ETV Bharat / bharat

ન્યાય મળવામાં વિલંબ એ ચિંતાજનક બાબત છે, પેન્ડિંગ કેસમાં વકીલોની સકારાત્મક ભૂમિકા મહત્વની સાબિત થઈ શકે છે - સક્રિય ભૂમિકા

દેશની દરેક કોર્ટમાં સેકડો હજારો કેસીસ પેન્ડિંગ છે અને ભારતીય ન્યાયિક પ્રણાલી દરેક કેસને સમય આપી શકવાથી બહુ દૂર છે. આ વિષયમાં ડૉ. બી.આર. આંબેડકર લો કોલેજ, હૈદરાબાદની આસિસ્ટન્ટ પ્રોફેસર શૈલજા પીવીએસ દ્વારા ખાસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. વાંચો વિગતવાર આ રિપોર્ટ.

પેન્ડિંગ કેસમાં વકીલોની  સકારાત્મક ભૂમિકા મહત્વની સાબિત થઈ શકે છે

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 16, 2023, 9:19 PM IST

હૈદરાબાદઃ ન્યાય સમયસર ન મળે તે ન્યાય 'ન' મળવા બરાબર જ છે. બંને એક બીજાના અભિન્ન અંગ છે. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ન્યાય સમયસર મળે તે જરુરી છે. જે એક અબાધિત મૌલિક અધિકાર છે. સત્વરે સુનાવણીએ ભારતના બંધારણના આર્ટિકલ 21 અંતર્ગત જીવન અને સ્વતંત્રાના અધિકારનો એક ભાગ છે.

વકીલાતએ દેશ અને દુનિયામાં સૌથી જૂનો વ્યવસાય છે. તેને સદીઓથી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. કોઈ પણ સરકાર કાયદા અને કાયદા વ્યવસાયની સેવાઓ સિવાય કામ કરી શકે નહીં. બીજા શબ્દોમાં વકાલત વ્યવસાયમાં સદગુણની જેમ મહાન અને ન્યાયની આવશ્યકતા છે. ભારતમાં વકાલાત જે આજે ચાલી રહ્યી છે તે 18મી સદીમાં અંગ્રેજો દ્વારા તૈયાર કરેલ કાયદા પ્રણાલિનું પરિણામ છે. 1951માં એસ. આર. દાસના નેતૃત્વમાં અખિલ ભારતીય બાર સમિતિની સ્થાપના કરવામાં આવી.

અધિવક્તા અધિનિયમ 1961 કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. 1961થી આ અધિનિયમ દેશમાં અમલમાં છે. જેમાં 1.4 મિલિયનથી વધુ વકીલો રજિસ્ટર્ડ છે. તેનો વિશાળ ઈતિહાસ છે જે નિરંતર વધીને વધુ વિશાળ બની રહ્યો છે.

આ તથ્ય નિર્વિવાદીત છે કે ભારતમાં ન્યાય વિતરણ પ્રણાલિ ખરાબ સ્થિતિમાં છે. છેલ્લા કેટલાક દસકાઓમાં ભારતીય ન્યાયિક પ્રણાલિના કામકાજના સર્વેક્ષણથી ખબર પડે છે કે આ પ્રણાલિ સત્વરે ન્યાય પૂરો પાડવામાં નિષ્ફળ રહી છે.

એક પ્રસિદ્ધ કહેવત છે કે ન્યાય મળવામાં વિલંબ એ ન્યાય ન મળવા બરાબર જ છે. વિવિધ અદાલતોમાં ત્રણ કરોડ કેસીસ પેન્ડિંગ છે. કોર્ટ પ્રોસીઝરથી કોઈ કેસ ઉકેલવા માટે 15 વર્ષનો સમય હોવાથી ન્યાયિક પ્રણાલિને સંતોષજનક કહી શકાય નહીં. ઉદાહરણ તરીકે યુએસ સ્પીડી ટ્રાયલ એક્ટ 1974 અંતર્ગત અમેરિકા જેવા દેશોમાં કેસ પૂરો કરીને ન્યાય આપવા માટે મર્યાદિત સમય સીમા નક્કી કરવામાં આવી છે. જો કે ભારતમાં યુએસ સ્પીડી ટ્રાયલ એક્ટની સરખામણીમાં સામાન્ય વૈધાનિક સમય મર્યાદા નથી. જ્યારે સિવિલ પ્રક્રિયા સંહિતા અને અપરાધિક પ્રક્રિયા સંહિતામાં કેટલાક તબક્કે મર્યાદીત સમય સીમાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કાયદાઓ સામાન્ય રીતે સમય સીમા નિશ્ચિત કરતા નથી. જેને અનુસરીને સમગ્ર કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે, અથવા પરીક્ષણા દરેક તબક્કાને સમાપ્ત કરવી જોઈએ.

