નવી દિલ્હી: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (Jawaharlal Nehru University)ના વાઇસ ચાન્સેલર પ્રોફેસર શાંતિશ્રી ડી.પંડિતે (JNU Vice Chancellor Professor Shantishri D.Pandit) અજાણ્યા તત્વો દ્વારા JNUમાં દિવાલો અને ફેકલ્ટી રૂમને તોડી પાડવાની ઘટનાની ગંભીર નોંધ લીધી છે. કેમ્પસની અંદર વિવિધ સ્થળોએ દિવાલો પર બ્રાહ્મણો અને બનિયાઓ વિરુદ્ધ સૂત્રો લખવામાં આવ્યા (Slogans were written against Brahmins and Banias) હતા. JNUની સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝની દિવાલો પર અસામાજિક તત્વોએ બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ અમર્યાદિત સૂત્રો લખ્યા હતા.
લાલ રંગમાં લખવામાં આવ્યું હતું કે, 'બ્રાહ્મણો કેમ્પસ છોડી દે', 'બ્રાહ્મણો-બનિયાઓ અમે આવી રહ્યા છીએ, તમને બક્ષવામાં નહીં આવે' અને 'શાખાઓમાં પાછા જાઓ'. JNU રજિસ્ટ્રાર કહે છે કે યુનિવર્સિટી કેમ્પસમાં આ પ્રકારના વલણોની નિંદા કરે છે. આવી ઘટનાઓને સહન કરવામાં આવશે નહીં કારણ કે JNU દરેકની છે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરના જણાવ્યા અનુસાર ડીન સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ અને ફરિયાદ સમિતિને વહેલી તકે તપાસ કરીને રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે.
JNUનો અર્થ સમાવેશ અને સમાનતા: યુનિવર્સિટી પ્રશાસન વતી રજિસ્ટ્રાર કહે છે કે JNUનો અર્થ સમાવેશ અને સમાનતા છે. વીસી કેમ્પસમાં કોઈપણ પ્રકારની હિંસા માટે શૂન્ય સહિષ્ણુતા પર ભાર મૂકે છે. ઘણા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનોએ યુનિવર્સિટી કેમ્પસમાં ચોક્કસ જ્ઞાતિ વિરુદ્ધ લખાયેલી આ વાતો સામે નારાજગી વ્યક્ત કરી(JNU VC condemns "exclusivist tendencies") હતી. આ સાથે જ યુનિવર્સિટીમાં બ્રાહ્મણો અને બનીયાઓ વિરુદ્ધ લખાણ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.
દોષિતો સામે કડક કાર્યવાહી થશે: વિદ્યાર્થીઓનું કહેવું છે કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની અંદર આવેલી સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝની ઈમારતની દિવાલો પર બ્રાહ્મણ અને બનીયા સમુદાય વિરુદ્ધ અશ્લીલ વાતો લખવામાં આવી છે. યુનિવર્સિટી પ્રશાસને હવે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે.યુનિવર્સિટીની એક મહિલા પ્રોફેસરની કેબિનના દરવાજા પર 'શાખા લઈ જાવ' સ્લોગન પણ લખવામાં આવ્યું છે. જેએનયુના વિદ્યાર્થી સંગઠનો વિશે વાત કરતા એબીવીપી પ્રમુખ રોહિત કુમારે કહ્યું કે અમારી સંસ્થા આવી અભદ્ર ટિપ્પણીઓની સખત નિંદા કરે છે. રોહિતે આ એપિસોડ માટે ડાબેરી વિચારધારા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને જવાબદાર ઠેરવતા કહ્યું કે તેઓએ JNUની દિવાલો પર આ અભદ્ર વાતો લખી છે.
આરોપ-પ્રતિઆરોપ: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું કહેવું છે કે યુનિવર્સિટીની દિવાલો પર લખવામાં આવેલી આવી વાંધાજનક બાબતો ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશનના વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવી છે. વિદ્યાર્થી સંગઠનનું કહેવું છે કે ડાબેરી વિચારધારા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ અને તેમના સમર્થકો JNUમાં કેટલાક પ્રોફેસરોને ડરાવવા માટે આવી ધમકી ભરી ટિપ્પણીઓ અથવા લખાણ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ આ મામલે યુનિવર્સિટી પ્રશાસન પાસે તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ પણ કરી છે. તે સાથે જ ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ આ ઘટનામાં પોતાની સંડોવણી હોવાનો ઈન્કાર કર્યો છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના સભ્ય અને પૂર્વ પ્રમુખ એન સાઈ બાલાજીએ આ આરોપોને નકારી કાઢ્યા છે. તેનાથી વિપરીત બાલાજીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પર આરોપ મૂક્યો અને શંકા વ્યક્ત કરી કે આ ABVPના કાર્યકરોનું કૃત્ય હોઈ શકે છે.