દુબઈ: દુબઈએ IPL ચાહકોને નમસ્તે કહ્યું છે. ભારતની સૌથી પ્રિય લીગ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) તમામ રોમાંચ અને એક્શન સાથે ફરી એકવાર આવનારી છે. તેની શરૂઆત કોકા-કોલા એરેના ખાતે મીની IPL હરાજી સાથે થઈ છે. તમામ ફ્રેન્ચાઇઝીઓ તેમની ટીમ માટે શ્રેષ્ઠ અને ઉત્તમ ખેલાડીઓની પસંદગી માટે ઉત્સુક જોવા મળ્યાં છે. આ ઑક્શનમાં ઑસ્ટ્રેલિયાનો પૅટ કમિન્સ IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે, સનરાઈઝર્સ હૈદરાબાદે રૂ. પેટ કમિન્સને 20.5 કરોડમાં ખરીદ્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે ટ્રેવિસ હેડને 6.8 કરોડમાં ખરીદ્યો: ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ માટે ચેન્નાઈ અને હૈદરાબાદે ભારે બોલી લગાવી હતી. અંતે 2 કરોડની બેસ કિંમત બાદ સનરાઇઝર્સ હૈદરાબાદે ટ્રેવિસ હેડને 6.8 કરોડમાં ખરીદ્યો.
હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો: જ્યારે હેરી બ્રુક માટે દિલ્હી અને રાજસ્થાન વચ્ચે મજબૂત બિડિંગ જોવા મળી હતી જોકે, હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
રાજસ્થાન રોયલ્સે રોવમેન પોવેલેને રૂ. 7.4 કરોડમાં ખરીદ્યો: વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર રોવમેન પોવેલ માટે રૂ. 1 કરોડની બેઝ પ્રાઈઝથી બોલી શરૂ થઈ હતી અને અંતે રાજસ્થાન રોયલ્સે તેને રૂ. 7.4 કરોડમાં ખરીદ્યો હતો.
દુબઈમાં IPL 2024 ઑક્શનમાં કેટલા ખેલાડી: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની હરાજી દુબઈના કોકા કોલા એરેના સ્ટેડિયમમાં યોજાઈ છે. આ ઑક્શન બપોરના 1 વાગ્યાથી શરૂ થઈ હતી. આ હરાજીમાં કુલ 333 ખેલાડીઓના નામ નોંધાયા છે. જેમાં 214 ભારતીય, 119 વિદેશી અને 2 સહયોગી દેશના ખેલાડીઓનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ છે કે, આ વખતે હરાજીમાં કુલ 77 દિવસો ખાલી છે, જેના માટે આ હરાજી યોજાઈ રહી છે. આ હરાજીમાં 116 કેપ્ડ અને 215 અનકેપ્ડ ખેલાડીઓ પણ સામેલ છે.