જો કે, મેનકા ગાંધીના કેસમાં અપરાધિક ન્યાય પ્રશાસન પર ઊંડો અને લાભદાયી પ્રભાવ પડ્યો છે. અંતુલેનો કેસ પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવે છે. જેમાં ગુનાહિત મામલાઓમાં આરોપીની સ્તવરે સુનાવણી માટે વિસ્તૃત દિશા નિર્દેશ છે જ્યારે ગુનાઓની સુનાવણી માટે કોઈ સમય સીમા નક્કી કરવા માટે કોઈ તૈયાર થયું નથી.

2002માં પી. રામચન્દ્ર રાવ વિરુદ્ધ કર્ણાટક રાજ્ય મામલામાં કોર્ટના સાત ન્યાયાધીશોની સંયુક્ત બેન્ચે માન્યું કે કોર્ટ દ્વારા અનિવાર્ય સમય સીમા નિર્ધારિત કરી શકાય નહી. ભારતમાં વિવિધ કાયદા આયોગ અને સરકારી સમિતિઓએ કેસો પૂરા કરવા માટે કોર્ટને ચોક્કસ દિશા નિર્દેશ અને માપદંડના સ્વરુપે નિર્દેશિકા સમય સીમાની સલાહ આપી છે જેના દ્વારા સીસ્ટમમાં થતા વિલંબને માપી શકાય.

ફરિયાદ દાખલ થાય ત્યાંથી લઈને ધરપકડમાં સુરક્ષા માટેની અરજી કરવા, જામીન માંગવા, અનુકૂળ ચુકાદો મળવાની સંભાવના માટે સત્વરે સુનાવણીનો અનુરોધ કરવા માટે હાઈકોર્ટ દ્વારા અપીલ સ્વીકાર કરવાની ક્ષમતા અને અહીં રાહત મેળવવાની ક્ષમતા, કાયદાના દરેક મહત્વપૂર્ણ પગલા કોઈ વિશેષાધિકારથી પ્રભાવિત થાય છે.

ભારતમાં સૌથી મોટો વાદી પક્ષ સરકાર છે, જે અડધાથી વધુ પેન્ડિંગ કેસ માટે જવાબદાર છે. જેમાં સરકારના એક વિભાગે બીજા વિભાગ પર કેસ દાખલ કરી દીધો છે અને નિર્ણય લેવાનું કામ કોર્ટ પર છોડી દીધું છે. સાથે જ મોટાભાગના કેસીસમાં જ્યારે સરકાર કોઈ કેસ દાખલ કરે ત્યારે સરકારી પક્ષ પોતાની વાત સાબિત કરવામાં નિષ્ફળ રહે છે.

ન્યાય વિતરણ પ્રણાલિમાં વકીલોની ભૂમિકા બહુ મહત્વપૂર્ણ છે. આ પ્રોફેશનલ્સની પ્રતિબદ્ધતા સમગ્ર પરિપ્રેક્ષ્યને બદલી શકે છે. કમનસીબે જુદા જુદા કારણોથી થતા વિલંબ માટે પણ તેઓ જ જવાબદાર છે. તેઓ પોતાના અસીલને પ્રભાવિત કરવા મૌખિક ચર્ચાઓમાં લાગેલા રહે છે. વકીલો ક્ષુલ્લક આધારો પર સ્થગન લેવા માટે જાણીતા છે. દરેક સ્થગનની સાથે ન્યાયિક પ્રક્રિયા વાદીઓ અને કોર્ટ માટે મોંઘી થતી જાય છે. જ્યારે વકીલોને તેમના સમય અને હાજરી માટે મહેનતાણું મળતું રહે છે. સામાન્ય રીતે વકીલ વ્યવહારીક રીતે જેટલું સંભાળી શકે તેનાથી વધુ લાંબો કેસ ચાલે છે. તેથી હંમેશા સ્થગનની માંગ કરવામાં આવે છે.

જો કે હરીશ ઉપ્પલ વિરુદ્ધ ભારત સંઘના મામલામાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો વકીલોની હડતાલ અથવા બહિષ્કારનો કોઈ અધિકાર નથી. વકીલો સાંકેતિક હડતાળો પણ ન કરી શકે. વકીલોને હડતાળ પર ઉતરવું હોય તો તેમની પાસે કોઈ મજબૂત કારણ હોવું જોઈએ.

