નવી દિલ્હી: કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે તમામ 224 બેઠકોના પરિણામ જાહેર થઇ ચુક્યા છે. કોંગ્રેસે 136 વિધાનસભા બેઠકો પર કબ્જો કરીને ભવ્ય વિજય મેળવ્યો છે જયારે ભાજપ માત્ર 65 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. હંમેશા કિંગ મેકરની ભૂમિકામાં રહેનાર જેડીએસને આ વખતે માત્ર 19 બેઠકો મળી હતી. કોંગ્રેસે બહુમતી સાથે ચૂંટણી જીતીને ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી. આ વખતે ભાજપે તેના 31માંથી 25 મંત્રીઓ પર વિશ્વાસ મૂક્યો હતો અને તેમને તેમની પરંપરાગત બેઠકો પરથી મેદાનમાં ઉતાર્યા હતા.
સીએમ પદને લઈને સસ્પેન્સ: કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023માં કોંગ્રેસ પાર્ટી બહુમત મેળવીને સત્તાના સિંહાસન પર સર થયા છે. કોંગ્રેસ પક્ષની અંદર મુખ્યપ્રધાન બનવા માટે સ્પર્ધા અને લોબિંગ શરૂ થઈ ગયું છે. હાલ કોંગ્રેસના મુખ્યપ્રધાન પદના દાવેદારોમાં બે ચહેરાઓ મુખ્ય રીતે બહાર આવી રહ્યા છે. કેટલાક લોકો પાર્ટીના પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાને રાજ્યની બાગડોર સોંપવાના પક્ષમાં છે, જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે ડીકે શિવકુમારને મુખ્યપ્રધાન પદ માટે આગળ કરવામાં આવે, જેમણે એકલા હાથે કોંગ્રેસને લડવામાં મદદ કરી હતી.
-
While this is the direct impact of the #BharatJodoYatra in Karnataka, the intangible impact was uniting the party, reviving the cadre and shaping the narrative for the Karnataka elections. It was during the Bharat Jodo Yatra, from the many conversations @RahulGandhi had with the… pic.twitter.com/r1JOWMoei3
— Jairam Ramesh (@Jairam_Ramesh) May 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">While this is the direct impact of the #BharatJodoYatra in Karnataka, the intangible impact was uniting the party, reviving the cadre and shaping the narrative for the Karnataka elections. It was during the Bharat Jodo Yatra, from the many conversations @RahulGandhi had with the… pic.twitter.com/r1JOWMoei3
— Jairam Ramesh (@Jairam_Ramesh) May 13, 2023While this is the direct impact of the #BharatJodoYatra in Karnataka, the intangible impact was uniting the party, reviving the cadre and shaping the narrative for the Karnataka elections. It was during the Bharat Jodo Yatra, from the many conversations @RahulGandhi had with the… pic.twitter.com/r1JOWMoei3
— Jairam Ramesh (@Jairam_Ramesh) May 13, 2023
કર્ણાટકમાં ભારત જોડો યાત્રાની અસર: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતા જ લોકો તેને ભારત જોડો યાત્રા વિષે ચર્ચા કરવા લાગ્યા હતા. લોકોના મત પ્રમાણે ભારત જોડો યાત્રાની અસર કર્ણાટક ચૂંટણીમાં જોવા મળી રહી છે. ભારત જોડો યાત્રા કર્ણાટકની 21 બેઠકોના ક્ષેત્રમાંથી પસાર થઈ હતી. કોંગ્રેસને આમાંથી 17 સીટ પર જીત મળતી દેખાય છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે કર્ણાટકમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના રૂટમાં કોંગ્રેસે સીટો જીતી છે. ચાલો જાણીએ કર્ણાટક ચૂંટણીમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની શું અસર થઇ છે.
પ્રવેશદ્વાર બંધ: કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને તેલંગાણા દક્ષિણ ભારતના 5 મુખ્ય રાજ્યો છે. કર્ણાટકને દક્ષિણનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. આ રાજ્યમાં હાર સાથે ભાજપ માટે દક્ષિણના દરવાજા બંધ થઈ ગયા છે. કર્ણાટક સિવાય દક્ષિણના કોઈપણ રાજ્યમાં ભાજપ સત્તામાં નથી. કર્ણાટક ઉપરાંત, તેલંગાણા એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ભાજપની થોડી હાજરી છે કારણ કે ત્યાં ભાજપના ચાર સાંસદો છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં ભાજપની નોંધપાત્ર કોઈ હાજરી નથી.
ગત વિધાનસભા ચૂંટણીના પરિણામ: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના વર્ષ 2018 ના પરિણામમાં ફરી એકવાર ઉથલ પાથલ જોવા મળી. ભાજપને વર્ષ 2008માં 104 મેળવી જ્યારે કોંગ્રેસને 80 બેઠક, જેડીએસને 37 બેઠક અને અન્યને 03 બેઠક મળી હતી. જોકે ત્યારબાદ 2019 માં પેટાચૂંટણીના પરિણામો બાદ ભાજપની 118 બેઠકો થઇ ગઈ હતી. રાજકીય ઉથલ પાથલનો કિસ્સો અટક્યો નહિ અને ફરી એક વાર વર્ષ 2019માં યેદુરપ્પા ફરી સીએમ બન્યા. તેમજ વર્ષ 2021માં યેદુરપ્પાના સ્થાને બસવરાજ બોમાઈને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.