ETV Bharat / bharat

Ram Mandir Satellite Picture: ઈસરોએ અયોધ્યાના રામ મંદિરની સેટેલાઈટ ઈમેજ પોસ્ટ કરી

અયોધ્યાના રામ મંદિરની સેટેલાઈટ ઈમેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ઈમેજ ઈસરોએ પોસ્ટ કરી છે. જેમાં દશરથ મહેલ, અયોધ્યા રેલવે સ્ટેશન, સરયૂ નદી વગેરે સ્થળો દ્રશ્યમાન થાય છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. ISRO Ayodhya Ram Mandir Satellite Image Social Media Viral

ઈસરોએ અયોધ્યાના રામ મંદિરની સેટેલાઈટ ઈમેજ પોસ્ટ કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 21, 2024, 6:05 PM IST

Updated : Jan 21, 2024, 7:37 PM IST

બેંગાલુરુઃ ઈસરોએ અયોધ્યાના રામ મંદિર પરિસર અને તેની આસપાસના સ્થળોની એક સેટેલાઈટ ઈમેશ પોસ્ટ કરી છે. જેમાં 22મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે અયોધ્યાનું નિર્માણાધીન રામ મંદિર દેખાઈ રહ્યું છે. તેમજ રામ મંદિર પરિસરની આસપાસના સ્થળો પણ જોવા મળી રહ્યા છે. આ સેટેલાઈટ ઈમેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

  • #RamMandir from Space!@isro captures stunning satellite images of Ayodhya’s Ram Temple. The majestic Dashrath Mahal and the tranquil Saryu River take center stage in these snapshots. Notably, the recently revamped Ayodhya railway station stands out prominently in the detailed… pic.twitter.com/4Sn4R3JaZH

    — MyGovIndia (@mygovindia) January 21, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગત વર્ષ 16મી ડિસેમ્બરે લેવાયેલ આ ઈમેજમાં રામ મંદિર પરિસર ઉપરાંત દશરથ મહેલ, અયોધ્યા રેલવે સ્ટેશન અને પવિત્ર સરયૂ નદી દેખાઈ રહ્યા છે. પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠામાં સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તેમજ અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે.

ઈસરો દ્વારા એક મહિના અગાઉ 16મી ડિસેમ્બરે આ સેટેલાઈટ ઈમેજ લેવામાં આવી હતી. જો કે વાતાવરણમાં ધુમ્મસ વધુ હોવાથી સેટેલાઈટ દ્વારા સાફ ઈમેજ મેળવવામાં તકલીફ પડતી હતી. અવકાશમાં ભારતના 50થી વધુ ઉપગ્રહો છે. આ ઉપગ્રહો 1 મીટરથી પણ નાના કદની વસ્તુની શાર્પ ઈમેજ લઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે 22મી જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ પ્રસંગ માટે અયોધ્યાને માત્ર ફુલોથી જ નહિ પરંતુ રોશનીથી પણ શણગારવામાં આવ્યું છે. જો કે ભગવાન રામની નવી મૂર્તિને રામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવી છે. આ મૂર્તિને કર્ણાટકના મૈસૂરના મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવી છે. અત્યારે સમગ્ર અયોધ્યાને શણગારવામાં આવી છે. વડા પ્રધાન સહિત મહાનુભાવો પધારવાના હોવાથી અત્યારે અયોધ્યામાં લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

  1. બદ્રીનારાયણ મંદિરમાં સ્વચ્છતા અભિયાન, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ જોડાયા
  2. CR Patil on Congress: જે લોકો રામ મંદિરનો વિરોધ કરતા હતાં આજે તેનો વિરોધ થઈ રહ્યો છે: પાટીલ

Last Updated : Jan 21, 2024, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.