હૈદરાબાદ : અખબારો અને મીડિયાની ભૂમિકા મૂળભૂત રીતે નક્કર તથ્યોની રજૂઆતમાં સમાયેલી હોય છે. સ્વતંત્ર મીડિયા આંતરિક કામકાજને રોશન કરનાર એક પ્રકાશસ્તંભ તરીકે કાર્ય કરે છે. સરકારી સંચાલન કોઈપણ સ્વતંત્ર લોકતંત્રની જીવનધારા તરીકે ઉભું છે. સુપ્રીમકોર્ટે એપ્રિલમાં તેના પર ભાર મુક્યો, અને કેન્દ્રએ મુકેલા પ્રતિબંધોને હટાવી દેવાયા, આ હતી મહત્વપૂર્ણ ભૂમિકા. મલયાલમ સમાચાર ચેનલ 'મીડિયા વન' એ આ ઐતિહાસિક નિર્ણય માટે એક મજબૂત અનુસ્મારક તરીકે કામ કર્યુ. પ્રશાસને રાષ્ટ્રીય સુરક્ષાના નામે લોકોના અધિકારોનું હનન ન કરવું જોઈએ. પર્યાપ્ત પુરાવા વગર કોઈને કચડી ન શકાય. જોકે, સુપ્રીમ કોર્ટની આ શાનદાર પહેલ છતાં પણ હાલ પત્રકારત્વની આઝાદીની પવિત્રતા સંકટમાં આવી ગઈ છે. ગત મંગળવારે ઓનલાઈન સમાચાર પોર્ટલ 'ન્યૂઝક્લિક'ના કાર્યાલય અને તેની સાથે સંકળાયેલા પત્રકારોના નિવાસ સ્થાને દિલ્હીની ખાસ પોલીસ ટીમ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવી અને 76 વર્ષીય પ્રબીર પુરકાયસ્થ અને 'ન્યૂઝક્લિક'ના સંસ્થાપક સંપાદક અને એચઆર હેડ અમિત ચક્રવર્તી કે જેઓ શારીરિક રીતે અસક્ષમ તેમની ધરપકડ કરવામાં આવી.છે. આ કાર્યલય ટીકાકારોનો ગઢ રહ્યો છે. વર્ષ 2009માં કાર્યલયની સ્થાપના બાદ જબદસ્તી તાળાબંધી કરી દેવામાં આવી હતી અને ઘણા ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટ પણ જપ્ત કરી લેવામાં આવ્યાં હતાં. અહીં સ્પષ્ટ પણે પોલીસ દ્વારા સ્થાપિત નિયમો અને ધારાધોરણો અવગણીને જપ્ત કરી લેવામાં આવ્યા હતાં. વિવેચનાત્મક પત્રકારત્વને પ્રાથમિક્તા આપવાના ઉમદા લક્ષ્ય સાથે સ્થપાયેલ આ સંસ્થાએ સતત લેખો રજૂ કર્યા છે. જે સત્તારૂઢ સરકાર માટે ખેદજનક રહ્યાં છે. તેમાં વ્યાપક કવરેજ પણ સામેલ છે, ભૂતકાળમાં હાનિકારક કૃષિ કાયદાઓ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમના અનુસાર પત્રકારત્વ વ્યક્તિઓ અને સંગઠનોની ખામીઓને ઉજાગર કરવા માટેનું એક શક્તિશાળી સાધન છે. ભારતના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ
ડી.વાય. ચંદ્રચુડે યોગ્ય જ કહ્યું છે કે, જો મીડિયાને નિયંત્રિત અને સેન્સર કરવામાં આવે તો સત્ય ધુંધળું, અને લોકશાહીની ગરિમાનો સાર કલંકિત થઈ જાય છે. તાજેતરમાં 'ન્યૂઝક્લિક'ના કાર્યાલય અને કર્મચારીઓ સામે દિલ્હી પોલીસની આક્રમક કાર્યવાહી પ્રેસની મૂળભૂત સ્વતંત્રતા પર ગંભીર કડકાઈનું પ્રતિનિધિત્વ કરે છે.
