ETV Bharat / bharat

Kaushambi Honor Killing: પ્રેમી સાથે મોબાઈલ પર વાત કરતી યુવતીની પરિવારે કુહાડીથી હત્યા કરી નાખી - ઘરે જ કરી હત્યા

કૌશાંબીમાં પ્રેમી સાથે વાત કરવા બદલ યુવતીને તેના પરિવારે મોતને ઘાટ ઉતારી દીધી. પરિવારે યુવતીને કુહાડી મારીને ટુકડા કરી નાખ્યા હતા. પોલીસને જાણ થતાં જ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાંચો ઓનર કિલિંગનો સમગ્ર ઘટનાક્રમ

એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 5:04 PM IST

ઘટનાસ્થળે પોલીસ કાફલો ધસી ગયો

કૌશાંબીઃ સરાય અકિલ વિસ્તારમાં ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. મોબાઈલ પર પ્રેમી સાથે વાત કરતી યુવતીને તેના પરિવાર દ્વારા મોતને ઘાટ ઉતારી દેવાઈ છે. યુવતીની હત્યા કુહાડી દ્વારા કરવામાં આવી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ કાફલામાં ડીએમ, એસપી સહિત મોટા ગજાના પોલીસ અધિકારીઓ સામેલ હતા. પોલીસે ગુનો નોંધીને યુવતીના પિતા અને બે ભાઈઓ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે.

બંને પ્રેમી એક જ ગામના હતાઃ 17 વર્ષીય યુવતીને તેના જ ગામના એક યુવક સાથે પ્રેમસંબધ હતો. બંને અવારનવાર મળતા પણ હતા.તેઓ મોબાઈલ પર વાતો પણ કરતા હતા.યુવક અને યુવતી બંને અલગ અલગ સમુદાયના હતા. બંનેના પરિવારને જાણ થતાં જ પરિવારે આ પ્રેમસંબંધનો વિરોધ કર્યો હતો. તેમ છતાં યુવતી અને યુવક મોબાઈલ પર ચોરી છુપે વાતચીત કરતા હતા.

ફોરેન્સિક ટીમને પણ ઘટના સ્થળે બોલાવાઈ
ફોરેન્સિક ટીમને પણ ઘટના સ્થળે બોલાવાઈ

પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવતીના શરીરને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું અને 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ગુનો કબૂલી લીધો છે...બ્રિજકુમાર શ્રીવાસ્તવ(એસપી, કૌશાંબી)

3 આરોપીઓની ધરપકડઃ યુવતીને મોબાઈલ પર તેના પ્રેમી સાથે વાત કરતા તેના પિતાએ રંગેહાથે ઝડપી હતી. ત્યારબાદ ઘરમાં કંકાસ થયો હતો. વાત એટલી હદે વણસી ગઈ કે યુવતીને તેના પિતા અને બે ભાઈઓએ કુહાડીના ઘા મારીને પતાવી દીધી. પાડોશીઓએ પોલીસને જાણ કરી. જિલ્લા અધિકારી સુજીતકુમાર, પોલિસ અધિક્ષક બ્રિજેશકુમાર શ્રીવાસ્તવ પોલીસ કાફલા સાથે સ્થળ પર ધસી ગયા. ઘટનાસ્થળે ફોરેન્સિક ટીમને પણ બોલાવામાં આવી. પોલીસે મૃતક યુવતીના પિતા મનરાખન, ભાઈઓ ઘનશ્યામ અને રાધેશ્યામની ધરપકડ કરી છે.

  1. UP Crime : સગા ભાઈના હાથે બહેન પામી અત્યંત ભયંકર મોત, માથું કાપી ગામમાંથી નીકળ્યો
  2. ગુજરાતમાં ઓનર કિલિંગ, ભરુચમાં ભાઈએ કરી બહેનની હત્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.