હૈદરાબાદ TRS સુપ્રીમ અને મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ તેમની પાર્ટીની રાજ્ય કારોબારી સમિતિની બેઠકમાં તેમની રાષ્ટ્રીય પાર્ટીની ઘોષણા કરવાની યોજના બનાવી રહ્યા હોવાની માહિતી સુત્રો જોડેથી મળી રહી છે.આ બેઠકનું આયોજન 5 ઓક્ટોબર, દશેરાના(KCR national party announcement on Dussehra ) દિવસે યોજાશે તેવી માહિતી મળી રહી છે.
પક્ષના નેતાઓને રાજ્ય સ્તરની બેઠકમાં હાજરી ટીઆરએસના ટોચના નેતૃત્વએ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને પક્ષના નેતાઓને રાજ્ય સ્તરની બેઠકમાં હાજરી આપવા જણાવ્યું હોવાથી રાજકીય વર્તુળો અટકળોથી ભરપૂર છે. ટીઆરએસના આંતરિક સૂત્રોએ ખુલાસો કર્યો કે રાષ્ટ્રીય પાર્ટીની રચના અંગે સર્વસંમતિથી ઠરાવ કરવામાં આવશે. રાષ્ટ્રીય પક્ષ બનાવવાની તૈયારી કરી રહેલા કેસીઆર(KCR national party announcement) આ અંગે પહેલા જ મંજૂરી આપી ચૂક્યા છે.
નામોની પહેલેથી જ વિચારણા વર્તમાન TRSને રાષ્ટ્રીય પક્ષમાં રૂપાંતરિત કરવામાં આવશે, સૂત્રોએ ઉમેર્યું હતું કે KCRની રાષ્ટ્રીય પાર્ટી માટે 'ભારત રાષ્ટ્ર સમિતિ' જેવા નામો પહેલેથી જ વિચારણા હેઠળ છે. રાષ્ટ્રીય પક્ષ અંગેના ઠરાવને બાદમાં મંજૂરી માટે દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી પંચ(Delhi Central Election Commission) ને મોકલવામાં આવશે.
રાષ્ટ્રીય પક્ષના ધ્વજને આખરી ઓપ ટીઆરએસ સીઈસીને તેમની રાષ્ટ્રીય પાર્ટી માટે પણ વર્તમાન સિમ્બોલ ચાલુ રાખવા વિનંતી કરી શકે છે. રાષ્ટ્રીય પક્ષના ધ્વજને પણ આખરી ઓપ મળી રહ્યો છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે રાષ્ટ્રીય પાર્ટી માટે મંજૂરી મળ્યા પછી, કેસીઆર રાજ્ય અથવા દિલ્હીમાં એક વિશાળ જાહેર સભા યોજશે અને એજન્ડા જાહેર કરે તેવી શક્યતા છે.