ETV Bharat / bharat

રીક્ષા ચાલકે 3 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરી હોવાના આરોપ સાથે પહોંચી ઈન્કમટેક્સ વિભાગની ટીમ, જાણો પછી શું થયું... - મથુરા સમાચાર

અત્યાર સુધી કોઈ ઉદ્યોગપતિ કે કોઈ મોટા ધનિક વ્યક્તિએ ટેક્સ ચોરી કરી હોવાનું સાંભળ્યું હશે, પરંતુ એવું સાંભળ્યું છે ક્યારેય કે, કોઈ રિક્ષાચાલકે ટેક્સ ચોરી કરી હોય અને તે પણ 3 કરોડ રૂપિયાની. જી હાં. ઉત્તરપ્રદેશના મથુરામાં એક રિક્ષાચાલકે 3 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસ આ મામલાની તપાસમાં લાગી છે. જ્યારે પીડિતનું કહેવું છે કે, તે રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ તમામ આરોપ ખોટા છે.

UPના મથુરામાં 20 વર્ષથી મજૂરી કરી ગુજરાન ચલાવનારા મજૂરના ઘરે પહોંચી IT Team, મજૂર પર 3 કરોડની ટેક્સ ચોરીનો આક્ષેપ

author img

By

Published : Oct 25, 2021, 11:39 AM IST

  • ઉત્તરપ્રદેશના મથુરામાં રિક્ષાચાલક પર 3 કરોડની ટેક્સચોરીનો આક્ષેપ
  • 19 ઓક્ટોબરે ઈન્કમટેક્સની ટીમ રિક્ષાચાલકના ઘરે પહોંચી હતી
  • રિક્ષાચાલકે આ આક્ષેપ સાંભળતા તેના હોંશ ઉડી ગયા હતા

મથુરાઃ ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં એક રિક્ષાચાલક પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. જનપદના હાઈ-વે પોલીસ સ્ટેશન વિસ્તારના બાકલપુર ગામમાં રહેતા મજૂરના ઘરે ટેક્સ ચોરીની નોટિસ પહોંચવાથી હડકંપ મચ્યો હતો. 19 ઓક્ટોબરે મજૂરના ઘરે ઈન્કમ ટેક્સના અધિકારીઓ પહોંચ્યા હતા અને ત્રણ કરોડ રૂપિયાની ટેક્સ ચોરીનો આરોપ લગાવ્યો હતો. આ સાંભળીને તો મજૂરના હોંશ જ ઉડી ગયા હતા. જોકે, પીડિતે હાઈ-વે પોલીસ સ્ટેશનને પત્ર લખી તપાસની માગ કરી છે.

19 ઓક્ટોબરે ઈન્કમટેક્સની ટીમ રિક્ષાચાલકના ઘરે પહોંચી હતી

આ પણ વાંચો- નવસારીની મહિલાઓના ઓળખ દસ્તાવેજો મેળવી સુરતની બેન્કમાં ખોલાવ્યાં ખાતા, ટેક્સ ચોરીના કૌભાંડની ફરિયાદ

રિક્ષાચાલક પર 3 કરોડની ટેક્સચોરીનો આક્ષેપ સાંભળતા તેના હોંશ ઉડી ગયા

જનપદના હાઈ-વે પોલીસ સ્ટેશન વિસ્તારના બાકલપુર ગામમાં રહેતા પ્રતાપસિંહ રિક્ષા ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. પ્રતાપના ઘરે 19 ઓક્ટોબરે અચાનક જ ઈન્કમ ટેક્સના અધિકારીઓ પહોંચ્યા હતા અને પ્રતાપ પર 3 કરોડ રૂપિયાની ટેક્સચોરીનો આક્ષેપ લગાવ્યો હતો. આ સાંભળીને તો પીડિતના હોંશ ઉડી ગયા હતા. જ્યારે પીડિતે કહ્યું હતું કે, પાન કાર્ડ બનાવવા માટે તેને 4 મહિના ધક્કા ખાવા પડ્યા હતા. ત્યારબાદ પાન કાર્ડ બન્યા પછી પીડિતના ઘરે ઈન્કમટેક્સ નોટિસ પહોંચી હતી.

આ પણ વાંચો- સોનૂ સૂદના ઘરે પહોંચી આવકવેરા વિભાગની ટીમ, કથિત ટેક્સ ચોરી મામલે કાર્યવાહી

20 વર્ષથી રિક્ષા ચલાવનારા વ્યક્તિ પર ટેક્સ ચોરીનો આક્ષેપ

જે વ્યક્તિ છેલ્લા 20 વર્ષથી રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. તેના પર કરોડો રૂપયિાની ટેક્સ ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. પ્રતાપ આ સાંભળીને વકીલ પાસે પહોંચ્યો હતો અને પોતાના દસ્તાવેજોની કોપી ઈન્કમટેક્સ વિભાગમાં જમા કરાવી છે.

પોલીસે વરિષ્ઠ અધિકારીઓ દ્વારા મામલાની તપાસનું આશ્વાસન આપ્યું

પીડિતના ઘરે ઈન્કમ ટેક્સની નોટિસ પહોંચ્યા પછી હાઈ-વે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્ર લખીને કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા મામલાની તપાસનું આશ્વાસન આપવામાં આવ્યું છે. આ મામલાની તપાસમાં પોલીસ લાગી છે. રિક્ષાચાલકના ઘર પર 3 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીના મામલામાં પોલીસ અધિકારી ઈન્કમટેક્સના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી રહી છે.

થોડા દિવસ પહેલા જ પાન કાર્ડ બન્યું ને અત્યારે કરોડોની છેતરપિંડીનો આક્ષેપ લાગ્યો

પીડિત પ્રતાપસિંહે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી પાન કાર્ડ બનાવવા માટે તે ધક્કા ખાઈ રહ્યો હતો. થોડા દિવસ પહેલા જ તેનું પાન કાર્ડ બન્યું છે. ત્યારે 19 ઓક્ટોબરે મારા ઘરે ઈન્કમટેક્સના અધિકારી પહોંચ્યા અને કહ્યું, તમારી પર 3 કરોડ રૂપિયાની ટેક્સચોરીનો આક્ષેપ છે. જ્યારે હું તો રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવી રહ્યો છું. ઈન્કમટેક્સથી મારે કંઈ લેવા દેવા નથી. મેં પોલીસ સ્ટેશનમાં પત્ર લખ્યો છે. મારી પર લાગેલા આરોપ ખોટા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.