- વર્ષો બાદ જમ્મૂ-કશ્મીરમાં થઈ જન્માષ્ટમીની ઉજવણી
- જન્માષ્ટમી નિમિત્તે શ્રીનગરમાં યોજવામાં આવી શોભાયાત્રા
- ભજન-કિર્તન સાથે અનુયાયીઓએ માહોલ ભક્તિપૂર્ણ બનાવ્યો
જમ્મૂ: જમ્મૂ-કશ્મીરમાં આર્ટિકલ 370 નાબૂદ થયા બાદ ઘણુંબધું બદલાઈ ગયું છે. તાજેતરમાં જ સ્વતંત્રતા દિવસ પર કશ્મરીના લાલ ચોકને તિરંગાથી સજાવવામાં આવ્યો હતો. જ્યારબાદ આજે જન્માષ્ટમી નિમિત્તે હરે રામા હરે કૃષ્ણ સંસ્થાના અનુયાયીઓ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા જે પણ વિસ્તારોમાંથી નિકળતી હતી, ત્યાંના સ્થાનિકોએ ભાવભીપૂર્વક તેનું સ્વાગત કર્યું હતું.
પૂરતા પોલીસ કાફલા સાથે યોજાઈ હતી શોભાયાત્રા
કશ્મીરી પંડિતો દ્વારા યોજવામાં આવેલી આ શોભાયાત્રા લાલ ચોકથી શરૂ કરવામાં આવી હતી. જે શ્રીનગરના તમામ પ્રમુખ બજારોમાંથી થઈને પરત લાલ ચોક ખાતે સંપન્ન થઈ હતી. આ દરમિયાન સુરત્રા માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આ શોભાયાત્રામાં હરે રામા હરે કૃષ્ણ સંસ્થાના અનુયાયીઓ દ્વારા ભજન કિર્તન સાથે શ્રીનગરનો માહોલ ભક્તિભાવપૂર્ણ બનાવવામાં આવ્યો હતો.