ETV Bharat / bharat

આયર્નની ઉણપથી બાળકોના શારીરિક અને માનસિક અસર પડે છે, આ અંગે શું કહે છે નિષ્ણાંત? જુઓ

બાળકોમાં આયર્નની ઉણપ થવાથી તેમના સંપૂર્ણ શારીરિક અને માનસિક પર અસર પડે છે. એટલું જ નહીં આયર્નની અછતના કારણે તેમને એનિમિયા (લોહીની અછત) પણ થઈ શકે છે. તો ETV Bharatની સુખીભવઃની ટીમે દહેરાદૂનના વરિષ્ઠ બાળ રોગ વિશેષજ્ઞ ડોક્ટર લતિકા જોશી (Senior Pediatrician Dr. Latika Joshi) સાથે આ અંગે વાત કરી હતી.

આયર્નની ઉણવથી બાળકોના શારીરિક અને માનસિક અસર પડે છે, આ અંગે શું કહે છે નિષ્ણાત? જુઓ

author img

By

Published : Jul 20, 2021, 3:54 PM IST

  • બાળકોમાં આયર્નની ઉણપથી શારીરિક અને માનસિક અસર પડે છે
  • આયર્નની અછતના કારણે તેમને એનિમિયા (લોહીની અછત) પણ થઈ શકે છે
  • ETV Bharatની સુખીભવઃની ટીમે દહેરાદૂનના વરિષ્ઠ બાળ રોગ વિશેષજ્ઞ ડોક્ટર લતિકા જોશી (Senior Pediatrician Dr. Latika Joshi) સાથે આ અંગે વાત કરી

ન્યૂઝ ડેસ્કઃ બાળકોમાં આયર્નની ઉણપ થવાથી તેમના સંપૂર્ણ શારીરિક અને માનસિક (Physical and mental) પર અસર પડે છે. એટલું જ નહીં આયર્નની અછતના કારણે તેમને એનિમિયા (લોહીની અછત) પણ થઈ શકે છે. બાળકોમાં શારીરિક, બૌદ્ધિક અને માનસિક વિકાસ માટે આયર્ન (Iron)નું પોષણ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આયર્નની અછતના કારણે શરીરમાં હિમોગ્લોબિન (Hemoglobin)ના સ્તર પર અસર પડવા લાગે છે, જે આરોગ્યને વિવિધ પ્રકારે નુકસાન પહોંચાડે છે અને તેને એનિમિક પણ ભનાવી શકે છે. બાળકો માટે આયર્નની જરૂરિયાત અલગ અલગ ઉમરના હિસાબે અલગ અલગ હોય છે.

આ પણ વાંચોઃ બાળકોમાં ઓટિઝ્મ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર અંગે બાળ મનોવૈજ્ઞાનિક શું કહે છે? જાણો

બાળકોમાં આયર્નની ઉણપ આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે

ડોક્ટર લતિકાએ આ અંગે કહ્યું હતું કે, આયર્ન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી પોષકતત્વમાંથી એક છે. આ ફક્ત મોટા માટે નહીં, પરંતુ બાળકો માટે પણ ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે મોટા ભાગના માતાપિતા બાળકોમાં વિટામીન અને પ્રોટીનનું પ્રમાણ સંતુલિત રાખવા માટે વિશેષ પ્રયાસ કરે છે, પરંતુ અમુક માતાપિતા બાળકોના આયર્નયુક્ત ડાયટ પર ધ્યાન નથી આપતા. જ્યારે આયર્ન બાળકોના દિમાગ અને શરીરની મજબૂતી માટે જરૂરી છે.

આયર્ન કેમ જરૂરી છે?

આયર્નની ઉણપ થવા પર શરીરમાં લાલ રક્ત કોષો ઓછા પ્રમાણમાં બને છે, જેના કારણે શરીરના અન્ય અંગો સુધી જરૂરિયાત મુજબ ઓક્સિજન નથી પહોંચી શકતો. આયર્ન (Iron) લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર (Hemoglobin level) વધારીને લાલ લોહી કોષોના નિર્માણને સંતુલિત અને ઓક્સિજનને વિવિધ અંગો સુધી પહોંચવાની ક્ષમતા વધારે છે. આયર્નની અછતના કરાણે શરીરમાં એનિમિયા જેવી બીમારી થઈ શકે છે. તેવી અવસ્થામાં બાળકોને આયર્ન ફોલિક એસિડ, વિટામીન સી, પ્રોટિન અને વિટામીન બીની વધારે જરૂર હોય છે.

