ETV Bharat / bharat

Chandrayaan-3:  'શિવશક્તિ પોઈન્ટ'ની આસપાસ રોવર પ્રજ્ઞાનના આટાં-ફેરા, ઈસરોએ જાહેર કર્યો વીડિયો

ઓગસ્ટ 23ના રોજ ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટી પર સ્પર્શ કર્યો હતો. આ સ્પર્શ સ્થળને શિવ શક્તિ નામ આપવામાં આવ્યું છે. અવકાશ વિજ્ઞાનમાં ભારત માટે આ ઐતિહાસિક દિવસ હતો.

40 સેકન્ડનો રોવર પ્રજ્ઞાનનો વીડિયો
40 સેકન્ડનો રોવર પ્રજ્ઞાનનો વીડિયો
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 7:44 PM IST

બેંગાલુરૂઃ ઈસરોએ ચંદ્રયાન-3 તરફથી મોકલાયેલો તાજેતરનો વીડિયો રિલીઝ કર્યો છે. જેમાં રોવર પ્રજ્ઞાન ચંદ્રના દક્ષિણ ધૃવ પર 'શિવશક્તિ પોઈન્ટ'ની આસપાસ ફરી રહ્યું છે. ઈસરોએ તેના એક્સ હેન્ડલ પર 40 સેકન્ડનો આ વીડિયો પોસ્ટ કર્યો છે.

40 સેકન્ડનો વીડિયોઃ ચંદ્રના દક્ષિણ ધૃવ પર ચંદ્રની સપાટીના રહસ્યોને જાણવા માટે 'શિવશક્તિ પોઈન્ટ'ની આસપાસ રોવર પ્રજ્ઞાન ફરી રહ્યું છે. ઈસરોએ તેના એક્સ હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે. 40 સેકન્ડના આ વીડિયોમાં રોવર ચંદ્રની સપાટી પર ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને તેની પાછળ ટાયરના નિશાન પડતા જાય છે.

વડાપ્રધાને 'શિવશક્તિ પોઈન્ટ'નામ આપ્યુંઃ આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગાલુરૂ પહોંચ્યા હતા. તેઓ ગ્રીસથી સીધા જ ભારતના વૈજ્ઞાનિકોને મળવા, ચંદ્રયાન-3ની સફળતાની શુભેચ્છા પાઠવવા બેંગાલુરૂ આવ્યા હતા. વૈજ્ઞાનિકોને સંબોધન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીને જ્યાં સ્પર્શ્યુ હતું તે સ્થળનું નામકરણ 'શિવશક્તિ પોઈન્ટ'કર્યુ હતું. તેમણે ઈસરોની આ સફળતાને ભારતની અવકાશ ક્ષેત્રે 'અસામાન્ય ક્ષણ' ગણાવી હતી.

  • Chandrayaan-3 Mission:
    🔍What's new here?

    Pragyan rover roams around Shiv Shakti Point in pursuit of lunar secrets at the South Pole 🌗! pic.twitter.com/1g5gQsgrjM

    — ISRO (@isro) August 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'શિવશક્તિ પોઈન્ટ'નું અર્થઘટનઃ અવકાશ યાન અન્ય ગ્રહ કે ઉપગ્રહને સ્પર્શે તે સ્થળના નામકરણની વૈજ્ઞાનિક પ્રથા પ્રચલિત છે. આપણું ચંદ્રયાન-3 ચંદ્ર પર જ્યાં લેન્ડ થયું છે તે વિસ્તારના નામકરણનો નિર્ણય પણ ભારતે લીધો છે. આ સ્થળ 'શિવશક્તિ પોઈન્ટ'તરીકે ઓળખાય છે. કારણ કે શિવમાં માનવતાનું ભલુ કરવાની અદમ્ય ઈચ્છા હોય છે અને આ ઈચ્છાપૂર્તિ માટેની તાકાત આપણને શક્તિ પૂરી પાડે છે.ચંદ્ર પર રહેલું આ 'શિવશક્તિ પોઈન્ટ'હિમાલય અને કન્યાકુમારીની યાદ પણ અપાવે છે.

નેશનલ હેકાથોનનો અનુરોધઃ ચંદ્રયાન-3ની સફળતાને અમર કરવા માટે વડાપ્રધાને આ દિવસ એટલે કે 23 ઓગસ્ટને 'નેશનલ સ્પેસ ડે' જાહેર કર્યો છે. આ દિવસને વિજ્ઞાન, ટેકનોલોજી અને સંશોધનના દિવસ તરીકે ઉજવાશે. વડાપ્રધાને ઈસરોને "સ્પેસ ટેકનોલોજી ઈન ગવર્નન્સ" શીર્ષક હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકારના અનેક વિભાગોને સાંકળી લેતી નેશનલ હેકાથોન યોજવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ હેકાથોન આપણા ગવર્નન્સને વધુ અસરકારક બનાવશે અને દેશના નાગરિકોને વધુ સવલત પૂરી પાડશે. (પીટીઆઈ)

  1. Chandrayaan 3 : ચંદ્રયાન 3 માં અમદાવાદના એક વિદ્યાર્થીનો મહત્વનો ફાળો, જાણો કોણ છે આ યુવા વૈજ્ઞાનિક...
  2. Mission Chandrayaan 3 Landing : ચંદ્રયાન 3 ના સફળતાપૂર્વક ઉતરાણ ઉત્સવનો માહોલ, જાણો જાહેર જનતાની લાગણી...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.