ETV Bharat / bharat

ચાર્ટર્ડ પ્લેનમાં છત્તીસગઢના UPA ધારાસભ્ય રાયપુર પહોંચ્યા, હેમંત સોરેને આપ્યું મોટું નિવેદન - ધારાસ્ભ્યોને ખરીદવાની વાત

Jharkhand political Crises : ઝારખંડ મહાગઠબંધન સરકારના ધારાસભ્યોને મંગળવારે રાંચીથી રાયપુર ખસેડવામાં આવ્યા છે. હેમંત સોરેન ધારાસભ્યોને સીએમ આવાસથી 2 બસમાં એરપોર્ટ લઈ (cm hemant soren left for raipur ) ગયા, જ્યાંથી તમામ ધારાસભ્યો રાયપુર ગયા. જોકે સીએમ રાયપુર ગયા નથી. તેઓ માત્ર ધારાસભ્યો સાથે એરપોર્ટ પર આવ્યા હતા. આ દરમિયાન સીએમ હેમંત સોરેને કહ્યું કે, અમે દરેક મુશ્કેલીનો સામનો કરીશું. કોઈ અણધારી ઘટના બનવાની નથી. અમે દરેક વસ્તુ માટે તૈયાર છીએ, પરિસ્થિતિ અમારા નિયંત્રણમાં છે. જો આપને જણાવી દઈશ કે, શું હુ ધારાસભ્યો સાથે જઈશ કે નહીં."

ચાર્ટર્ડ પ્લેનમાં છત્તીસગઢના UPA ધારાસભ્ય રાયપુર પહોંચ્યા

author img

By

Published : Aug 30, 2022, 7:01 PM IST

રાંચી: ઝારખંડમાં રાજકીય ઉથલપાથલ (jharkhand political crisis) વચ્ચે સત્તારૂઢ યુપીએના ધારાસભ્યો રાંચીથી રાયપુર જવા રવાના થઈ ગયા છે. સીએમ હેમંત સોરેન ખુદ ધારાસભ્યોને એરપોર્ટ પર મૂકવા આવ્યા હતા. સીએમ હેમંત સોરેને (cm hemant soren) એરપોર્ટની બહાર કહ્યું કે, કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને. સત્તાધારી પક્ષ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. વ્યૂહરચના મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ વ્યૂહરચનાની એક નાનકડી ઝલક પહેલા પણ બધાએ જોઈ હતી અને આજે પણ ઘણી વસ્તુઓ ભવિષ્યમાં પણ જોવા મળશે. રાજ્યમાં ષડયંત્ર કરનારાઓને શાસક પક્ષ જવાબ આપશે. તમને જણાવી દઈએ કે, ધારાસભ્યો માટે ઈન્ડિગોનું 72 સીટર ચાર્ટર પ્લેન બુક કરવામાં આવ્યું હતું. hemant soren left for raipur with mlas

તળાવમાં બોટ રાઈડ: રાજ્યમાં રાજકીય સંકટ યથાવત જોવા મળી રહ્યો છે. મુખ્યપ્રધાન હેમંત સોરેન પોતાના ધારાસભ્યો તૂટવાના ડરથી એટલા પરેશાન છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, હવે તમામ ધારાસભ્યો છત્તીસગઢની રાજધાની રાયપુરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, આ પહેલા સોરેન પોતાના તમામ ધારાસભ્યો સાથે રાંચીથી લગભગ 30 કિમી દૂર ખુંટી પહોંચ્યા હતા અને લાતરાતુ ડેમ પાસેના તળાવમાં બોટ રાઈડ કરતા જોવા મળ્યા હતા. Jharkhand Mukti Morcha

આ પણ વાંચો : Exclusive Interview CM Hemant Soren: સામાજિક સુરક્ષા અમારી પ્રાથમિકતા છે, ભાજપ સમાજમાં ઝેર ઘોળે છે

ધારાસભ્ય વિશેષ વિમાન દ્વારા રાયપુર જશે: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માહિતી છે કે હવે મહાગઠબંધનના તમામ ધારાસભ્યોને ફરી એકવાર સીએમ આવાસમાં બોલાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધી જગન્નાથ મહતો, અનૂપ સિંહ, શિલ્પી નેહા તિર્કી, અંબા પ્રસાદ, બાદલ, સુદિવ્યા સહિત 40 થી વધુ ધારાસભ્યો પહોંચી ગયા છે. રાંચી એરપોર્ટ પરથી ધારાસભ્યો માટે ઈન્ડિગોની સ્પેશિયલ ફ્લાઈટ બોલાવવામાં આવી છે. ફ્લાઇટ સાંજે 5:00 કલાકે બિરસા મુંડા એરપોર્ટ પર પહોંચી હતી.

હોર્સ ટ્રેડિંગને પ્રોત્સાહન મળ્યું : JMMના વરિષ્ઠ ધારાસભ્ય અને પ્રધાન ચંપાઈ સોરેને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મુખ્યપ્રધાનને વિધાનસભાની સદસ્યતા રદ કરવાનું કહેવામાં આવી રહ્યું છે, તે માત્ર અટકળો છે, પરંતુ હજુ સુધી તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું નથી. આ સાથે જ તેમણે કહ્યું કે, ઝારખંડમાં સરકાર પૂર્ણ બહુમતી સાથે કામ કરી રહી છે. ચંપાઈએ કહ્યું કે, "ચર્ચા છે કે ચૂંટણી પંચ તરફથી પત્ર આવ્યો છે, પરંતુ રાજ્યપાલે હજુ સુધી કંઈપણ આગળ કાર્યવાહી કરી નથી. લોકશાહીમાં આ લોકોનું અપમાન છે. એવું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે કે, જાણે કંઈક મોટું થવાનું છે.

