવેદન આપ્યું

ગંગેશ્વરાનંદે પહેલા પોલીસને કહ્યું કે, તેણે પોતાનું શિશ્ન કાપી નાખ્યું હતું અને બાદમાં કહ્યું કે જ્યારે તે સૂતો હતો ત્યારે કેટલાક અજાણ્યા લોકોએ તેના પર હુમલો કર્યો હતો. યુવતીએ બાદમાં પોલીસનો સંપર્ક કર્યો અને કહ્યું કે, સ્વામીએ તેના પર હુમલો કર્યો ન હતો પરંતુ તેના સાથી અયપ્પદાસે તેના પર હુમલો કર્યો હતો. ગંગેશ્વરાનંદે કેસ રદ કરવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો ત્યારે યુવતીએ સ્વામીના સમર્થનમાં નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો: Planned Murder of Grishma : ગ્રીષ્માના હત્યારા ફેનિલે AK47 ખરીદવા વેબસાઇટ કરી સર્ચ, બીજું આવું પણ શોધ્યું

ક્રાઈમ બ્રાન્ચ ફરિયાદી સાથી અયપ્પદાસ વિરુદ્ધ કેસ નોંધશે

ગંગેશ્વરાનંદે ડીજીપીને અરજી આપી હતી, જેમાં તેમની સામેના કેસમાં વરિષ્ઠ પોલીસ (kerala police) અધિકારીઓને સામેલ કરવાનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને બાદમાં આ કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું કે, તેઓએ કાનૂની અભિપ્રાય માંગ્યો છે કારણ કે, તેઓએ ફરિયાદી સામે જ કેસ નોંધવો પડશે. જો કાયદાકીય સલાહ આવા પગલાના સમર્થનમાં હશે, તો ક્રાઈમ બ્રાન્ચ ફરિયાદી અને તેના ભૂતપૂર્વ સાથી અયપ્પદાસ વિરુદ્ધ કેસ નોંધશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.