- કનૈયા કુમાર કોગ્રેસમાં જોડાયા, જીજ્ઞેશ મેવાણી રહ્યા ઉપસ્થિત
- રાહુલ ગાંધી સહિતના નેતાઓએ શહિદ ભગતસિંહને આપી શ્રદ્ધાંજલિ
- કોંગ્રેસની હાઈકમાન્ડ ઓફિસ ખાતે કનૈયા કુમાર કોંગ્રેસમાં જોડાયા
નવી દિલ્હી: CPI નેતા અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પૂર્વ પ્રમુખ કનૈયા કુમાર આજે મંગળવારે દિલ્હી ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે કોંગ્રેસમાં જોડાઈ તે પહેલા રાહુલ ગાંધી, જીજ્ઞેશ મેવાણી, કનૈયા કુમાર અને હાર્દીક પટેલ સહિતના નેતાઓએ ક્રાતિકારી શહિદ-એ-આઝમ ભગતસિંહની જન્મજયંતી પર તેમને સામૂહિક શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ બાદ તેઓ કોંગ્રેસની હાઈકમાન્ડ ઓફિસ ખાતે કનૈયા કુમાર કોંગ્રેસમાં જોડાયા હતા.
જીગ્નેશ મેવાણી દલિત આંદોલનનો ચહેરો
જીગ્નેશ મેવાણી દલિત આંદોલનનો ચહેરો રહ્યો છે. રાજકારણમાં આવતા પહેલા તેઓ પત્રકાર, વકીલ હતા અને પછી દલિત કાર્યકર્તા બન્યા અને હવે નેતા છે. મેવાણી અચાનક પ્રસિદ્ધિમાં આવ્યા જ્યારે તેમણે વેરાવળમાં ઉનાની ઘટના બાદ જાહેરાત કરી કે દલિતો હવે સમાજ માટે સફાઈ, મૃત પ્રાણીઓની ચામડી નિકાલવા જેવા ગંદા કામ નહીં કરે. ત્યારથી, મેવાણી દેશભરમાં હેડલાઇન્સમાં છે. તેઓ ઘણીવાર વડાપ્રધાન મોદીની નીતિઓની ટીકા કરતો રહ્યો છે.
કન્હૈયાની મોદી વિરોધી ઓળખ
કન્હૈયા કુમાર વિદ્યાર્થી આંદોલનમાંથી ઉભરી આવ્યો છે. CPI ની વિદ્યાર્થી સંસ્થા ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન સાથે સંકળાયેલી છે. તે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘનો પ્રમુખ રહી ચૂક્યા છે. તેણે ગત લોકસભા ચૂંટણીમાં બિહારના બેગુસરાયથી ચૂંટણી લડી હતી અને ભાજપના ઉમેદવાર ગિરિરાજ સિંહ સામે હારી ગયો હતો.
આ પણ વાંચો:
જાણો 'પંજો' કેમ પકડશે CPIના યુવા કોમરેડ કન્હૈયા કુમાર, શું કૉંગ્રેસને થશે ફાયદો?