મહારાષ્ટ્રમાં પણ આવું જ જોવા મળ્યું : ચંપાઈએ કહ્યું કે, હવે દિલ્હીમાં ધારાસભ્યોની ખરીદ વેચાણની વાતો પણ સામે આવી રહી છે. તેમણે કહ્યું કે, આ પહેલા મહારાષ્ટ્રમાં પણ આવું જ જોવા મળ્યું હતું. તેણે પૂછ્યું કે, ‘આખરે કહેવાનો ઈરાદો શું છે. જો રાજ્યપાલને કોઈ પત્ર આવ્યો હોય તો તેને સામે લાવવામાં આવે. આખો દેશ આ જોઈ રહ્યો છે. ભાજપ બધાને એકસાથે જોઈને સહન કરવા સક્ષમ નથી. રાજ્યને અરાજકતાની સ્થિતિમાં ધકેલવામાં આવી રહ્યું છે. આજે રાજ્યની જનતા સવારથી સાંજ સુધી બસની રાહ જોઈ રહી છે. હેમંત સોરેનની લોકપ્રિયતા ભાજપને પચતી નથી.

આ પણ વાંચો : EDની સામે પંકજ મિશ્રાની જીભ ખુલી, સાથીદારોની બની યાદી, 30 કરોડનું જહાજ જપ્ત

કોંગ્રેસ નેતા બન્ના ગુપ્તાએ હુમલો કર્યો : કોંગ્રેસના નેતા અને પ્રધાન બન્ના ગુપ્તાએ આકરા પ્રહારો કરતા કહ્યું કે, બીજેપીના સુનિયોજિત ષડયંત્ર હેઠળ આવું કામ થઈ રહ્યું છે. આજની સ્થિતિ લોકશાહીનો કાળો અધ્યાય છે.” ગુપ્તાએ આરોપ લગાવ્યો કે, "કેન્દ્ર સરકાર ષડયંત્ર હેઠળ આવું કામ કરી રહી છે, જેથી ભ્રમ પેદા થાય. બંધારણીય સંસ્થાઓના નિર્ણય પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.” તેમણે કહ્યું કે, “જો ચૂંટણી પંચે કોઈ નિર્ણય મોકલ્યો હોય તો જણાવવો જોઈએ. ક્યાંક દરોડો પડે તો શું થયું તે કહેવામાં આવતું નથી, અમે ડરતા નથી. દરેક અન્યાયનો બદલો લેવામાં આવશે."

રાજ્યપાલ પર આરોપ : એક સંયુક્ત નિવેદનમાં, યુપીએના ધારાસભ્યોએ કહ્યું કે, "શું રાજભવન સમય વધીને (નિર્ણય જાહેર કરવા) હોર્સ-ટ્રેડિંગને પ્રોત્સાહન આપવા માંગે છે?" ... તે કઈ કાનૂની સલાહ ચછે, જે તેઓ લઈ શકતા નથી ? તે લોકશાહી અને લોકોનું અપમાન છે." સૂત્રોએ મંગળવારે માહિતી આપી હતી કે, ઝારખંડમાં સત્તારૂઢ યુપીએ ગઠબંધન તેના ધારાસભ્યોને પડોશી છત્તીસગઢમાં શિફ્ટ કરી રહ્યું છે, જેથી રાજ્યમાં ચાલી રહેલી રાજકીય કટોકટી દરમિયાન ભાજપને કથિત રીતે ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરતા અટકાવી શકાય.

ધારાસભ્યોને રાયપુરના રિસોર્ટમાં શિફ્ટ કરાયા : સૂત્રોએ જણાવ્યું હતું કે ધારાસભ્યો મુખ્ય પ્રધાન હેમંત સોરેનના નિવાસસ્થાનથી બે બસમાં રાંચી એરપોર્ટ તરફ જતા જોવા મળ્યા હતા, જ્યાં તેમના માટે રાયપુર માટે ફ્લાઇટ બુક કરવામાં આવી છે. સોરેન પોતે બસમાં જોવા મળ્યા હતા. કોંગ્રેસના એક ધારાસભ્યએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે, તેમને બિન ભાજપ સરકારના રાજ્ય છત્તીસગઢના રાયપુરના રિસોર્ટમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. એરપોર્ટના સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, ધારાસભ્યો માટે રાયપુર માટે ફ્લાઇટ બુક કરવામાં આવી છે.

આ પણ વાંચો : ઝારખંડના CM હેમંત સોરેનને મળી જાનથી મારી નાખવાની ધમકી

સરકારને તોડી પાડવાનો ગંભીર પ્રયાસ : સોરેનના JMMનું માનવું છે કે, ભાજપ પોતાને અને કોંગ્રેસના ધારાસભ્યોને મહારાષ્ટ્રની જેમ સરકારને તોડી પાડવાનો ગંભીર પ્રયાસ કરી શકે છે. આથી, ધારાસભ્યોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં રાખવાની જરૂર છે. ઓફિસ ઓફ પ્રોફિટ કેસમાં સોરેનને વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવવાની ભાજપની અરજી બાદ ચૂંટણી પંચે 25 ઓગસ્ટે રાજ્યના રાજ્યપાલ રમેશ બૈસને પોતાનો નિર્ણય મોકલી આપ્યો છે. જો કે ચૂંટણી પંચનો નિર્ણય હજુ સત્તાવાર જાહેર થયો નથી, પરંતુ એવી ચર્ચા હતી કે ચૂંટણી પંચે મુખ્યપ્રધાનને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવાની ભલામણ કરી છે. ત્યારપછી રાજભવને આ મામલે કંઈપણ જાહેર કર્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.