ETV Bharat / bharat

Kerala News : નાણાં મામલે વિવાદ થયો, માલિકે કર્મચારીનું કાંડુ કાપી નાંખ્યું - માલિકે કર્મચારીનું કાંડુ કાપી નાંખ્યું

કેરળમાં નાણાકીય વિવાદમાં માલિક દ્વારા કર્મચારીનો હાથ કાપવાની ઘટના બની હતી. ઇડુક્કીમાં વિજયરાજ નામના કર્મચારી પર બિનુ નામના તેના માલિકે લાકડાના વેચાણને લગતા પૈસાની લેવડદેવડને લઈને ઝઘડા દરમિયાન હુમલો કરી દીધો હતો.

Kerala News : નાણાં મામલે વિવાદ થયો, માલિકે કર્મચારીનું કાંડુ કાપી નાંખ્યું

author img

By

Published : Jul 24, 2023, 8:53 PM IST

કેરળ ઇડુક્કી : એક ચોંકાવનારી ઘટનામાં ઇડુક્કીના અડીમાલી ખાતે નાણાકીય વિવાદ અંગેની દલીલો ગુનો આચરવામાં તબદિલ થઇ ગઇ હતી. ઇડુક્કીના એક આધેડ વયના માણસની જમણી હથેળી તેના એમ્પ્લોયર એટલે કે નોકરીદાતા દ્વારા કાપી નાખવામાં આવી હતી. ઈલામ્પ્લકલ વિજયરાજ (43), પોલિંજપાલમના વતની છે. લાકડાના વેચાણને લગતા પૈસાની લેવડદેવડને લઈને ઝઘડા દરમિયાન અદિમાલી નિવાસી બિનુએ તેમના પર હુમલો કરી દીધો હતો. ગઇકાલે.આ ઘટના સાંજે લગભગ 6 વાગ્યે અદિમાલી પોલિંજપાલમ જંક્શન પર બની હતી. આ ઘટનામાં પોલીસે લાકડાના વેપારી બિનુની ધરપકડ કરી હતી.

હવે ખતરાની બહાર : આ હુમલામાં વિજયરાજનો 80 ટકા હાથ કપાઈ ગયો હતો. વિજયરાજને ઇમરજન્સી સર્જરી કરાવવી પડી હતી અને જમણા હાથના કાંડા અને હથેળીમાં ટાંકા પણ લેવા પડ્યાં હતાં. હોસ્પિટલ સત્તાવાળાઓએ જણાવ્યું કે વિજયરાજ હવે ખતરાની બહાર છે.

વાહન રોક્યા બાદ હુમલો : ઘટનાને લઇને નજરે જોનાર સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિજયરાજ અને બિનુ બંને વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો. પોલિંજપાલમ જંકશન પર વિજયરાજનું વાહન રોક્યા બાદ બિનુએ હુમલો કર્યો હતો. વિજયરાજ કારમાંથી બહાર નીકળ્યો કે તરત જ બિનુએ તેના હાથ પર ધારદાર હથિયાર વડે હુમલો કરી દીધો હતો.

ઈમરજન્સી સર્જરી કરવામાં આવી : ઘટના સમયે વિજયરાજનો ભાણેજ, બહેનનો પુત્ર અખિલ પણ વિજયરાજ સાથે હતો. હુમલા બાદ વિજયરાજને અડીમાલી તાલુકા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં તેની ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી.

બિનુએ ગુનો કબૂલી લીધો : અહેવાલો મુજબ બિનુએ પોલીસ સમક્ષ ગુનો કબૂલી લીધો છે. વિજયરાજ સાથે બનેલી ઘટનાને લઇને વિજયરાજની બહેનના પુત્ર અખિલે જણાવ્યું હતું કે પહેલા બે મહિલાઓએ કાર રોકી હતી અને વિજયરાજ નીચે ઉતરતાની સાથે જ બાજુમાં છુપાયેલો બિનુ દેખાયો હતો અને તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. અખિલે કહ્યું કે મદદ માટે આજીજી કરવા છતાં કોઈએ વાહન રોક્યું નહીં અને તે વિજયરાજને કારમાં બેસાડી હોસ્પિટલ લઈ ગયો હતો.

  1. કેરળ: ચતુરંગપારામાં મળી આવ્યો 12મી સદીનો એક દુર્લભ પથ્થર 'વીરકલ્લુ'
  2. Harappan Civilization: હડપ્પન સભ્યતાના ઉદ્ભવ વિશે આ વર્ષે મળશે જાણકારી, કેરળ-કચ્છ યુનિવર્સિટી કરશે ઉત્ખનન
  3. Anti-climax to lesbian relationship in Kerala: કેરળ હાઈકોર્ટે પેરેંટલ કસ્ટડીમાંથી લેસ્બિયન જીવનસાથીને મુક્ત કરવાની માંગ કરતી મહિલાની પિટિશન બંધ કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.