કોલ્લમ (કેરળ): કેરળ પોલીસે મંગળવારે એક કથિત ઘટનાના સંબંધમાં કેસ નોંધ્યો જેમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટમાં હાજરી આપનારી છોકરીઓ અને મહિલાઓને કોલ્લમમાં પરીક્ષામાં બેસવા માટે અંડરગાર્મેન્ટ્સ ઉતારવાનુ કહેવામાં આવ્યું (Kerala NEET exam undergarments remove) હતું. પોલીસે જણાવ્યું હતું કે, રવિવારે જિલ્લાના આયુરમાં એક ખાનગી શૈક્ષણિક સંસ્થામાં યોજાયેલી NEET પરીક્ષા દરમિયાન કથિત રીતે અપમાનજનક (Kerala NEET exam friskers) અનુભવનો સામનો કરતી છોકરીની ફરિયાદ પર ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 354 અને 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: જમ્મુમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ
કપડાં પર બેસવું પડ્યું: તેમણે કહ્યું કે મહિલા અધિકારીઓની ટીમે યુવતીનું નિવેદન (NEET exam friskers remove undergarments fir) નોંધ્યા બાદ કેસ નોંધ્યો છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને આ કૃત્યમાં કથિત રીતે સામેલ લોકોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. આ મામલો સોમવારે ત્યારે સામે આવ્યો જ્યારે 17 વર્ષની છોકરીના પિતાએ મીડિયાકર્મીઓને કહ્યું કે, તેની પુત્રી NEET પરીક્ષા આપી રહી હતી અને તે આઘાતમાંથી હજુ બહાર આવી શકી નથી જેમાં તેણે ત્રણ કલાકથી વધુ કપડાં પર બેસવું પડ્યું હતું.
આ પણ વાંચો: જયરાજને ઈન્ડિગો પર કર્યા પ્રહારો, કહ્યું- તેના પ્લેનમાં ક્યારેય પ્રવાસ નહીં કરે
ગુનેગારો સામે કાર્યવાહીની માંગ: છોકરીના પિતાએ એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે તેમની પુત્રીએ NEET બુલેટિનમાં દર્શાવેલ ડ્રેસ કોડ મુજબ પોશાક પહેર્યો હતો. ઘટનાની નિંદા કરીને, વિવિધ યુવા સંગઠનોએ ગુનેગારો સામે કાર્યવાહીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેરળ રાજ્ય માનવ અધિકાર પંચે પણ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. કમિશને કોલ્લમ ગ્રામીણ પોલીસ અધિક્ષક (ગ્રામીણ)ને 15 દિવસમાં રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.