- જયંત ચૌધરીને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવા માટે યોજાઈ વર્ચુઅલ મીટિંગ
- જયંત ચૌધરીની પહેલી કસોટી
- તમામ કાર્યક્રમોમાં કોવિડ માર્ગદર્શિકાનું પાલન કર્યું
લખનઉ: રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ અજિતસિંહના નિધન બાદ તેમના પુત્ર જયંત ચૌધરીને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવા માટે વર્ચુઅલ મીટિંગ યોજવામાં આવી છે. આ બેઠક દ્વારા જયંત ચૌધરી પણ સર્વાનુમતે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. તેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચની પરવાનગી માંગવામાં આવી છે. આયોગ તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ 25 મેના રોજ જયંત ચૌધરી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવશે.
આ પણ વાંચો: RLD પ્રમુખ ચૌધરી અજિતસિંહનું કોરોનાના કારણે નિધન
અજિત ચૌધરીના કાર્યક્રમમાં કોવિડનું કરાયું પાલન
જે રીતે સમગ્ર રાજ્યમાં ચેપ ફેલાયો છે. તેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જયંત ચૌધરીએ ચૌધરી અજિતસિંહના નિધન બાદ તમામ કાર્યક્રમોમાં કોવિડ માર્ગદર્શિકાનું પાલન કર્યું છે. આ કાર્યક્રમમાં અજિત ચૌધરીના અંતિમ સંસ્કારથી 13 મે સુધીના કાર્યક્રમમાં પણ તેનું અનુસરણ કરવામાં આવ્યું હતું. 18 મેના રોજ જયંત ચૌધરીએ પોતાના ફેસબુક પેજ પરથી હવન પૂજન કાર્યક્રમનું સીધું પ્રસારણ કર્યું અને તેમના પક્ષ સમર્થકો અને અધિકારીઓને તેમના ઘરે રહેવા નિર્દેશ આપ્યો.
આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં ભાજપના પ્રવક્તા મનોજ મિશ્રાનું કોરોનાના કારણે નિધન
2022ની વિધાનસભાની ચૂંટણી માટે જયંત ચૌધરીની પહેલી કસોટી
પિતા અજિત સિંહના અવસાન પછી જયંત ચૌધરીની પહેલી કસોટી 2022ની વિધાનસભાની ચૂંટણી થશે. દેશભરના ખેડૂતો દ્વારા ચલાવવામાં આવેલા આંદોલનનો રાષ્ટ્રીય લોકદળને ફાયદો થયો છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જયંત ચૌધરી આ લાભ કેટલો લઈ શકે છે તે વિધાનસભાની ચૂંટણીના પરિણામ પર આધારિત છે.