'ન્યૂઝક્લિક' વિરુદ્ધ હાલમાં કરાયેલી કાર્યવાહી કમનસીબે અલગ-અલગ ઘટનાઓ નથી પરંતુ હેરાનગતિ અને મુશ્કેલીભરી પદ્ધતિનો જ એક ભાગ છે. તપાસ એજન્સીઓએ બે વર્ષ પહેલાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), આવકવેરા વિભાગ અને દિલ્હી પોલીસના નાણાકીય ગુના શાખાની ટીમ દ્વારા 'ન્યૂઝક્લિક'ની ઓફિસ અને રહેઠાણો પર શંકાના આધારે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન, લેપટોપ અને ફોન જપ્ત કરી લેવામાં આવ્યાં અને કાળા નાણાંને ધોળા બનાવવાની તપાસ માટે કંપનીની નાણાકીય લેવડ-દેવડની તપાસ શરૂ થઈ. જોકે, 'ન્યૂઝક્લિક'ના અધિકારીઓએ દાવો કરતા પોતાની નિર્દોષતા જાળવી રાખી છે. આમ અસંમતિના અવાજને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.
ન્યૂઝક્લિક સામે કાર્યવાહી અને તેમના સંપાદક, જેમાં પ્રબીર પુરકાયસ્થ પણ સામેલ છે, તેમના ગુનાહિત આરોપોને પુરવાર કરવા માટે ઈડી પુરતા પુરાવા દેવામાં નિષ્ફળ રહી, આ શુ સુચવે છે, તેનાથી પણ વધુ ચિંતાજનક સ્થિતિ એ છે કે, સરકાર પોતાની ટીકાને દેશદ્રોહ અને રાષ્ટ્ર-વિરોધી કૃત્ય તરીકે જુએ છે. આ મામલે વર્ષ 2021માં દિલ્હી ઉચ્ચ ન્યાયાલયને હસ્તક્ષેપ કરવો પડ્યો અને ઈડીને કડક પગલાઓ લેવાથી બચવાનો આદેશ આપવો પડ્યો.
આ સંદર્ભે મામલો વધુ ત્યારે ગરમાયો જ્યારે દિલ્હી પોલીસે કડક ગેરકાયદે ગતિવિધિઓ હેઠળ કેસ દાખલ કર્યો. ગત વર્ષે ઓગસ્ટમાં ન્યૂઝક્લિક પોર્ટલ સામે ભારતમાં ચીન સમર્થક ગતિવિધિઓ માટે ચીન પાસેથી ફંડ લેવાનો આરોપ લાગ્યો હતો. જે અંતર્ગત ગેરકાયદે નાણા રોકથામ અધિનિયમ એટલે કે, UAPA હેઠળ કેસ નોંધીને ઉચ્ચ અધિકારિઓએ પ્રારંભિક તપાસ શરૂ કરી હતી.
આ ચિંતાજનક ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા ઘણા પત્રકાર સંગઠનો એકજૂટ થયાં અને ભારતના મુખ્ય ન્યાયધીશ (CJI)ને અરજીઓ સુપ્રત કરવામાં આવી. તેમણે પણ વધતી અરજીઓ પ્રત્યે ઉંડી ચિંતા વ્યક્ત કરી હતી. આ અરજીમાં પત્રકારત્વને આતંકવાદ દર્શાવવાની પ્રવૃતિ અને તપાસ એજેન્સીઓના દુરપયોગ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જેમાં એ વાત પર ભાર મુકવામાં આવ્યો કે આવી કાર્યવાહીથી પ્રેસ પર કેટલી ભયાનક અસર પડી શકે છે.
