કર્ણાટક : વરુણા વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રવૃતિઓ તેજ થઈ ગઈ છે, જે રાજ્યના હાઈ વોલ્ટેજ વિધાનસભા મતવિસ્તારોમાંથી એક છે. પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને પ્રધાન વી સોમન્ના વચ્ચેનો મુકાબલો ગાઢ લડાઈમાં ફેરવાઈ ગયો છે. માત્ર ત્રણ તાલુકાઓ ધરાવતા વિધાનસભા મતવિસ્તારોમાં વરુણા બેઠકને પ્રમાણમાં નાની વિધાનસભા બેઠક ગણવામાં આવે છે. વરુણા વિધાનસભા બેઠકની પોતાની રાજકીય વિશેષતાઓ છે. છેલ્લા 15 વર્ષમાં સિદ્ધારમૈયા પોતે બે વખત અને તેમના પુત્ર એક વખત સીટથી જીત્યા છે. આ મેદાનમાં તેની પકડ દર્શાવે છે.
કોંગ્રેસને હરાવવા ભાજપાની યોજાના : નિષ્ણાતોનું માનવું છે કે આ ચૂંટણી સિદ્ધારમૈયાની છેલ્લી ચૂંટણી હશે. સિદ્ધારમૈયા આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. સિદ્ધારમૈયાને પડકારવા માટે ભાજપે વી સોમન્નાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ વિસ્તારમાં ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ભાજપના બૂથ લેવલના કાર્યકરોથી લઈને રાષ્ટ્રીય નેતાઓ સિદ્ધારમૈયાને પડકાર ફેંકી રહ્યા છે. જેના કારણે આ બેઠક પ્રતિષ્ઠાના જંગમાં ફેરવાઈ ગઈ છે. ભાજપ આ બેઠકને લઈને કેટલી ગંભીર છે તેનો અંદાજ ભાજપના ઉમેદવાર વી સોમન્નાના પ્રચાર માટે આવેલા રાષ્ટ્રીય અને રાજ્યના નેતાઓની યાદી પરથી લગાવી શકાય છે.
આ સીટને મહત્વની સીટ ગણવામાં આવી રહી છે : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, યેદિયુરપ્પા, સાંસદ શ્રીનિવાસ પ્રસાદ, ફિલ્મ કલાકારો અને કેન્દ્રીય નેતાઓ સતત સોમન્ના માટે પ્રચાર કરી રહ્યા છે. સોમન્ના પોતે પણ ગામડે ગામડે ફરીને લોકોનું સમર્થન માંગી રહ્યા છે. એકંદરે વરૂણા મતવિસ્તારમાં સીધી લડાઈ છે. આગામી ધારાસભ્ય કોણ હશે તે પ્રશ્નનો જવાબ 10મીએ ઈવીએમમાં બંધ થઈ જશે અને 13મીએ મતગણતરી બાદ મળશે. જેડીએસ અને બીએસપી સહિત અન્ય પક્ષો પણ બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે પોતાનો આધાર શોધી રહ્યા છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મતદારો જ તેમના રહસ્યો જાહેર કરી રહ્યા નથી.