ETV Bharat / bharat

Jahangirpuri Violence Case : મુખ્ય કાવતરાખોર અન્સાર સહિત 14ની ધરપકડ, સ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ - હનુમાન જયંતિ પર શોભાયાત્રા દરમિયાન હિંસા

દિલ્હીના જહાંગીરપુરીમાં (Jahangirpuri Violence Case) હનુમાન જયંતિ પર નિકળેલ શોભાયાત્રા દરમિયાન થયેલી અથડામણમાં 8 પોલીસકર્મીઓ અને એક નાગરિક સહિત કુલ 9 લોકો ઇજાગ્રસ્ત (Stone pelting on procession going out on Hanuman Jayanti) થયા હતા. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં અંસાર નામનો યુવક મુખ્ય આરોપી જણાવવામાં આવી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે, સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.

Jahangirpuri Violence Case
Jahangirpuri Violence Case
author img

By

Published : Apr 17, 2022, 10:35 AM IST

Updated : Apr 17, 2022, 5:12 PM IST

નવી દિલ્હી: ઉત્તર-પશ્ચિમ દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં શનિવારે હનુમાન જયંતિ પર નીકળેલી શોભાયાત્રા દરમિયાન હિંસા (Stone pelting on procession going out on Hanuman Jayanti) બાદ વિસ્તારમાં શાંતિ છે. જહાંગીરપુરી અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સ્પેશિયલ કમિશનર, લો એન્ડ ઓર્ડર (ઝોન-1) દીપેન્દ્ર પાઠકે કહ્યું કે, સ્થળ પર શાંતિ છે. અમે લોકો સાથે વાત કરી રહ્યા છીએ. અમે તેમને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. જહાંગીરપુરીમાં સુરક્ષા વ્યવસ્થા અંગે તેમણે કહ્યું કે, અમે પર્યાપ્ત સંખ્યામાં પોલીસ દળો તૈનાત કર્યા છે અને અમે સ્થિતિને નિયંત્રણમાં લાવી છે.

15 લોકોની કરાઇ ધરપકડ - દિલ્હી પોલીસે હિંસા બાબતે કેસ નોંધ્યો છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, જહાંગીરપુરી હિંસા કેસમાં (Jahangirpuri Violence Case) અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અંસાર નામનો યુવક મુખ્ય આરોપી જણાવવામાં આવી રહ્યો છે. શનિવારની હિંસામાં 8 પોલીસકર્મીઓ અને એક નાગરિક સહિત 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. એક સબ ઇન્સ્પેક્ટરને ગોળી વાગી હતી, હાલ તેમની હાલત સ્થિર છે. ગુપ્તચર એજન્સીઓને જહાંગીરપુરી હિંસા પાછળ કાયદો અને વ્યવસ્થાને બગાડવાનું મોટું ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : Hanuman Jayanti 2022: ગુજરાતમાં અવ્યવસ્થા ઉભી કરનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરશે

ભાજપે હિંસાને સાજીશ બતાવી - ભાજપના દિલ્હી એકમના નેતાઓએ હનુમાન જયંતી સરઘસ દરમિયાન જહાંગીરપુરીમાં થયેલી અથડામણને "કાવતરું" ગણાવ્યું હતું અને આ ઘટનામાં "ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ" ની ભૂમિકાની તપાસની માંગ કરી હતી. બીજેપી દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તા અને પાર્ટીના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે, "આ હુમલો અચાનક બનેલી ઘટના નથી પરંતુ એક કાવતરું હતું". ભાજપના નેતા કપિલ મિશ્રાએ આરોપ લગાવ્યો કે સરઘસ પર પથ્થરમારો એ "આતંકવાદી હુમલો" હતો. તેમણે દેશમાંથી ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને તાત્કાલિક ધોરણે હાંકી કાઢવાની માંગ કરી હતી.

હિંસાની તપાસની કરી માગ - આદેશ ગુપ્તાએ કહ્યું કે તેઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળશે અને તેમને હિંસાની તપાસના આદેશ આપવા વિનંતી કરશે. તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે દિલ્હીમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓની વસાહતોને પાણી અને વીજળી કનેક્શન કેવી રીતે આપવામાં આવ્યા. "હું અરવિંદ કેજરીવાલને પૂછવા માંગુ છું કે તેઓ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશીઓને પાણી અને વીજળી કેમ આપી રહ્યા છે," તેમણે એક વીડિયો સંદેશમાં કહ્યું હતું.

આ પણ વાંચો : MP Khargone violence Update: ખરગોન હિંસાના CCTV ફૂટેજ સામે આવ્યા, તલવારો લહેરાવતા જોવા મળ્યાં બદમાશો

9 લોકો થયા ઈજાગ્રસ્ત - બીજેપી નેતાએ દિલ્હીવાસીઓને શાંતિ જાળવવા માટે પણ અપીલ કરી હતી અને કહ્યું હતું કે પાર્ટીનું પ્રતિનિધિમંડળ વિસ્તારની મુલાકાત લેશે. ઘટના બાદ મનોજ તિવારીએ ટ્વીટ કર્યું, 'ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ એક મોટો ખતરો છે અને તેમની તપાસ કરવાની જરૂર છે કારણ કે તેઓ આપણા દેશની સંવાદિતાને નુકસાન પહોંચાડી રહ્યા છે. જેઓ તેમની સુરક્ષા કરી રહ્યા છે અને તેમને અહીં સ્થાયી કરવામાં મદદ કરી રહ્યા છે તેઓ એક મોટો ખતરો છે.

ઘુસણખોરીએ બનાવી હતી સાજીશ - કપિલ મિશ્રા, જેઓ મધ્ય પ્રદેશના ખરગોનમાં રામ નવમી પર હિંસા ભડકાવવાના વિપક્ષ દ્વારા આરોપોનો સામનો કરી રહ્યા છે, તેમણે કહ્યું કે તમામ ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓના કાગળોની તપાસ કરવી જોઈએ અને તાત્કાલિક દૂર કરવી જોઈએ. તેમણે કહ્યું કે, 'હનુમાન જયંતિની શોભાયાત્રા પર હુમલો કોઈ સંયોગ નહોતો પરંતુ એક પ્રયોગ હતો. તે આતંકવાદી હુમલો હતો. બાંગ્લાદેશી ઘૂસણખોરોની વસાહતો હવે હુમલામાં સામેલ છે.

Last Updated : Apr 17, 2022, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.