ETV Bharat / bharat

Karnataka Election 2023: કોંગ્રેસ, ભાજપ અને જેડીએસના જાતિગત સમીકરણો પર એક નજર - OBCની 35 ટકા વસતી

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણ શું છે ? શું ભાજપ સરકારે અનામત અંગે લીધેલા નિર્ણયો જ્ઞાતિના સમીકરણને અસર કરશે? ચાલો જોઈએ કે કોંગ્રેસ, ભાજપ અને જેડીએસ પક્ષોના પરંપરાગત મતદારો કોણ છે.

Karnataka Election 2023:
Karnataka Election 2023:
author img

By

Published : Apr 7, 2023, 7:00 PM IST

બેંગલુરુઃ કોઈ પણ રાજ્યની ચૂંટણીમાં જ્ઞાતિ મુખ્ય ભૂમિકા ભજવતી નથી તે શક્ય નથી. જાતિ એ આપણા સમાજની વાસ્તવિકતા છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023માં પણ આવું જ જોવા મળી રહ્યું છે. કર્ણાટકનું જાતિ સમીકરણ શું છે, ચાલો તેના પર એક નજર કરીએ.

બે જાતિઓનું સૌથી વધુ પ્રભુત્વ: કર્ણાટકમાં લિંગાયત સમુદાયની વસ્તી 17 ટકા છે અને તેઓ વિધાનસભાની લગભગ 70 બેઠકો પર પ્રભાવ પાડે છે. તેવી જ રીતે વોક્કાલિગાસ જે વસ્તીના 15 ટકા છે. લગભગ 35 બેઠકો પર પ્રભાવ ધરાવે છે. સ્વાભાવિક છે કે કર્ણાટકની ચૂંટણીમાં આ બે જાતિઓ સૌથી વધુ પ્રભુત્વ ધરાવતી રહી છે. તેથી જ દરેક પક્ષ તેમને આકર્ષવાનો પ્રયાસ કરે છે. જેણે પણ અહીં તેમના સમીકરણ સુધાર્યા છે, તેમની સ્થિતિ હંમેશા સારી રહી છે.

51 બેઠકો અનામત: લિંગાયત અને વોક્કાલિગા ઉપરાંત કર્ણાટકમાં 24 ટકા વસ્તી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની છે. તેમના માટે 51 બેઠકો અનામત છે. રાજકીય પંડિતોનું માનવું છે કે અહીં જે પણ પક્ષ જીતે તેની સરકારની રચના લગભગ નિશ્ચિત છે. જો તમે આને વધુ સારી રીતે સમજવા માંગો છો તો અમે તમને છેલ્લી વિધાનસભા ચૂંટણી 2018ના આંકડાઓ વિશે માહિતી આપીએ છીએ.

OBCની 35 ટકા વસતી: ગત વિધાનસભા ચૂંટણીમાં લિંગાયત સમુદાયના કુલ 54 ધારાસભ્યો હતા. જેમાંથી 37 ભાજપના હતા. લિંગાયત સમુદાય કેટલો પ્રભાવશાળી છે તેનો અંદાજ તેના ઉપરથી લગાવી શકાય કે કર્ણાટકમાં અત્યાર સુધીમાં કુલ 23 મુખ્યપ્રધાનો બની ચૂક્યા છે અને તેમાંથી 10 મુખ્યપ્રધાન એકલા લિંગાયત સમુદાયના છે. એ જ રીતે 2018માં 34 ધારાસભ્યો વોક્કાલિગા સમુદાયના હતા. આમાંથી આઠ ભાજપના હતા. OBCની વાત કરીએ તો રાજ્યમાં તેમની વસ્તી 35 ટકા છે. ગત વખતે 99 ધારાસભ્યો ઓબીસી સમુદાયના હતા. જેમાંથી 61 ભાજપના હતા.

આ પણ વાંચો: Karnataka Election: કર્ણાટકમાં SC સમુદાય પર ભાજપની નજર, 17 ટકા અનામત સાથે મતદારોને રીઝવવાનો પ્રયાસ

મુસ્લિમોની 30 ટકા વસ્તી: મુસ્લિમોની વસ્તી લગભગ 13 ટકા છે. 35 સીટો પર ઉમેદવારોની જીત કે હારમાં તેમના વોટની મોટી ભૂમિકા હોય છે. તેમાંથી 20 વિધાનસભા મતવિસ્તારો સૌથી નિર્ણાયક છે. આ છે સર્વગણનગર, કાલુબર્ગી, વિજયપુર, રાયચુર, તુમકુર, મેંગલુરુ, ચામરાજ નગર, જયનગર, બિદર, શિવાજીનગર, શાંતિનગર અને પુલકેશનગર. અહીં 30 ટકાથી વધુ વસ્તી મુસ્લિમોની છે. કોંગ્રેસ પાર્ટીને વિશ્વાસ છે કે તે અહીં વધુ સારું પ્રદર્શન કરશે.

