ETV Bharat / bharat

જયશંકરે ન્યુઝીલેન્ડના વિદેશ પ્રધાન સાથે ઈન્ડો-પેસિફિક અને યુક્રેન મુદ્દાની કરી ચર્ચા - ન્યૂઝીલેન્ડના સહાયક વિદેશ પ્રધાન ઓપિટો વિલિયમ

જયશંકરે ન્યુઝીલેન્ડમાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા બહાર પાડવાની પ્રક્રિયા ઝડપી બનાવવા વિનંતી કરી હતી. અભ્યાસ માટે ન્યુઝીલેન્ડ પહોંચતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યાના સંદર્ભમાં ભારત બીજા ક્રમે છે.(finanace minister in newzeland ) જયશંકરે મહુતા સાથેની મુલાકાત દરમિયાન ન્યૂઝીલેન્ડના સહાયક વિદેશ પ્રધાન ઓપિટો વિલિયમ સીઓને પણ મળ્યા હતા.

જયશંકરે ન્યુઝીલેન્ડના વિદેશ પ્રધાન સાથે ઈન્ડો-પેસિફિક અને યુક્રેન સંઘર્ષની ચર્ચા કરી પ્રધાન

author img

By

Published : Oct 6, 2022, 3:48 PM IST

ઓકલેન્ડ (ન્યુઝીલેન્ડ) : વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે ન્યુઝીલેન્ડની વિદેશ પ્રધાન નનયા માહુતા સાથે વાતચીત દરમિયાન ઈન્ડો-પેસિફિક અને યુક્રેન સંઘર્ષ જેવા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની ચર્ચા કરી હતી.(finanace minister in newzeland ) વિદેશ પ્રધાન તરીકે જયશંકરની ન્યુઝીલેન્ડની આ પ્રથમ મુલાકાત છે. જયશંકરે મીટિંગ પછી ટ્વીટ કર્યું હતુ કે, આજે બપોરે ન્યુઝીલેન્ડના વિદેશ પ્રધાન નનયા માહુતા સાથે તેમની ઉષ્માપૂર્ણ, ઉપયોગી વાતચીત થઈ છેે. એકબીજાની પરંપરા અને સંસ્કૃતિનો આદર કરતા બંને સમાજ વધુ સારા સમકાલીન સંબંધો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  • Warm and productive talks with New Zealand Foreign Minister @NanaiaMahuta this afternoon.

    Two societies, respectful of tradition and culture are seeking to forge a more contemporary relationship. pic.twitter.com/8xdZLunxHF

    — Dr. S. Jaishankar (@DrSJaishankar) October 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વિચારોના આપ લેની પ્રશંસા કરી: તેમણે ઈન્ડો-પેસિફિક અને યુક્રેન સંઘર્ષ જેવી આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોના આપ લેની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, અમે સંયુક્ત રાષ્ટ્ર અને કોમનવેલ્થ સહિત બહુપક્ષીય મંચો પર સાથે મળીને કામ કરવાની પ્રશંસા કરીએ છીએ. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી જતી સૈન્ય ગતિવિધિઓની પૃષ્ઠભૂમિમાં ભારત, અમેરિકા અને અન્ય ઘણી વિશ્વ શક્તિઓ મુક્ત, ખુલ્લા અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર આપી રહી છે.

રાજદ્વારી માધ્યમથી ઉકેલવાની જરૂરિયાત: ચીન વિવાદિત દક્ષિણ ચીન સાગરના લગભગ સમગ્ર હિસ્સા પર દાવો કરે છે. જો કે, તાઇવાન, ફિલિપાઇન્સ, બ્રુનેઇ, મલેશિયા અને વિયેતનામ પણ તેના ભાગો પર દાવો કરે છે. બેઇજિંગે દક્ષિણ ચીન સાગરમાં અનેક કૃત્રિમ ટાપુઓ અને લશ્કરી સ્થાપનો પણ બનાવ્યા છે. ભારતે યુક્રેનની સમસ્યાને(jaishankar discuss about ukrain) વાતચીત અને રાજદ્વારી માધ્યમથી ઉકેલવાની જરૂરિયાત પર વારંવાર ભાર મૂક્યો છે. જયશંકરે કોવિડ-19 સામે લડવા માટે ન્યુઝીલેન્ડ દ્વારા લેવામાં આવેલા પગલાંથી ભારતીય વિદ્યાર્થીઓ પ્રભાવિત થવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

વિદ્યાર્થીઓ માટે વિઝા: તેમણે ન્યુઝીલેન્ડમાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા બહાર પાડવાની પ્રક્રિયા ઝડપી બનાવવા વિનંતી કરી હતી. અભ્યાસ માટે ન્યુઝીલેન્ડ પહોંચતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યાના સંદર્ભમાં ભારત બીજા ક્રમે છે. જયશંકરે મહુતા સાથેની મુલાકાત દરમિયાન ન્યૂઝીલેન્ડના સહાયક વિદેશ પ્રધાન ઓપિટો વિલિયમ સીઓને પણ મળ્યા હતા. આ બાદ તેમણે ટ્વીટ કર્યું હતુ કે, વિદેશ પ્રધાન નનયા માહુતા સાથેની મુલાકાત દરમિયાન રાજ્યના સહાયક સચિવ ઓપિટો વિલિયમ સીઓને મળીને આનંદ થયો.

હસ્તીઓ સાથે પણ વાતચીત: જયશંકર બુધવારે ન્યુઝીલેન્ડ પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેઓ ભારતીય મૂળના પ્રધાન પ્રિયંકા રાધાકૃષ્ણનને મળ્યા હતા અને દેશની કેટલીક અગ્રણી હસ્તીઓ સાથે પણ વાતચીત કરી હતી. જયશંકરે બુધવારે ટ્વિટ કર્યું હતું કે, આજે ઓકલેન્ડમાં પ્રધાન પ્રિયંકાને મળીને આનંદ થયો. તેમણે ન્યુઝીલેન્ડની અગ્રણી હસ્તીઓ સાથે વાતચીત કરવા બદલ તેમનો આભાર માન્યો હતો.

ભારતીય સમુદાયના લોકોનું સન્માન: જયશંકર તેમની મુલાકાત દરમિયાન ગુરુવારે ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ન સાથે એક કાર્યક્રમમાં હાજરી આપશે. તે દેશમાં અભૂતપૂર્વ યોગદાન અને સિદ્ધિઓ આપનાર ભારતીય સમુદાયના લોકોનું સન્માન કરવામાં આવશે.

પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડશે: વિદેશ મંત્રાલયે કહ્યું હતુ કે, બંને નેતાઓ ન્યુઝીલેન્ડમાં ભારતના સ્વતંત્રતા અમૃત ઉત્સવ કાર્યક્રમને દર્શાવતી 'India@75' પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડશે. જયશંકર 'Modi@20: Dreams Meet Delivery' પુસ્તકનું વિમોચન પણ કરશે. તેઓ એક પુસ્તક 'હાર્ટફેલ્ટઃ ધ લેગસી ઓફ ફેઈથ'નું વિમોચન પણ કરશે, જેમાં શીખ સમુદાય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશેષ જોડાણને દર્શાવવામાં આવશે. જયશંકર અન્ય કેટલાક પ્રધાનો, સંસદસભ્યો, વેપારી સમુદાય અને ભારતીય સમુદાયના લોકો અને વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા કરશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, જયશંકર વેલિંગ્ટનમાં ભારતીય હાઈ કમિશનની નવનિર્મિત ઈમારતનું પણ ઉદ્ઘાટન કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.