આયર્નની ઉણપના લક્ષણ અને સંકેત

  • થાક લાગવો, ભૂખ ન લાગવી
  • ધીમી ગતિથી વૃદ્ધિ અને વિકાસ
  • અસામાન્ય રીતે કે ઝડપથી શ્વાસ લેવા
  • નબળાઈ
  • સતત સંક્રમિત થવું
  • ચામડી ખાસ કરીને નખ અને આંખ પીળા દેખાવા
  • બાળકો ચીડચીડા થઈ જવા કે સુસ્ત થઈ જવા.

ક્યાંથી મેળવી શકાશે આયર્ન?

શાકાહારીઃ લીલી પત્તાવાળી શાકભાજી, ફળ ખાસ કરીને સફરજન અને દાડમ, દાળ, બીટ, સુકા મેવા જેવા કે ખજૂર, સુકી દ્રાક્ષ, કિસમિસ

માસાહારીઃ ઈંડા, ઓર્ગન મીટ જેવા કે લીવર, માછલી, ચિકન, ટર્કી, લાલ માંસ જેવા મટન કે લેબ.

આ પણ વાંચોઃ ઉગાદી અને ગુડી પડવા વિશેષઃ ખોરાકના 6 સ્વાદ બનાવે છે શ્રેષ્ઠ આરોગ્ય

આયર્નની સાથે વિટામીન સીનો પણ ભરપૂર ખોરાક આપવામાં આવેઃ ડોક્ટર

ડોક્ટર લતિકાએ આ અંગે જણાવ્યું હતું કે, શરીરમાં આયર્નની ઉણપ દૂર કરવા માટે ખૂબ જ જરૂરી છે કે, આયર્નની સાથે વિટામીન સીનો પણ ભરપૂર ખોરાક આપવામાં આવે. કારણ કે, આ શરીરમાં આયર્નના શોષણનું કામ કરે છે. આ માટે ટામેટા, બ્રોકોલી, નારંગીનું જ્યુસ તથા સ્ટ્રોબેરી સહિતનું સેવન કરી શકાય છે.

કેટલા પ્રમાણમાં આયર્ન જરૂરી છે?

ડોક્ટર લતિકા જોશીએ વધુમાં ઉમેર્યું હતું કે, સ્તનપાન કરનારા 4થી 6 મહિના સુધીના બાળકોને આયર્નની (Iron) આવશ્યકતા નથી હોતી. કારણ કે, તેમને તે તેમની માતાના દૂધથી મળી રહે છે. કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં જો માતાના દૂધથી બાળકમાં આયર્નની જરૂરિયાત પૂર્ણ ન થઈ શકે તો ડોક્ટર તેને આયર્ન ડ્રોપ કે આયર્નયુક્ત ફોર્મ્યુલા દૂધ આપવાની પણ સલાહ આપે છે. સામાન્ય પરિસ્થિતિઓમાં 7થી 12 મહિનાના બાળકોને દરરોજ 11 મિલીગ્રામ, 1થી 3 વર્ષના બાળકોને રોજ 7 મિલીગ્રામ, 4થી 8 વર્ષના બાળકોને 10 મિલીગ્રામ તથી 9થી 13 વર્ષના બાળકોને દરરોજ 8 મિલીગ્રામ આયર્નની જરૂરિયાત હોય છે. જ્યારે 11થી વધુ વયના બાળકોને 11 મિલીગ્રામ તથા બાળકીઓને 15 મિલીગ્રામ દરરોજ આયર્નની આવશ્યકતા હોય છે. એક ઉંર પછી બાળકીઓને બાળકોની સરખામણીમાં વધુ આયર્નની જરૂર હોય છે.

કયા બાળકોમાં આયર્નની ઉણપનો ખતરો છે?

  • સમયથી પહેલા જન્મ લેનારા પ્રિમેચ્યોર બાળક (Premature baby)
  • એક વર્ષથી ઓછી વયથી જ ગાય, બકરીનું દૂધ પીનારા બાળકોને
  • એવા બાળકો જે વગર આયર્નયુક્ત ફોર્મ્યુલા દૂધ (Iron-containing formula milk) પીવે છે
  • જે ગંભીર બિમારીઓથી પીડિત હોય
  • 1થી 5 વર્ષની વયના એવા બાળકો જેના આહારમાં આયર્ન અને લેડ વધારે હોય છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.