લિંગાયતો જાતિનો પ્રભાવ: 2018માં SC અને ST સમુદાયના 49 ઉમેદવારો ધારાસભ્ય બન્યા હતા. જેમાંથી 27 કોંગ્રેસના અને 12 ભાજપના છે. બ્રાહ્મણ સમાજના પાંચ ધારાસભ્યો છે. તમામ ભાજપના સભ્યો છે. હવે વાત કરીએ એવા મતવિસ્તારોની જ્યાં લિંગાયતો નિર્ણાયક સ્થિતિમાં છે. તેમનો પ્રભાવ 67 વિધાનસભા મતવિસ્તારોમાં છે. તેમાંથી ભાજપે 40 બેઠકો, કોંગ્રેસે 20 બેઠકો અને જેડીએસના ઉમેદવારોએ છ બેઠકો જીતી હતી. વોટ ટકાવારીની દૃષ્ટિએ ભાજપને લિંગાયત સમુદાયના 42 ટકા, કોંગ્રેસને 38 ટકા અને જેડીએસને 11 ટકા મત મળ્યા છે.

વોક્કાલિગા જાતિનો પ્રભાવ: 44 વિધાનસભા બેઠકો પર વોક્કાલિગા જાતિનું પ્રભત્વ જોવા મળે છે. જેમાંથી જેડીએસને 21, ભાજપને 14 અને કોંગ્રેસને 9 બેઠકો મળી હતી. વોટની ટકાવારી પર નજર કરીએ તો જેડીએસને 34.66 ટકા, કોંગ્રેસને 33 ટકા અને ભાજપને 26 ટકા વોટ મળ્યા છે. કુરુબા સમુદાય પણ રાજ્યમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખે છે. તેમની વસ્તી 50 લાખ છે. તેઓ 50 વિધાનસભા મતવિસ્તારોમાં ફેલાયેલા છે. બિદર, કાલબુર્ગી, યાદગીરી, કોપ્પલા અને દાવનગેરેમાં કુરુબા ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા સમુદાયમાંથી આવે છે.

આ પણ વાંચો: Karnataka Polls 2023: 9 એપ્રિલની બેઠકમાં ભાજપ ઉમેદવારોના નામ કરશે નક્કી

SC અનામતમાં વધારો: માર્ચ મહિનામાં ભાજપ સરકારે મુસ્લિમ અનામત નાબૂદ કરવાની જાહેરાત કરી હતી. પાર્ટીએ લિંગાયત અને વોક્કાલિગા સમુદાયો વચ્ચે તેમના માટે નિર્ધારિત ચાર ટકા અનામતના વિતરણની જાહેરાત કરી. EWS માટે માત્ર 10 ટકા ક્વોટામાં મુસ્લિમો છે. EWS ક્વોટા આવકના આધારે નક્કી કરવામાં આવે છે. તેવી જ રીતે ભાજપ સરકારે પણ SC અનામત અંગે અલગ નિર્ણય લીધો હતો. તેમના માટે અનામત મર્યાદા 15 ટકાથી વધારીને 17 ટકા કરવામાં આવી છે. પરંતુ આ નિર્ણયથી બંજારા સમાજ નારાજ છે. તેમને લાગે છે કે આંતરિક અનામતની આ વ્યવસ્થા હેઠળ તેમને SC યાદીમાંથી બાકાત કરી શકાય છે. તેથી જ તેણે આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.

લિંગાયત સમુદાયની તરફેણ: બંજારા જૂથના કેટલાક વિરોધીઓએ બીએસ યેદિયુરપ્પાના ઘરની બહાર પથ્થરમારો પણ કર્યો હતો. તેમનું માનવું છે કે આ નિર્ણય યેદિયુરપ્પાના કહેવા પર લેવામાં આવ્યો છે. લિંગાયત સમુદાયે અનામતના નવા નિર્ણયને આવકાર્યો છે. દલિતોનો એક વર્ગ પણ અનામતના નવા નિર્ણયનું સમર્થન કરી રહ્યો છે. પરંતુ વોક્કાલિગાસ અને મુસ્લિમો વિરોધ કરી રહ્યા છે. વોક્કાલિગાનું માનવું છે કે ભાજપ આ નિર્ણયથી લિંગાયત સમુદાયની વધુ તરફેણ કરી રહી છે. વોક્કાલિગાના મતે લિંગાયત સમુદાયના લોકો રાજ્ય સરકારની નોકરીઓમાં પહેલાથી જ સારી સંખ્યામાં છે. મુસ્લિમોમાં વિરોધ થાય તે સ્વાભાવિક છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.