નવી દિલ્હી: જામિયા હિંસા કેસમાં ભડકાઉ ભાષણો અને સભાઓ કરવા બદલ ટ્રાયલ કોર્ટ દ્વારા આરોપી આસિફ ઈકબાલ તન્હા, શરજીલ ઈમામ સહિત 11 લોકોને નિર્દોષ જાહેર કરાયા હતા. જેની સામે દિલ્હી પોલીસે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે અંગે કોર્ટ વધુ સુનાવણી સોમવાર કરશે.
સોમવારે હાથ ધરાશે સુનાવણી: શુક્રવારે સોલિસિટર જનરલ તુષાર મહેતા અરજીની દલીલ કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં હાજર થયા હતા. જ્યાં તેમણે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સતીશ શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેંચ સમક્ષ અરજી રજૂ કરી હતી. પોલીસની અરજીની સુનાવણીની માંગને સ્વીકારીને દિલ્હી હાઈકોર્ટ દ્વારા આ મામલાની વધુ સુનાવણી સોમવારે હાથ ધરાશે.
આ પણ વાંચો: Jamia Violence Case: શરજીલ ઈમામને નિર્દોષ જાહેર કરાતા દિલ્હી પોલીસ હાઈકોર્ટ પહોંચી
શરજીલ ઈમામ સામે ભડકાઉ ભાષણનો આરોપ: સાકેત કોર્ટ સંકુલમાં સ્થિત એડિશનલ સેશન્સ જજ અરુલ અગ્રવાલની કોર્ટે 2019ના જામિયા હિંસા કેસમાં શરજીલ ઈમામેને નિર્દોષ જાહેર કર્યો હતો. જ્યારે વર્ષ 2021ની શરૂઆતમાં ઈમામને આ કેસમાં જામીન મળ્યા હતા. એફઆઈઆરમાં રમખાણો અને ગેરકાનૂની રીતે એસેમ્બલીની કલમો હેઠળના ગુનાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Jamia Violence Case: શરજીલ ઈમામ અને આસિફ ઈકબાલ તન્હાને કોર્ટમાંથી મોટી રાહત
શું હતી ઘટના: દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર 15 ડિસેમ્બર 2019ના રોજ પોલીસને માહિતી મળી હતી કે કેટલાક પ્રદર્શનકારીઓએ CAA અને NRCનો વિરોધ કરી રહેલા ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની વિસ્તારમાં રોડ બ્લોક કરી દીધો હતો. આ મામલે તપાસ દરમિયાન સ્પષ્ટ થયું કે 13 ડિસેમ્બર 2019ના રોજ શરજીલ ઈમામે જામિયા વિસ્તારમાં ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. જે બાદ પ્રદર્શનકારીઓએ 15 ડિસેમ્બરે હિંસક પ્રદર્શન કર્યું હતું. પોલીસે આરોપ લગાવ્યો હતો કે 2019માં દિલ્હીના જામિયા નગરમાં હિંસા ઈમામના ભાષણને કારણે થઈ હતી. શનિવારે, સાકેત કોર્ટ સંકુલમાં સ્થિત એડિશનલ સેશન્સ જજ અનુજ અગ્રવાલની કોર્ટે 2019ના જામિયા હિંસા કેસમાં શર્જીલ ઈમામને નિર્દોષ જાહેર કર્યો હતો. વર્ષ 2021માં ઈમામને આ કેસમાં જામીન મળી ગયા હતા.