- એન્ટિલિયા મામલા પછી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
- મુંબઈ પોલીસના પૂર્વ કમિશનરની ચિઠ્ઠીથી શરૂ થયું રાજકીય સંકટ
- ગૃહ પ્રધાન અનિલ દેશમુખે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખ્યો પત્ર
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના પૂર્વ CM ફડણવીસે ગૃહ સચિવને આપ્યા મહત્વના દસ્તાવેજો
મુંબઈઃ એન્ટિલિયા મામલા પછી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની એક ચિઠ્ઠીથી મહારાષ્ટ્રમાં શરૂ થયેલું રાજકીય સંકટ નિવારવાની જગ્યાએ વધી રહ્યું છે. પરમબીર સિંહ પછી હવે ગૃહ પ્રધાન અનિલ દેશમુખે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખી તેમની ઉપર લાગેલા ભ્રષ્ટાચારના આરોપની તપાસ કરવાની વાત કહી છે.
આ પણ વાંચોઃ મુંબઈમાં 86 પોલીસ કર્મચારીઓની બદલી
પરમબીર સિંહે લગાવેલા આરોપ પાયાવિહોણાઃ અનિલ દેશમુખ
અનિલ દેશમુખે ઉદ્ધવ ઠાકરેને કહ્યું છે કે, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે 17 માર્ચ 2021એ પત્ર લખીને તેમની ઉપર જે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. તે સાચા નથી. તેમના આક્ષેપોની તપાસ થવી જોઈએ. આ સાથે જ દેશમુખે ટ્વીટ કરીને કહ્યું હતું કે, પરમબીર સિંહે મારી ઉપર લગાવેલા આરોપની તપાસ કરાવીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાની માગ મેં મુખ્યપ્રધાનને કરી હતી. જો તેઓ તપાસના આદેશ આપે છે તો હું તેમનું સ્વાગત કરીશ.
દેવેન્દ્ર ફડણવીસે અનિલ દેશમુખની મુશ્કેલી વધારી
આપને જણાવી દઈએ કે, મંગળવારે પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખની મુશ્કેલી વધારી દીધી હતી. તેમણે IPS રશ્મિ શુક્લાના પત્રનો ઉલ્લેખ કરતા મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર પોસ્ટિંગ રેકેટ ચલાવવા, મોટા નેતાઓ અને અધિકારીઓની મિલીભગતનો આરોપ લગાવ્યો હતો.