બેંગલુરુ: કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ (CM Basavaraj Bommai) મંગળવારે બેંગલુરુમાં પાણી ભરાવાને લઈને અગાઉની કોંગ્રેસ સરકારોના 'કુશાસન'ને જવાબદાર ઠેરવ્યા હતા (CM blames maladministration of previous Cong govts). તેમણે કહ્યું કે, દરેક મુશ્કેલીનો સામનો કરતી તેમની સરકારે શહેરમાં વરસાદને કારણે ઊભી થયેલી સમસ્યાઓના નિરાકરણનો પડકાર સ્વીકાર્યો છે અને ભવિષ્યમાં ફરી આવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે કામ કરશે.
જનજીવન ખોરવાયું : બેંગલુરુમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે અને જનજીવન ખોરવાઈ ગયું છે. બોમાઈએ કહ્યું કે, “ખાસ કરીને બેંગલુરુમાં છેલ્લા 90 વર્ષોમાં આટલો અણધાર્યો વરસાદ થયો નથી. તમામ ટાંકીઓ ભરેલી છે અને તેમાં ક્ષમતા કરતા વધુ પાણી છે. સતત વરસાદ પડી રહ્યો છે, દરરોજ વરસાદ પડી રહ્યો છે. CM Bommai on Congress flood situation
અતિક્રમણની સમસ્યા : તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, એવી છબી બનાવવામાં આવી રહી છે કે, સમગ્ર શહેરમાં સમસ્યા પ્રવર્તી રહી છે, જ્યારે એવું નથી. બોમાઈએ કહ્યું કે, “ખરેખર બે ઝોનમાં સમસ્યા છે, જેના કેટલાક કારણો છે, ખાસ કરીને મહાદેવપુરામાં કારણ કે તે નાના વિસ્તારમાં 69 ટાંકીઓ છે અને તમામ ભરેલી છે. બીજું, તમામ મથકો નીચાણવાળા વિસ્તારોમાં છે અને ત્રીજું છે કે ત્યાં અતિક્રમણ થયું છે.
કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત : તેમણે કહ્યું કે, તેમની સરકારે તેને એક પડકાર તરીકે લીધો છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના અધિકારીઓ, એન્જિનિયરો અને કર્મચારીઓ ચોવીસ કલાક કામ કરી રહ્યા છે. અમે ઘણા બધા અતિક્રમણ દૂર કર્યા છે અને તેને દૂર કરવાનું ચાલુ રાખીશું, અમે ટાંકીઓમાં સ્લુઈસ ગેટ સ્થાપિત કરી રહ્યા છીએ, જેથી તેનું વધુ સારી રીતે સંચાલન કરી શકાય. મેં અધિકારીઓને એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે કે, કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહે.
કોગ્રેસ સરકાર પર પ્રહારો : તેમણે કહ્યું કે, 'અમે ઘણા વિસ્તારોમાંથી પાણી કાઢવાનું કામ કરી રહ્યા છીએ. એક-બે વિસ્તારને બાદ કરતાં લગભગ તમામ વિસ્તારોમાંથી પાણી હટાવવામાં આવ્યું છે. તેમણે, વર્તમાન સમસ્યા માટે અગાઉની કોંગ્રેસ સરકારોના કુશાસન અને બિનઆયોજિત વહીવટને જવાબદાર ઠેરવ્યો હતો. બોમાઈએ કહ્યું કે, અગાઉની સરકારોએ ક્યારેય તળાવોનું સંચાલન કરવાનું વિચાર્યું ન હતું.
3 કરોડની ગ્રાન્ટ : તેણે કહ્યું કે, 'મેં તેને એક પડકાર તરીકે લીધો છે. મેં વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવવા માટે દોઢ હજાર કરોડ રૂપિયા આપ્યા છે. ગઈકાલે મેં ત્રણસો કરોડ રૂપિયા જાહેર કર્યા છે, જેથી તમામ અતિક્રમણ દૂર કરી શકાય અને પાકું માળખું બનાવી શકાય અને પાણીનો પ્રવાહ અવરોધાય નહીં.