ETV Bharat / bharat

IPL 2022: IPLમાં લખનઉની પ્રથમ જીત, ચેન્નાઈને 6 વિકેટે હરાવી ચટાડી ધૂળ - લખનઉ સુપર જાયન્ટ્સ

IPLની (IPL 2022) 7મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે (Lucknow Super Giants) હાઈ સ્કોરિંગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને (Chennai Super Kings) 6 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ સાત વિકેટના નુકસાને 210 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉએ આ મેચ ત્રણ બોલ બાકી રહેતા છ વિકેટે જીતી લીધી હતી.

IPL 2022: IPLમાં લખનઉની પ્રથમ જીત, ચેન્નાઈને 6 વિકેટે હરાવ્યું

author img

By

Published : Apr 1, 2022, 7:19 AM IST

મુંબઈઃ લખનઉએ ચેન્નાઈને 6 વિકેટે હરાવ્યું છે. મુકેશ ચૌધરીની છેલ્લી ઓવરમાં 9 રન લૂટી ગયા અને ચેન્નાઈ મેચ હારી ગઈ. છેલ્લી 2 ઓવરમાં લખનૌને જીતવા માટે 31 રનની જરૂર હતી, પરંતુ શિવમ દુબેએ 19મી ઓવરમાં 25 રન ખર્ચ્યા, જ્યાંથી મેચ લખનઉમાં ગઈ. લખનૌ માટે એવિન લુઈસ ઉપરાંત યુવા આયુષ બદોનીએ નવ બોલમાં 19 રન બનાવ્યા હતા.

ચેન્નાઈએ પ્રથમ દાવમાં 210 રન બનાવ્યા : લખનઉએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નાઈએ પ્રથમ દાવમાં 210 રન બનાવ્યા હતા. આ પછી એવું માનવામાં આવતું હતું કે, ચેન્નાઈની ટીમ આ મેચ જીતશે, પરંતુ લખનઉવીએ શ્રેષ્ઠ રમત બતાવી અને મેચ જીતી લીધી. આ સિઝનમાં બીજી વખત 200થી વધુના લક્ષ્યનો પીછો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: IPL 2022 : RCBએ રોમાંચક મેચમાં KKRને ત્રણ વિકેટે આપી માત

આયુષ બદોનીએ 9 બોલમાં 19 રન બનાવ્યા : લખનઉ માટે એવિન લુઈસ 23 બોલમાં 55 રન બનાવીને અણનમ રહ્યો હતો, જ્યારે આયુષ બદોનીએ 9 બોલમાં 19 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી ડ્વેન પ્રિટોરિયસે બે વિકેટ ઝડપી હતી. ડ્વેન બ્રાવો અને તુષાર દેશપાંડેને એક-એક વિકેટ મળી હતી. આ સિઝનમાં ચેન્નાઈની આ સતત બીજી હાર છે.

ચેન્નાઈ સુપર કિંગ્સનો દાવ : રોબિન ઉથપ્પા (50) અને શિવમ દુબેની (50) શાનદાર ઇનિંગ્સને કારણે ગુરુવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2022ની સાતમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સએ (CSK) લખનઉ સુપર જાયન્ટ્સને (LSG) 211 રનનો ટાર્ગેટ આપ્યો હતો. CSKએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા હતા. ટીમ માટે અંબાતી રાયડુ અને દુબેએ 37 બોલમાં સૌથી વધુ 60 રનની ભાગીદારી કરી હતી. એલએસજી તરફથી રવિ બિશ્નોઈ, એન્ડ્રુ ટાય અને અવેશ ખાને બે-બે વિકેટ લીધી હતી.

CSKએ ધમાકેદાર શરૂઆત કરી : અગાઉ ટોસ હાર્યા પછી, પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા CSKએ ધમાકેદાર શરૂઆત કરી, જેમાં ઓપનર રોબિન ઉથપ્પાએ શરૂઆતથી જ શોટ ફટકાર્યા હતા. જોકે, ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર રવિ બિશ્નોઈએ ઋતુરાજ ગાયકવાડને (1) આઉટ કર્યો હતો, પરંતુ ઉથપ્પા અને મોઈન અલીએ ઝડપી ગતિએ રન બનાવ્યા હતા, કારણ કે CSK એ પાવરપ્લેમાં એક વિકેટના નુકસાન પર 73 રન ઉમેર્યા હતા.

આ પણ વાંચો: IPL 2022, 6th Match: કોલકાતા નાઈટ રાઈડર્સ અને આરસીબી વચ્ચે આજે મેચ

એમએસ ધોનીએ 2 બોલમાં એક સિક્સર અને એક ફોર ફટકારી : 7માં નંબરે આવેલા એમએસ ધોનીએ અવેશના 2 બોલમાં એક સિક્સર અને એક ફોર ફટકારી હતી અને 19મી ઓવરમાં માત્ર 11 રન કર્યા હતા. 20મી ઓવર ફેંકવા આવેલા એન્ડ્રુ ટાયના બોલ પર, કેપ્ટન જાડેજાએ ચોગ્ગો ફટકારીને CSKને 200થી આગળ લઈ ગયો, પરંતુ પછીના બોલ પર તે (17) મનીષ પાંડેના હાથે કેચ થઈ ગયો. ટાઈએ ખાતું ખોલાવ્યા વિના ડ્વેન પ્રિટોરિયસને પેવેલિયન મોકલી દીધો હતો, પરંતુ ધોનીએ છેલ્લા બોલે ચોગ્ગો ફટકારીને CSKનો સ્કોર 20 ઓવરમાં સાત વિકેટના નુકસાને 210 રન સુધી પહોંચાડ્યો હતો. ધોની 6 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 16 રન બનાવીને અણનમ રહ્યો હતો. હવે એલએસજીને જીતવા માટે 211 રન બનાવવા પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.