ETV Bharat / bharat

Karnataka Hijab Ban Update: હિજાબ મામલે હાઈકોર્ટમાં અરજીઓ પર ગુરુવાર સુધી સુનાવણી સ્થગિત

કર્ણાટક હાઈકોર્ટ (Karnataka Hijab Ban High Court)માં આજે બુધવારે પણ હિજાબ પરના પ્રતિબંધ સામેની અરજીઓની સુનાવણી થઈ. જો કે સમયની અછતના કારણે સુનાવણી ગુરુવાર સુધી મુલતવી રાખવામાં આવી છે.

author img

By

Published : Feb 16, 2022, 7:29 PM IST

Karnataka Hijab Ban Update: હિજાબ મામલે હાઈકોર્ટમાં અરજીઓ પર ગુરુવાર સુધી સુનાવણી સ્થગિત
Karnataka Hijab Ban Update: હિજાબ મામલે હાઈકોર્ટમાં અરજીઓ પર ગુરુવાર સુધી સુનાવણી સ્થગિત

બેંગ્લોર: કર્ણાટક હાઈકોર્ટ (Karnataka Hijab Ban High Court)માં પણ આજે બુધવારે પણ હિજાબ પરના પ્રતિબંધ (Karnataka Hijab Ban Update) સામેની અરજીઓની સુનાવણી થઈ, પરંતુ સમયની અછતને કારણે સુનાવણી (Hijab Ban Hearing in Karnataka High Court) ગુરુવાર સુધી મુલતવી રાખવામાં આવી છે. વધુ સુનાવણી ગુરુવારે બપોરે 2.30 કલાકે હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં હિજાબ વિવાદ (karnataka hijab controversy) પર હાઈકોર્ટમાં બુધવારે સુનાવણી દરમિયાન વકીલોની જોરશોરથી દલીલો થઈ હતી.

બંગડીઓ પહેરવામાં આવે છે તે ધાર્મિક પ્રતીક નથી?

એડવોકેટ કુમારે બેન્ચ સમક્ષ અનેક દલીલો કરી હતી, જેમાં એકમાં એવું કહેવામાં આવ્યું હતું કે સરકાર એકલા હિજાબનો મુદ્દો ઉઠાવીને આ દુશ્મનીભર્યો ભેદભાવ શા માટે કરી રહી છે? બંગડીઓ પહેરવામાં આવે છે, શું તે ધાર્મિક પ્રતીકો (Religious symbols in schools in India) નથી? તમે આ ગરીબ મુસ્લિમ છોકરીઓને એ નિશાન બનાવી રહ્યા છો? જો કે બુધવારે પણ કર્ણાટક હાઈકોર્ટમાં આ મામલે કોઈ નિર્ણય આવી શક્યો નહીં.

આ પણ વાંચો: Hijab Ban in Karnataka : કર્ણાટકમાં શરૂ થયેલો હિજાબનો મુદ્દો હવે ગુજરાતમાં પકડી રહ્યો છે જોર

કોર્ટે શું કહ્યું?

વરિષ્ઠ વકીલ આદિશ અગ્રવાલે હસ્તક્ષેપ અરજી વિશે જણાવ્યું, પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી કેસમાં કોઈ હસ્તક્ષેપની સુનાવણી કરવામાં આવશે નહીં. આ મામલો ગુરુવારે બપોરે સુનાવણી માટે આવશે. ઉલ્લેખનીય છે કે, 500થી વધુ કાયદાના વિદ્યાર્થીઓ, કાયદા નિષ્ણાતો અને વકીલોએ હિજાબ મુદ્દે ખુલ્લો પત્ર (Open letter on hijab issue) લખ્યો છે, જેમાં મુસ્લિમ યુવતીઓને હિજાબ પહેરીને શાળા-કોલેજોમાં પ્રવેશતી અટકાવવાની સખત નિંદા કરવામાં આવી છે. આને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન (Violation of constitutional rights in India) કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: karnataka Hijab Controversy: ઉડ્ડુપીની કોલેજમાં હિજાબ બાબતે ભગવા સ્કાફ પહેરીને વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ, હાઈકોર્ટમાં સુનાવણી

બંધારણ અને સમુદાયનું અપમાન

સાથે જ એવું પણ કહ્યું છે કે, મુસ્લિમ છોકરીઓ અને મહિલાઓની આ અવગણના જાહેર દૃષ્ટિએ અમાનવીય છે. તે બંધારણ અને સમગ્ર સમુદાયના અપમાન સમાન છે. સન્માન સાથે જીવન જીવવાના તેમના મૂળભૂત અધિકારનું રક્ષણ કરવામાં નિષ્ફળ જવા બદલ અમારું માથું શરમથી ઝૂકી ગયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.