ETV Bharat / bharat

થિએટર્સમાં નહીં પહેલા કોર્ટમાં જોવાશે કરણ જોહરની ફિલ્મ જુગ જુગ જીઓ, રીલિઝ થાય એ પહેલા વિવાદમાં - film screening in court

ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહરની આગામી ફિલ્મ જુગ જુગ જિયો (Karan johar Film jug jug jeeyo) રીલિઝ પહેલા જ વિવાદમાં (jug jug jeeyo controversy) છે. આ વાર્તાના મૂળ લેખક વિશાલે આ અંગે ફરિયાદ કરી હતી. મંગળવારે રાંચીની કોર્ટમાં ફિલ્મનું સ્ક્રીનિંગ થશે.

કરણ જોહરની ફિલ્મ જુગ જુગ જીઓ રીલિઝ થાય એ પહેલા વિવાદમાં, થિએટર્સમાં નહીં પહેલા કોર્ટમાં જોવાશે

author img

By

Published : Jun 20, 2022, 10:16 PM IST

રાંચી: બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક કરણ જોહરની આગામી ફિલ્મ જુગ જુગ જિયો (Karan johar Film jug jug jeeyo) તેની રીલિઝ પહેલા જ વિવાદમાં (jug jug jeeyo controversy)ફસાઈ ગઈ છે. તેના પર કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ છે. આવતીકાલે એટલે કે તારીખ 21 જૂને રાંચીની કોમર્શિયલ કોર્ટમાં ફિલ્મનું (jug jug jeeyo Screening in court) સ્ક્રિનિંગ થવાનું છે. તો જ સત્ય અને અસત્યની ખબર પડશે.

આ પણ વાંચો: 'થપ્પડ' ફેમ અભિનેતા અંકુર રાઠીએ ગર્લફ્રેન્ડ સાથે ઈંગ્લેન્ડમાં કર્યા લગ્ન, જુઓ તસવીરો આવી સામે

શું છે દાવો: ઝારખંડના રાંચીના રહેવાસી વિશાલ સિંહનો દાવો છે કે, તેણે બન્ની રાની નામથી વાર્તા તૈયાર કરી હતી. તેનો સારાંશ ધર્મા પ્રોડક્શનને મોકલવામાં આવ્યો હતો. પરંતુ ફેબ્રુઆરી 2020 પછી, કોરોનાને કારણે, ફિલ્મ ઉદ્યોગનું કામ અટકી ગયું. પરંતુ તાજેતરમાં જ્યારે તેણે કરણ જોહરની આગામી ફિલ્મ જુગ જુગ જિયોનું ટ્રેલર જોયું તો તેના હોશ ઉડી ગયા. આ સમગ્ર મામલે અરજદાર વિશાલ સિંહે કહ્યું કે તેઓ નાના શહેરોની પ્રતિભાઓ સાથે થઈ રહેલા અન્યાયને ઉજાગર કરવા માંગે છે. તે કહેવા માંગે છે કે કેવી રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટોચ પર બેઠેલા લોકો કોઈની મહેનત છીનવી લે છે.

રાંચીમાં પણ ફિલ્મ બની શકે: વિશાલ સિંહે થોડા વર્ષો પહેલા જઝબા ફિલ્મમાં ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે કામ કર્યું હતું. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે. તેને ફિલ્મોમાં ઘણો રસ છે. તેમનું માનવું છે કે જ્યારે બાહુબલી હૈદરાબાદમાં બની શકે છે તો મહાન લોકેશનના કારણે રાંચીમાં પણ મોટી ફિલ્મો બનશે. દેશમાં આ પ્રથમ વખત બનશે કે મોટા બેનરની ફિલ્મ સિલ્વર સ્ક્રીન પર આવે તે પહેલા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કોર્ટમાં સ્પષ્ટ થશે કે કોણ સાચું છે અને કોણ ખોટું. આ ફિલ્મમાં અનિલ કપૂર, નીતુ સિંહ, વરુણ ધવન અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ આ શુક્રવારે (તારીખ 24 જૂન) રીલિઝ થવાની છે.

આ પણ વાંચો: સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'માં 'RRR' ફેમ એક્ટર રામચરણની એન્ટ્રી, જાણો શું હશે રોલ

શું કહે છે વકીલ: વિશાલ સિંહના એડવોકેટ સૌરભ વરુણે જણાવ્યું કે તારીખ 21 જૂને સવારે 8.30 વાગ્યે જસ્ટિસ એમસી ઝાની કોર્ટમાં ચર્ચા થશે. ત્યારપછી ફિલ્મનું સ્ક્રીનિંગ સેકન્ડ હાફમાં યોજાવાની છે. કરણ જોહર વતી એફિડેવિટ દાખલ કરીને કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે વિશાલ સિંહ અને તેના વકીલને ફિલ્મની સ્ક્રીનિંગમાં સામેલ કરવામાં ન આવે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.