જો ગેરહાજરી માત્ર હડતાળના આહવાન પર આધાર રાખે તો વકીલ પોતાના અસીલને નાણાં ચૂકવવા માટે જવાબદાર છે. તેથી સમયની માંગ એવી છે કે વકીલ જવાબદારી પૂર્વક વર્તન કરે અને હડતાળ કરવાથી પોતાને રોકે. પ્રોફેશનલ અને પર્સનલ લાભ માટે વકીલો આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોઈ વિશેષ મામલામાં સ્થગન ન્યૂનતમ સંખ્યામાં મર્યાદિત હોવું જોઈએ. મામૂલી આધાર પર સ્થગન માટે અરજી કરવાવાળા વ્યક્તિને દંડ ફટકારવો જોઈએ. તેમજ કોર્ટે આગળની કાર્યવાહી કરવી જોઈએ.

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે તાજેતરમાં જ (3 નવેમ્બર, 2023)ના રોજ વકીલોની વીટંબણા પર કહ્યું કે, માત્ર તે જ કેસ સ્થગિત કરવા માંગે છે જેને તેમના અનુરોધ પર તત્કાળ સૂચીબદ્ધ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે હું નથી ઈચ્છતો કે કોર્ટ તારીખ પે તારીખ બને.

સીજેઆઈએ બારના સભ્યોને અનુરોધ કર્યો કે કેસમાં સ્થગનની અત્યંત જરુર ન હોય ત્યાં સુધી તેની માંગ ન કરવી જોઈએ. 2022માં ન્યાયાધીશ શાહ અને અન્યએ કહ્યું હતું કે જો ન્યાયાધીશ સ્થગનની પરવાનગી ન આપે તો તેમણે પસંદ કરવામાં આવતા નથી. અમે બીજાના સર્ટિફિકેટ માટે કામ નથી કરવા માંગતા.

આ અગાઉ 2002માં ન્યાયાધીશ સંજય કિશન કૌલ અને એમ. એમ. સુંદરેશવાળી સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે જો બીસીઆઈ પોતાના અધિકારોનો દાવો કરે છે, તેથી તેણે પોતાની ખામીઓનો પણ અંદાજ કાઢવો જોઈએ. કાયદા શાળાઓની વધતી જતી સંખ્યા અને તેમાં અપાનારા શિક્ષણની ગુણવત્તાને સમસ્યાના મૂળના રુપમાં ઓળખી.

બેન્ચે કહ્યું કે અમારી પાસે એવી સ્થિતિ છે જેમાં અસામાજિક તત્વ જાય છે અને કાયદાની ડીગ્રી મેળવી લે છે. આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં કાયદાના અભ્યાસક્રમો ગૌશાળામાં ચાલી રહ્યા છે. તમારે આત્મમંથન કરવું પડશે. આ ગુણવત્તા યુક્ત કાયદા પ્રણાલિને સદંતર નબળી બનાવી રહ્યું છે. વર્ગોમાં હાજર રહ્યા વિના વિદ્યાર્થીને કાયદાની ડીગ્રી મળી જાય છે. કાયદા શાળાઓની સઘન તપાસ અને પ્રવેશ માટે વધુ ગંભીર માપદંડો મહત્વપૂર્ણ છે.

અગર બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના બે વર્ષ જૂના સત્યાપન અભિયાન પર વિશ્વાસ કરવામાં આવે તો દેશમાં નકલી વકીલોની સંખ્યા અડધો અડધ છે. યુનાઈટેડ કિંગડમે કેસની પ્રગતિના નિરીક્ષણ માટે, વિલંબને ઓળખવા માટે, તેનું સમાધાન કરવા અને સમય મર્યાદાનું સુનિશ્ચિત પાલન કરવા માટે કેસ પ્રગતિ અધિકારીઓની નિમણુંક કરી છે.

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા(બીસીઆઈ) પાસે યુનિવર્સિટીથી સ્વતંત્ર, કાયદા શિક્ષણના પૂર્ણ સ્પેકટ્રમને વિનિયમિત કરવા માટે કોઈ કાયદાકીય-સંવૈધાનિક અધિકાર નથી. અધિવક્તા અધિનિયમની ધારા 7(1)(એચ)માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બીસીઆઈને ભારતમાં એવું શિક્ષણ પ્રદાન કરવાવાળા યુનિવર્સિટીઝ અને રાજ્ય બાર કાઉન્સિલના પરામર્શથી કાયદા શિક્ષણના માપદંડ નિર્ધારિત કરવાના છે.

