મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા): 'માસ્ટરશેફ ઓસ્ટ્રેલિયા' ના જજ, સેલિબ્રિટી શેફ અને લેખક જોક ઝોનફ્રિલોનું નિધન થયું છે. જોક ઝોનફ્રિલોએ 46 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. શેફના પરિવારજનોએ એક પોસ્ટ શેર કરીને આ સમાચારની પુષ્ટિ કરી છે. સેલિબ્રિટી શેફ જોક ઝોનફ્રીલોએ 'માસ્ટરશેફ ઓસ્ટ્રેલિયા' પર જજ તરીકે પોતાના કામથી દરેકનું દિલ જીતી લીધું હતું.
આ પણ વાંચો: Operation Kaveri: સુદાનથી પરત ફરેલા ભારતીયોએ કહ્યું, જીવિત પરત ફરવાની આશા ન હતી, લૂંટ, ભયનું દ્રશ્ય
જોક ઝોનફ્રિલોનું નિધન: ઝોનફ્રિલોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના પરિવારે એક નિવેદન બહાર પાડ્યું. જેમાં લખ્યું હતું કે સંપૂર્ણપણે તૂટેલા હૃદય સાથે અમે તમારી સાથે દુઃખદ સમાચાર શેર કરીએ છીએ કે ગઈકાલે જોકનું નિધન થયું છે. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, 'ઘણા શબ્દો તેમનું વર્ણન કરી શકે છે, તેમના વિશે ઘણી વાર્તાઓ કહી શકાય છે, પરંતુ અમે આ સમયે તેમને શબ્દોમાં વર્ણવવાની સ્થિતિમાં નથી. જેઓ તેમની સફળતામાં તેમના સાથી બન્યા. તેઓ ખૂબ નસીબદાર હતા. આ સાથે આ પોસ્ટમાં આગળ લખ્યું છે કે અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારા આખા પરિવારને દુઃખની આ ઘડીમાં અમને પતિ, પિતા, ભાઈ, પુત્ર અને મિત્ર તરીકે યાદ રાખવા માટે થોડી અંગત જગ્યા આપો.
આ પણ વાંચો: UK PM Sunak: સુધા મૂર્તિએ કહ્યું- મારી પુત્રીએ ઋષિ સુનકને યુકેના વડાપ્રધાન બનાવ્યા
આગામી સિઝનનું થવાનું હતું પ્રસારણ: ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે ઓસ્ટ્રેલિયામાં લોકપ્રિય રિયાલિટી ટીવી શોની લેટેસ્ટ સીઝન શરૂ થવાની હતી. જો કે નેટવર્ક 10 અને એન્ડેમોલ શાઈને જોકના મૃત્યુ પછી ઓસ્ટ્રેલિયામાં નવા એપિસોડનું પ્રસારણ ન કરવાનો નિર્ણય લીધો છે. નેટવર્ક 10 અને એન્ડેમોલ શાઈન, ઓસ્ટ્રેલિયા માસ્ટરશેફ પરિવારના ખાસ સભ્ય જોક ઝોનફ્રિલોની અચાનક ખોટથી દુઃખી છે. ઝોનફ્રિલોએ ત્રણ લગ્ન કર્યા હતા. તેમના પરિવારમાં ત્રીજી પત્ની લોરેન ફ્રાઈડ છે. જોકને ચાર બાળકો છે. ઝોનફ્રિલો સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ હતો.