ETV Bharat / bharat

આઝાદના સમર્થનમાં 50થી વધુ નેતાઓનું રાજીનામું, નવી પાર્ટીના એંધાણ

જમ્મુ કાશ્મીરમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. તાજેતરમાં કોંગ્રેસ છોડનારા વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના સમર્થનમાં જમ્મુ અને કાશ્મીરના 50 થી વધુ નેતાઓના રાજીનામા સોનિયા ગાંધીને મોકલ્યા,આઝાદ કરશે મોટી જાહેરાત Jammu Kashmir Gulabnabi Azad, Congress Leader Resign, Congress Leader Sonia Gandhi

જમ્મુ-કાશ્મીરમાં ગુલામ નબી આઝાદના સમર્થનમાં કોંગ્રેસના 50થી વધુ નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે

author img

By

Published : Aug 30, 2022, 4:04 PM IST

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir Gulabnabi Azad) ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન તારાચંદ સહિત કેન્દ્રશાસિત પ્રદેશના 50થી વધુ વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓએ મંગળવારે ગુલામનબી આઝાદના સમર્થનમાં પાર્ટીમાંથી રાજીનામું (Gulabnabi Azadi Resignation from Party) આપ્યું હતું. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને (Congress Leader Sonia Gandhi) મોકલી આપ્યું છે. તારાચંદ, પૂર્વ પ્રધાન અબ્દુલ મજીદ વાની, મનોહર લાલ શર્મા, ઘરુ રામ અને પૂર્વ ધારાસભ્ય બલવાનસિંહ સહિત અનેક નેતાઓએ અહીં યોજાયેલી ખાસ મુલાકાતમાં પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચોઃસૂત્રોએ જણાવ્યું શશી થરૂર કોંગ્રેસ પ્રમુખ પદ માટે ચૂંટણી લડી રહ્યા

પાંચ દાયકાની ઈનિંગ્સઃ બલવાન સિંહે કહ્યું, 'અમે આઝાદના સમર્થનમાં અમારું સંયુક્ત રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી દીધું છે.' નોંધનીય છે કે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે શુક્રવારે કોંગ્રેસની લગભગ પાંચ દાયકા લાંબી ઇનિંગ્સને સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પાર્ટી મોટા પાયે બરબાદ થઈ ગઈ છે

આ પણ વાંચોઃ કોંગ્રેસ સાંસદનું મોટુ નિવેદન, કહ્યું - તેમને મુગલોને ગૌરવ છે, જેમણે હિન્દુસ્તાન બનાવ્યું

નવી પાર્ટનું એલાનઃ આઝાદે સમગ્ર કન્સલ્ટેશન સિસ્ટમને કથિત રીતે નષ્ટ કરવા બદલ રાહુલ ગાંધીની ટીકા કરી હતી. આઝાદે કહ્યું કે ટૂંક સમયમાં જ તેઓ જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રીય સ્તરની પાર્ટી બનાવશે. પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યો સહિત લગભગ એક ડઝન અગ્રણી કોંગ્રેસી નેતાઓએ આઝાદના સમર્થનમાં પાર્ટી છોડી દીધી છે. તેમના સિવાય સેંકડો પંચાયતી રાજ સભ્યો, નગરસેવકો, જિલ્લા અને બ્લોક સ્તરના નેતાઓએ પણ આઝાદને સમર્થન આપ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.