ETV Bharat / bharat

36 દિવસનું બાળક કૂવામાંથી મૃત હાલતમાં મળ્યું, તિરુવનંતપુરમ પોલીસ દ્વારા માતાની પૂછપરછ - મૃત હાલત

માનવતાને શર્મશાર કરતો કિસ્સો તિરુવનંતપુરમમાંથી સામે આવ્યો છે. જ્યાં એક કૂવામાંથી 36 દિવસનું નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. ઘટનાને લઇને પોલીસે બાળકની માતાની સઘન પૂછપરછ શરુ કરી છે.

36 દિવસનું બાળક કૂવામાંથી મૃત હાલતમાં મળ્યું, તિરુવનંતપુરમ પોલીસ દ્વારા માતાની પૂછપરછ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 27, 2023, 2:53 PM IST

તિરુવનંતપુરમ : તિરુવનંતપુરમના પોથાનકોડમાં આજે વહેલી સવારે એક 36 દિવસનું નવજાત બાળક કૂવામાંથી મૃત હાલતમાં મળી આવ્યું હતું. કુરાવન વિલકમ હાઉસના મંજુમાલાના સુરીતા અને સાજી દંપતિનું બીજા સંતાન શ્રીદેવની ડેડબોડી મળી છે. બાળક કલાકોની શોધખોળ બાદ ઘરના કૂવામાં મૃત હાલતમાં મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસ કરી રહેલી પોલીસે બાળકની માતા સુરીતાને પોલીસ કસ્ટડીમાં લીધી હતી અને ઉચ્ચ અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે.

બાળકની માતા પ્રસૂતિ બાદ પિયરમાં હતી : બાળકની માતા સુરીતા બાળક શ્રીદેવને જન્મ આપ્યા પછી, સુરિતા મંજુમાલામાં તેના ઘરે રોકાઈ હતી.બાળકને લઇને સુરીતાએ પોતાના પતિ સાજીને જાણ કરી હતી કે બાળક ગઈકાલે રાત્રે ગુમ થયું હતું. સાજીએ પોલીસને જાણ કરી હતી કે સુરીતાએ કહ્યું હતું કે તેની પાસે સૂઈ રહેલું બાળક ગુમ થઈ ગયું છે. સ્થાનિક લોકોએ બાળકના અપહરણનો મામલો માનીને તેની વિસ્તૃત શોધખોળ હાથ ધરી હતી. પોલીસે હાથ ધરેલી તલાશી દરમિયાન કૂવા નજીકથી બાળકને ઢાંકેલો ટુવાલ મળી આવ્યો હતો. ત્યારે કૂવાની તપાસ કરવા દરમિયાન ફાયર અને રેસ્ક્યુ અધિકારીઓએ કૂવામાંથી બાળક શ્રીદેવનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

સંબંધીઓની પણ પૂછપરછ : 36 દિવસના બાળકનું આ પ્રકારે ગુમ થવું અને બાદમાં કૂવામાંથી મૃતદેહ મળવાને લઇને પોલીસે બાળકના અકુદરતી મોતની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તિરુવનંતપુરમ પોલીસે અકુદરતી મૃત્યુનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. માતા સુરીતા ઉપરાંત તેમના સંબંધીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ હાલ પરિવારજનોની પૂછપરછ કરી રહી છે. ઘટના સમયે સુરીતા તેની માતા અને બહેન ઘરમાં હતાં. જોકે પોલીસે બાળકના અકુદરતી મૃત્યુ અંગે સત્તાવાર રીતે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.

  1. માંગરોળના વેરાવળ રોડ નજીક કૂવામાંથી 4 દિવસથી ગુમ મહિલાનો મૃતદેહ મળ્યો
  2. જૂનાગઢમાં 3 દિવસ પહેલા કૂવામાંથી મળ્યો મૃતદેહ, પોલીસે ફરિયાદ નોંધી શરૂ કરી તપાસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.