પાણીપતઃ દેશના ગોલ્ડ બોય નીરજ ચોપરાએ ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. 1983માં વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપની શરૂઆત થઈ હતી. આ ચેમ્પિયનશિપમાં ભારતે એકપણ ગોલ્ડ મેડલ જીત્યો નથી. નીરજ ચોપરાએ આ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું સપનું સાકાર કર્યુ છે. નીરજ ચોપરાને હવે ગોલ્ડબોયનું બિરૂદ મળ્યું છે. આ ગોલ્ડનબોયની સફળતાનો મુખ્ય શ્રેય સંયુક્ત કુટુંબમાં તેના ઉછેરને ફાળે જાય છે.
અમે ચાર ભાઈ છે. અમારા પિતા ધર્મ સિંહે તેમને કહ્યું હતું કે ચારેય ભાઈઓએ ક્યારેય અલગ થવાનું નથી. પિતાની આ શીખામણને મનમાં ઉતારીને ક્યારેય ચારેય ભાઈઓ અલગ થયા નથી. નીરજના પિતા જણાવે છે કે બાળકોની સફળતાનો શ્રેય સંયુક્ત કુટુંબના ઉછેરનું પરિણામ છે...સતીશ ચોપરા(નીરજ ચોપરાના પિતા, પાણીપત)
કાકા ભીમ ચોપરા બાળકોનું રાખે છે ધ્યાનઃ નીરજના પિતા ઉમેરે છે કે, જેમ એક લાકડીને તોડવી મુશ્કેલ હોય છે પરંતુ લાકડીના સમગ્ર ભારાને તોડવો અત્યંત મુશ્કેલ હોય છે. આ હકીકતને સમગ્ર પરિવાર અનુસરી રહ્યો છે.નીરજના પિતા સતીશ ચોપરાથી નાના ત્રણ ભાઈઓ છે જેમાં ભીમ ચોપરા, સુલ્તાન ચોપરા અને સુરેન્દ્ર ચોપરાનો સમાવેશ થાય છે. આ ચારેય ભાઈઓએ કામને વહેંચી લીધું છે. આ ચારેય ભાઈઓએ કામ વહેંચી લીધું છે. ભીમ ચોપરા બાકોના ઉછેર, અભ્યાસ અને રમતગમત પર ધ્યાન આપે છે. સુલ્તાન ચોપરા ખેતીવાડીનું કામ સંભાળે છે. સુરેન્દ્ર ચોપરા સગાસંબંધીઓના પ્રસંગોમાં હાજરી આપે છે.જ્યારે સતીશ ચોપરા ઘરની અન્ય જવાબદારી સાથે ઘરે આવતા મુલાકાતીઓનું ધ્યાન રાખે છે.
અનેક સ્પર્ધામાં ભાગ લેશે નીરજઃ ભીમ ચોપરાએ ઈટીવીને માહિતી આપી કે,નીરજ હજુ પણ અનેક સ્પર્ધાઓમાં ભાગ લેવાનો છે. નીરજ આ સ્પર્ધાઓની તૈયારી ખૂબ જ જોરશોરથી કરી રહ્યો છે. તેની સફળતાની ઉજવણી તેને પુછ્યા બાદ જ કરીશું. તેની ગેરહાજરીમાં ઉજવણી યોગ્ય નથી.