ઘણા પત્રકારો હવે બદલો લેવાની ધમકી હેઠળ કામ કરી રહ્યાં છે. લોકતંત્રમાં સમાજ, અસંમતિની સહનશીલતા અને ભિન્ન વિચારોનું સન્માન શાસનના સ્તંભ સમાન છે. પરંતુ અફસોસની વાત એ છે કે, સત્તાધારી સરકારોએ અગમ્ય અવાજનો સામનો કરવાના બદલે આજ રસ્તો પસંદ કર્યો છે કે તેમને અંકુશમાં રાખવા, જેનાથી પ્રેસની સ્વતંત્રતાની મૂળભૂત આધારશિલા નબળી પડે. તપાસ એજન્સીઓને હથિયાર બનાવીને તેઓ મુક્તપણે અભિવ્યક્તિ કરવાનો લોકોનો અધિકાર અને લોકશાહી મૂલ્યો માટે ગંભીર ખતરો ઉભો કરીને, સ્વતંત્રતા પરના બંધનોને મજબુત કરવાનું કામ કરી રહ્યાં છે.
મહાત્મા ગાંધીનું જ્ઞાન સમયની સાથે પ્રતિધ્વનિત થાય છે, જ્યારે તેમણે ભાર પૂર્વક કહ્યું હતું કે, સ્વતંત્રત પ્રેસનું સાચું સન્માન ત્યારે થાય છે, જ્યારે પ્રેસ કોઈપણ વાત પર કડક ભાષાનો ઉપયોગ કરીને ટિપ્પણી કરી શકે. ભારત જેવા દેશમાં જ્યાં તેની ક્ષમતાના જુજ નેતાઓ જ વધ્યા છે, ત્યાં મુશ્કેલ પ્રશ્નોથી ભાગનારા વ્યક્તિઓને મહાન માનવામાં આવે છે.
અસંમતિ અને વૈવિધ દૃષ્ટિકોણને અસ્વીકારનાર કેટલાંક લોકો સત્તારૂઢ છે, એવાં અખબારો અને મીડિયા આઉટલેટને સમજો જે જનતાના હિત માટે સરકારના વલણને પડકારે છે, અને વિરોધીઓના રૂપમાં મુદ્દા પર આક્રમણ કરે છે. જોકે, તેને આવી રીતે ચુપ કરાવી દેવામાં આવી છે. આંધ્રપ્રદેશ સરકાર પણ જગન મોહન રેડ્ડીના નેતૃત્વમાં દેશદ્રોહનો આશરો લઈને બે મીડિયા આઉટલેટ્સ પર એક જેવી કઠોર વ્યૂહરચના અપનાવી રહી છે, જે પત્રકારો હિંમત પૂર્વક સત્યને શોધી લાવે છે તેમની જ હેરાનગતિ કરવામાં આવે છે. આ યુક્તિ દુર્ભાગ્યપૂર્ણ છે.
ચોંકાવનારી વાત એ છે કે, 2014 થી લઈને 2019 સુધીમાં દેશભરમાં 200 થી વધુ પત્રકારો ક્રૂર હુમલાનો ભોગ બન્યા છે, તે દુ:ખદ રીતે અને અન્યાયપૂર્વક પોતાનું જીવન વ્યતિત કરી રહ્યાં છે. જેમ જેમ વિવેચનાત્મક પત્રકારત્વ પ્રત્યે સરકારની અસહિષ્ણુતા ઊંડી થઈ રહી છે, તેમ તેમાં વૈશ્વિક પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતનું સ્થાન સતત ઘટતું જાય છે. મે 2016માં ભારત 180 દેશો માંથી 133માં સ્થાન પર હતું, પરંતુ અફસોસની વાત એ છે કે, આ સ્થિતિ ઘટી ગઈ અને ભારત 150માં સ્થાન માંથી હાલની જ યાદી મુજબ 161માં ક્રમે આવ્યું. તેનાથી વિપરીત નોર્વે, આયરલેન્ડ, ડેનમાર્ક, સ્વીડન અને ફિનલેન્ડ સક્રિય રૂપે સ્વતંત્ર પત્રકારત્વને બળ આપે છે અને સ્વતંત્ર પ્રેસનો સિદ્ધાંત કાયમ રાખે છે.નિડર અવાજને દબાવવો એ પત્રકારત્વની સ્વતંત્રતાનું ઉલ્લંઘન જ હોય છે.