જમ્મુ અને કાશ્મીર જમ્મુ અને કાશ્મીર પોલીસે આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના ટોફ ગામમાં પાકિસ્તાની ડ્રોન (Pakistani drone in Jammu and Kashmir) દ્વારા છોડવામાં આવેલા હથિયારો અને દારૂગોળો (ammunition recovered) જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, 24 ફેબ્રુઆરી, 2022ના રોજ પાકિસ્તાની ડ્રોન દ્વારા છોડવામાં આવેલા શસ્ત્રો અને દારૂગોળાની વસૂલાતના સંબંધમાં અરનિયા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર
જમ્મુના એક આરોપીએ કર્યો ખુલાસો જમ્મુના એક આરોપીએ ખુલાસો કર્યો હતો કે, એક પાકિસ્તાની કેદી/હેન્ડલર મોહમ્મદ અલી હુસૈન ઉર્ફે કાસિમ ડ્રોનને તોડી પાડવામાં મહત્વનો ભાગ ભજવે છે અને તે લશ્કર-એ-તૈયબા (Lashkar e Taiba) અને અલ બદરનો મુખ્ય ઓપરેટિવ છે. ત્યારપછી તેને જેલમાંથી રજૂ કર્યા બાદ અને બાદમાં પોલીસ રિમાન્ડ પર લઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
આરોપીએ હથિયાર છોડાવવાના કેસમાં તેની ભૂમિકાની કબૂલાત કરી પોલીસે જણાવ્યું હતું કે, સતત પૂછપરછ દરમિયાન, આરોપીએ અરનિયા હથિયાર છોડાવવાના કેસમાં તેની ભૂમિકાની કબૂલાત કરી હતી અને બે સ્થળોનો પણ ખુલાસો કર્યો હતો જ્યાં ડ્રોન દ્વારા છોડવામાં આવેલા હથિયારો અને દારૂગોળો છુપાવવામાં આવ્યા હતા. હથિયાર રિકવર કરવા માટે સંબંધિત મેજિસ્ટ્રેટ સાથે પોલીસની ટીમ એક પછી એક જગ્યાએ ગઈ હતી. અધિક પોલીસ મહાનિર્દેશક (Additional Director General of Police) મુકેશ સિંઘે જણાવ્યું હતું કે, પ્રથમ સ્થાને કોઈ પુનઃપ્રાપ્તિ ન હોવા છતાં, ફાલિયાન મંડલ વિસ્તારના ટોફ ગામ (આંતરરાષ્ટ્રીય સરહદની નજીક) ખાતે બીજા સ્થાને શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકોનું પેકેટ મળી આવ્યું હતું.
આ પણ વાંચો જમ્મુ અને કાશ્મીર: આકસ્મિક ગ્રેનેડ બ્લાસ્ટમાં આર્મી કેપ્ટન અને JCOનું મોત
આરોપીએ પોલીસ અધિકારી પર કર્યો હુમલો જ્યારે પેકેટ ખોલવામાં આવી રહ્યું હતું, ત્યારે આરોપીએ પોલીસ અધિકારી પર હુમલો કર્યો અને તેની સર્વિસ રાઈફલ છીનવી લીધી. તેણે પોલીસ પાર્ટી પર ફાયરિંગ કર્યું અને ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં, આરોપી ઈજાગ્રસ્ત થયો અને ઈજાગ્રસ્ત પોલીસ અધિકારી સાથે તેને સરકારી મેડિકલ કોલેજ જમ્મુમાં લઈ જવામાં આવ્યો, અધિકારીએ જણાવ્યું. ઈજાગ્રસ્ત આતંકવાદીએ બાદમાં પોતાની ઈજાઓથી દમ તોડી દીધો હતો. ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની મદદથી નીચે પડેલા પેકેટની તપાસ કરવામાં આવી હતી. પેકેટમાંથી એક એકે રાઈફલ, મેગેઝિન, 40 રાઉન્ડ ગોળીઓ, એક પિસ્તોલ અને નાના ચાઈનીઝ ગ્રેનેડ મળી આવ્યા હતા. અધિકારીએ કહ્યું કે, વધુ તપાસ ચાલી રહી છે.