- "કહી ડ્રગકા ખેલ ગુજરાત સે તો નહીં ચલ રહા?" નવાબ મલિક
- મારી પાસે પુરાવા છે, હું તે અધિકારીઓને આપીશ
- દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રમાં નકલી નોટોનું રેકેટ ચલાવતા હતા
મુંબઈ: EDની આ કાર્યવાહી એવા સમયે આવી છે જ્યારે કેબિનેટ પ્રધાન નવાબ મલિક ક્રુઝ ડ્રગ્સ કેસના સંબંધમાં NCB અને તપાસ અધિકારી સમીર વાનખેડેને સતત નિશાન બનાવી રહ્યા છે. આ પહેલા મલિકે બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.આ સાથે જ મહારાષ્ટ્રના પ્રધાન અને NCP નેતાના જમાઈ નવાબ મલિકે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસને બદનક્ષી અને ખોટા આરોપો માટે કાનૂની નોટિસ મોકલી છે.ત્યારે નવાબ મલિકે ગુજરાત (gujarat Drug Case ) તરફ શંકાની સોય આંકીને ઉધડો લીધો હતો. અને સવાલ ઉઠાવ્યો હતો કે, કહી ડ્રગકા ખેલ ગુજરાત સે તો નહીં ચલ રહા?
મારી પાસે પુરાવા છે, હું તે અધિકારીઓને આપીશ
દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે નવાબ મલિક અને તેના પરિવારના સભ્યોએ એક દાયકા પહેલા 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસના બે દોષિતો સાથે જમીનનો સોદો કર્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમે નવાબ મલિક અને તેના સંબંધીઓની આવી કુલ પાંચ મિલકતો પકડી છે. આમાંથી ચાર સંપૂર્ણ અંડરવર્લ્ડ એન્ગલ ધરાવે છે. મારી પાસે પુરાવા છે, હું તે અધિકારીઓને આપીશ અને તેઓ તેની તપાસ કરશે.
દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રમાં નકલી નોટોનું રેકેટ ચલાવતા હતા
હું આ તમામ પુરાવા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારને પણ આપવા જઈ રહ્યો છું, જેથી તેમને પણ ખબર પડે કે તેમના પ્રધાનોએ શું ખવડાવ્યું છે. આ સિવાય મલિકે કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રમાં નકલી નોટોનું રેકેટ ચલાવતા હતા. તેની સુરક્ષા અને દેખરેખ હેઠળ મુંબઈ અને મહારાષ્ટ્રમાં નકલી નોટોનો કાળો કારોબાર થતો હતો.
આ પણ વાંચોઃ નવાબ મલિકના જમાઈએ પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મોકલી નોટિસ
આ પણ વાંચોઃ હાઈડ્રોજન બોમ્બ: નવાબ મલિકે કહ્યું- ફડણવીસના સંરક્ષણમાં નકલી નોટોની રમત