ETV Bharat / bharat

પોલીસ કર્મચારીની દાનત બગડી, જપ્ત કરેલા પૈસામાંથી 10 રાખ્યાનો આરોપ - karnataka police

કર્ણાટકના એક પોલીસ કર્મચારીએ બેંગલુરુમાં 50 લાખ રૂપિયા જપ્ત કરતી વખતે પોતાના માટે 10 લાખ રૂપિયા રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે,(10 lakh rs steals by karnataka cop ) આ વાત પોલીસે રવિવારે જણાવ્યું હતું.

પોલીસકર્મીએ જપ્ત કરેલી રકમમાંથી 10 લાખની ચોરી કરી

author img

By

Published : Oct 9, 2022, 4:14 PM IST

બેંગ્લુરૂ-કર્ણાટક: જપ્ત કરાયેલા રૂપિયા 50 લાખમાંથી 10 લાખ રૂપિયા રાખવાના આરોપમાં બેંગલુરુમાં કર્ણાટકના એક પોલીસ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રવિવારે આ જાણકારી આપી હતી. પોલીસકર્મીની ઓળખ ચંદ્ર લેઆઉટ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર ગૌડા તરીકે (bribe case in Karnataka) થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પેટ્રોલિંગ ડ્યુટી દરમિયાન આ ગુનો કર્યો હતો.

2,000ની નોટ પર પ્રતિબંધ: જપ્ત કરાયેલા પૈસા લિંગેશના છે, જે રિયલ એસ્ટેટ એજન્ટ છે અને ચન્નાપટના શહેરના રામપુરા ગામનો ખેડૂત છે. તેણે પોલીસને જણાવ્યું હતુ કે, તેના મિત્રની સલાહ મુજબ તે નાની નોટમાં બદલવા માટે 2000 રૂપિયાની નોટ શહેરમાં લાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતુ કે, તેના મિત્ર દિનેશે તેને જાણ કરી હતી કે, રૂપિયા 2,000ની નોટો પર પ્રતિબંધ મુકવામાં આવશે અને તેને 10 ટકા કમિશન પર રૂ. 500માં બદલવાની સલાહ આપી હતી. લિંગેશ તેની કારમાં 50 લાખ રૂપિયા રોકડા લઈને બેંગલુરુ આવ્યો હતો.(Karnataka cop steals Rs 10 lakh from seized amount ) નોટ બદલવા આવેલા લોકોની સલાહ પર તે બેંગ્લોર યુનિવર્સિટીના જન્નભારતી કેમ્પસમાં પહોંચ્યો હતો. જનભારતી સંકુલમાં પહોંચ્યા બાદ તેઓ પૈસાની આપ-લે કરવા ચંદ્રા લેઆઉટ વિસ્તારમાં ગયા હતા.

મોટી રકમ રોકડ મળી: આ દરમિયાન ત્યાં પેટ્રોલિંગ આવેલા ગૌડાને શંકા જતાં તેણે કારની તલાશી લેતા તેમાંથી મોટી રકમ રોકડ મળી આવી હતી. ગૌડાએ તેમને ધમકી આપી હતી કે, તે તમામ પૈસા જપ્ત કરી લેશે અને રકમમાંથી 10 લાખ રૂપિયા લઈ લેશે. બાદમાં, ગૌડાએ કાર જપ્ત કરી અને દસ્તાવેજમાં બતાવ્યુ હતુ કે, વાહનમાંથી 40 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જોકે, આ અંગે લિંગેશે ફરિયાદ નોંધાવી હતી.

ધરપકડ કરવામાં આવી: પ્રાથમિક તપાસમાં હેડ કોન્સ્ટેબલે પૈસા લીધા હોવાનું બહાર આવ્યું છે. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં વધુ એક વ્યક્તિની ધરપકડ કરી છે. તેની ભૂમિકા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પોલીસે કહ્યું છે કે તેઓ નોટો બદલવાની ઝીણવટભરી તપાસ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.