- સાંસદ દિનેશ ત્રિવેદીએ રાજ્યસભામાંથી રાજીનામુ આપ્યુ
- બંગાળ અને દેશ માટે હંમેશા કામ કરતા રહેશે
- ભાજપ મહાસચિવે જણાવ્યુ કે, ભાજપમાં તેમનુ સ્વાગત
નવી દિલ્હી : તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ દિનેશ ત્રિવેદીએ રાજ્યસભામાંથી રાજીનામુ આપ્યુ છે. દિનેશ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, તેમને શુક્રવારે રાજ્યસભામાંથી રાજીનામું આપી રહ્યા છે અને તેમને બંગાળ અને દેશ માટે હંમેશા કામ કરતા રહેશે.
જે પણ ઈમાનદારીથી કામ કરવા ઈચ્છે છે તે તૃણમૂલ કોંગ્રેસમાં રહી શકતા નથી
આ અંગે ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, માત્ર દિનેશ ત્રિવેદી જ નહીં જે પણ ઈમાનદારીથી કામ કરવા ઈચ્છે છે, તે તૃણમૂલ કોંગ્રેસમાં રહી શકતા નથી અને તે ભાજપમાં જોડાવા ઈચ્છે તો અમે તેમનુ સ્વાગત કરીએ છીએ. વિજયવર્ગીયએ જણાવ્યુ કે, જે પણ વ્યક્તિ ઈમાનદાર છે અને ઈમાનદારીથી સમાજની અને દેશની સેવા કરવા ઈચ્છે છે તેમનુ TMCમાં કોઈ માન નથી. TMCમાં તે રહી જ ન શકે.
બુઆ, પીસી અને વાઈકોના અહંકારના કારણે પરિસ્થિતિ વણસી
કૈલાશ વિજયવર્ગીયે જણાવ્યુ હતું કે, જે પણ બુઆ, પીસી અને વાઈકોના અહંકારના કારણે ખૂબ ખરાબ સ્થિતિ છે. કોઈ પણ સ્વાભિમાની માણસ TMCમાં રહી શકે નહી. એક વર્ષ અગાઉ દિનેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બહુ જ ખરાબ સ્થિતિ છે, હું જરા પણ કામ નથી કરી શકતો. તેમને TMC છોડતા એક વર્ષ લાગી ગયું હતું, એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે, જે કોઈ બંગાળનો વિકાસ ઈચ્છે છે, તે મોદીજી પર વિશ્વાસ કરી શકે છે.
'TMC જાય છે અને ભાજપ આવે છે'ના મેસેજ વાયરલ
ભાજપ મહાસચિવે જણાવ્યુ હતું કે, જે બંગાળનો વિકાસ ઈચ્છે છે, તે ભાજપમાં આવીને કામ કરવા ઈચ્છે છે. દિનેશ ત્રિવેદી ભાજપમાં આવે તો અમે તેમનુ સ્વાગત કરીએ છીએ. આ ઘટનાથી એવા સમાચારો વહેતા થયા છે કે, TMC જાય છે અને ભાજપ આવે છે.