ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: ઉરીમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ

author img

By

Published : Sep 22, 2021, 9:34 AM IST

ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખાની સાથે સેના દ્વારા શરૂ કરાયેલું સર્ચ ઓપરેશન મંગળવારે ત્રીજા દિવસે પણ યથાવત રહ્યુ હતું જેમાં એક સૈનિકને પ્રારંભિક કામગીરીમાં ઈજા પહોંચી હતી.

જમ્મુ-કાશ્મીર: ઉરીમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીર: ઉરીમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ
  • ઉરીમાં સર્ચ ઓપરેશન યથાવત
  • એક સૈનિકને સામાન્ય ઈજા પહોંચી
  • ઘુસણખોરી અટકાવવા માટે વિસ્તારમાં ચાપતી નજર

ઉરી (જમ્મુ-કાશ્મીર): ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર સેના દ્વારા શરૂ કરાયેલું સર્ચ ઓપરેશન બુધવારે પણ ચાલુ રહેશે, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પુષ્ટિ આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે, સર્ચ ઓપરેશન મંગળવારે ત્રીજા દિવસે પ્રવેશ્યું હતું, જેમાં સૈનિકને 'પ્રારંભિક સંપર્ક' માં ઈજાઓ પહોંચી હતી.

સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે શોધખોળ હેઠળના વિસ્તારને મજબુત બનાવવામાં આવ્યો છે કારણ કે સ્થળ પર વધુ સૈનિકોને બોલાવવામાં આવ્યા છે. "અમારા સૈનિકોમાંથી એકને સૈનિકને નાની ઇજાઓ થઇ હતી", તેમણે ઉમેર્યું હતું કે તેમ છતાં તે સ્થિર છે અને સારવારને સારો પ્રતિસાદ આપી રહ્યો છે.

આ પણ વાંચો :તાલિબાન સુહેલ શાહીનને અફઘાનિસ્તાનના યુએન એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા

તેમણે વધુમાં જણાવ્યું કે, ઘૂસણખોરીનીને નિષ્ફળ બનાવવા માટે આ વિસ્તાર પર કડક નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન, મંગળવારે સાંજે બારામુલ્લા જિલ્લાની ઉરી તહસીલમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા ફરી શરૂ કરવામાં આવી હતી. સેનાએ ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીની કોશિશ કરતા 'ભારે સશસ્ત્ર આતંકવાદી જૂથ' ને અટકાવ્યાનું કહેવાયા બાદ સોમવારે બપોરે અધિકારીઓએ મોબાઇલ સેવાઓ બંધ કરી દીધી હતી. કોમ્બિંગ ઓપરેશન 18-19 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : આજે વર્લ્ડ રોઝ ડે 2021: 12 વર્ષની છોકરી મેલિન્ડા રોઝની યાદમાં ઉજવવામાં આવે છે

જે વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી તે વિસ્તાર ગોહલન નજીક આવે છે, તે જ વિસ્તાર જ્યાંથી સપ્ટેમ્બર 2016 માં આતંકીઓ દ્વારા ઉરી બ્રિગેડ પર હુમલો કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.