મોટી સંખ્યામાં કેસીસ પેન્ડિંગ રહે અને સામાન્ય માણસને ન્યાય મળવામાં મોડું થાય તેની પાછળના અસંખ્ય કારણ અને મર્યાદાઓ હોઈ શકે છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ અને તેમની ટીમ ન્યાયીક પ્રણાલિને પુનઃજીવિત કરવા માટે સાહસિક પગલા ભરવા માટે સુધાર ઉન્મુખ વાતાવરણમાં કાર્ય કરવા માટે ખૂબજ સાહસી છે. જો આવું થાય તો આ ભારતમાં સામાન્ય નાગરિકોની આશા પર સરળતાથી ખરા ઉતરી શકે છે.

રાઈટિંગ ઓન ધી વોલ સ્પષ્ટ છે કે આપણે ગરીબ આદમી અને વિચારાધીન કેદીઓને શીધ્ર ન્યાય પ્રદાન કરવાનો ચમત્કાર કરીને ઈતિહાસ બનાવી શકીએ છીએ. આર્થિક ડિજિટલ સુધારા વધારા અને ટેકનોલોજીનો સહયોગ આ દિશામાં હરણફાળ બની શકે છે. જેનાથી ભારત 2047 સુધી એક વિક્સિત રાષ્ટ્ર બનવા માટે પસાર થઈ રહ્યું છે. આ સમગ્ર સ્વરુપથી સમાજે નક્કી કરવાનું છે કે શું વર્તમાન માનસિકતા પર કાયમ રહેવું છે કે ભારતીય ન્યાય પાલિકાને એક વધારાની સંવૈધાનિક સંસ્થા છે જે આલોચનાથી પર હોય અને વર્તમાન દયનીય કાર્યક્ષમતાથી બહાર આવવા માટે મદદ કરવાવાળા હાથો પર સકારાત્મક પ્રતિક્રિયા વ્યક્ત કરે છે.

ન્યાયના સંરક્ષકના સ્વરુપે વકીલ કાયદા ઉપાયોની સમય પર ડિલીવરીની સુવિધાજનક બનાવવા માટે બાધિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. સાર્થક ન્યાયિક સુધારા માટે ન્યાયિક પદાનુક્રમના દરેક સ્તરોને સામેલ કરતા એક પ્રણાલિગત પરિપ્રેક્ષ્યની જરુરિયાત છે. ન્યાયિક પ્રણાલિના દરેક સ્તરો પર મામલે સમય પર નિપટાવવા માટે ઉપાય કરવો જોઈએ જેમાં સમગ્ર સીસ્ટમમાં ન્યાયાધીશોની સંખ્યાનું નિરીક્ષણ અને વૃદ્ધિનો સમાવેશ થાય છે. વૈકલ્પિક વિવાદ માટે સંસાધનોના ઉચિત અને અધિક કુશલ વિતરણ અને ઉપયોગ આવશ્યક છે.

લો પ્રોફેશનલ માટે પ્રશિક્ષણ અને સતત શિક્ષણ કાર્યક્રમ પ્રદાન કરવા માટે તેમના કૌશલ્યમાં વૃદ્ધિ થાય તે બહુ આવશ્યક છે. જેમાં પરિહાર્ય કારણોમાં સ્થગન માંગવાની સંભાવના ઓછી હોઈ શકે છે. કાયદાના શિક્ષણમાં મૂટ કોર્ટ જેવા વ્યવહારિક અનુભવોને સામેલ કરવા માટે યુનિવર્સિટી એવા સ્નાતક તૈયાર કરે જે ન માત્ર કાયદાના સિદ્ધાતોમાં પારંગત હોય પરંતુ કાયદા વ્યવસાયમાં સફળતા માટે આવશ્યક કૌશલ્યોથી પણ સજ્જ હોય. આ દ્રષ્ટિકોણ કાયદા પ્રણાલિ અંતર્ગત વકીલાતની સમગ્ર દક્ષતા અને પ્રભાવશીલતામાં યોગદાન આપે છે.

  1. કોલેજિયમ સામેની અરજી પર સીજેઆઈએ કહ્યું, ' હું કાયદા અને બંધારણનો સેવક છું '
  2. ILLEGAL IMMIGRATION : ગેરકાયદેસર ઇમિગ્રેશન ગુપ્ત રીતે થાય છે, સચોટ ડેટા મેળવી શકાતો નથી : કેન્દ્રએ નાગરિકતા કાયદા પર SCને કહ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.