ETV Bharat / bharat

'Karachi To Noida' first poster : 'કરાચી ટુ નોઈડા'ના પોસ્ટર રિલીઝ બાદ ફિલ્મના ગીત "ચલ પડે હૈ હમ"ની રિલીઝ ડેટ જાહેર થઈ - પોસ્ટર લોન્ચ

સમગ્ર વિશ્વમાં ચકચારી બનેલ સચિન અને સીમાની લવસ્ટોરી પર ફિલ્મ બનીને તૈયાર થઈ ગઈ છે. ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. સાથે જ ફિલ્મના ગીત "ચલ પડે હૈ હમ"ની રિલીઝ ડેટ જાહેર થઈ છે. વાંચો આ ફિલ્મ વિશે વધુ જાણકારી

ફિલ્મનું પહેલું ગીત 20 ઓગસ્ટે રિલીઝ થશે
ફિલ્મનું પહેલું ગીત 20 ઓગસ્ટે રિલીઝ થશે
author img

By

Published : Aug 18, 2023, 5:44 PM IST

હૈદરાબાદઃ ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડામાં રહેતા સચિનના પ્રેમમાં અંધ બનીને પાકિસ્તાનથી સીમા ભારત આવી ગઈ છે. આ લવસ્ટોરીએ સમગ્ર વિશ્વમાં ચકચાર જગાવી છે. સીમા તેના ચાર સંતાનોને લઈને પતિને છોડીને પાકિસ્તાનથી ભારત આવી ગઈ છે.

લવ સ્ટોરી પર બની ફિલ્મઃ પબ્જીથી શરૂ થયેલી આ લવસ્ટોરી હવે ફિલ્મી પડદા સુધી પહોંચી ગઈ છે. પ્રોડ્યુસર અમિત જાની પહેલા જ સીમા-સચિનની લવસ્ટોરી પર ફિલ્મની જાહેરાત કરી ચૂકયા છે. ફિલ્મનું નામ 'કરાચી ટુ નોઈડા' રાખવામાં આવ્યું છે. ફિલ્મનું પ્રથમ ગીત "ચલ પડે હૈ હમ" રિલીઝ થવા જઈ રહ્યું છે. ફિલ્મનું પ્રથમ પોસ્ટર પણ રિલીઝ થઈ ચૂક્યું છે.

20 ઓગસ્ટે રીલીઝ થશે ફર્સ્ટ સોન્ગઃ ફિલ્મનું પ્રથમ ગીત 20 ઓગસ્ટના રોજ રિલીઝ થવાનું છે. ફિલ્મના ડાયરેક્ટર ભારત સિંહ છે. ફિલ્મમાં સીમા હૈદરનું પાત્ર અભિનેત્રી ફરહીન ફલક ભજવી રહી છે.

સ્ટાર કાસ્ટઃ ફિલ્મના અન્ય કલાકારોમાં શ્રૃષ્ટિ બંસલ, કાયરા નેગી, મિશા નેગી, સુશાંત રાણા, અમન અને સંદેશનો સમાવેશ થાય છે.ફિલ્મનું સંગીત શશાંક દુર્ગવંશીએ આપ્યું છે. રીલીઝ થવાનુ છે તે ગીત ગાયિકા પ્રીતિ સરોજે ગાયું છે. આ ગીતના ગીતકાર અમિત જાની છે. ફિલ્મ સંબંધિત પોસ્ટમાં સીમા હૈદરના ત્રણ લૂક દેખાય છે, જેમાં એક લૂક ભારતીય છે. પહેલા સીમા ખુદ પોતાનો રોલ પ્લે કરવાની હતી, પરંતુ હવે ફરહીન સીમાનું પાત્ર ભજવી રહી છે. સમગ્ર ફિલ્મ તૈયાર થતાં જ તેની રીલીઝ ડેટ પણ દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે.

  1. Seema Haider Case : ધરપકડ કરાયેલા આતંકવાદીએ સીમા હૈદરને લઇને કર્યો મોટો ખુલાસો, હવે મુશ્કેલીમાં થશે વધારો
  2. Karachi To Noida: સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરી પર બનતી ફિલ્મનું પોસ્ટર રિલીઝ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.