ETV Bharat / bharat

International Tiger Day: જાણો, શું છે ટાઈગર ઝિન્દા હૈ પ્રોજેક્ટ?

આજે 29 જુલાઈ એટલે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (International Tiger Day) છે. ત્યારે વાઘની (Tiger) ગણતરીમાં વર્તમાનમાં વાઘની વસતી 2,967 હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2014માં આ આંકડો 2,226 હતો. એટલે કે વાઘની (Tiger) વસતીમાં ધરખમ વધારો થયો છે. ગયા વર્ષે જાહેર કરાયેલા ભારતીય વાઘ સર્વેક્ષણ (Indian Tiger Survey)થી જાણવા મળ્યું હતું કે, ભારતમાં હવે વાઘની (Tiger) સંખ્યા લગભગ 70 ટકા છે.

International Tiger Day
ટાઈગર ઝિન્દા હૈ પ્રોજેક્ટ
author img

By

Published : Jul 29, 2021, 9:06 AM IST

Updated : Jul 29, 2021, 9:33 AM IST

  • વર્તમાન સમયમાં વાઘની વસતી 2,967 હોવાનું સામે આવ્યું છે
  • વર્ષ 2014માં વાઘની (Tiger) વસતી 2,226 હતી, જેમાં વધારો થયો છે
  • ભારતીય વાઘ સર્વેક્ષણ મુજબ, ભારતમાં હવે વાઘની (Tiger) સંખ્યા લગભગ 70 ટકા છે

નવી દિલ્હીઃ વિશ્વનું સૌથી લોકપ્રિય પ્રાણી વાઘ (Tiger)ને લુપ્ત થતા બચાવવા માટે વર્ષ 1973માં ભારત સરકાર તરફથી શરૂ કરવામાં આવેલા 'પ્રોજેક્ટ ટાઈગર'ના 48 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. થોડા વર્ષોમાં જે જાણકારી વાઘ અંગે સામે આવી છે. તે ખૂબ જ સારી છે. એટલે કે, 'ટાઈગર ઝિન્દા હૈ' (Tiger Zinda Hai). આ પ્રોજેક્ટ અંતર્ગત હવે ટાઈગર રિઝર્વની સંખ્યા 9થી વધીને 50 થઈ છે. સંખ્યાની વાત કરીએ તો, વર્ષ 2006માં દેશમાં વાઘની કુલ સંખ્યા 1,411 હતી. વર્ષ 2010માં આ વધીને 1,706 અને પછી વર્ષ 2014માં 2,226 સુધી પહોંચી હતી. વર્ષ 2014થી વર્ષ 2018 વચ્ચે દેશમાં વાઘની સંખ્યા 2,226થી વધીને 2,967 સુધી પહોંચી છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર આવો જાણીએ આ પ્રાણી અંગે.

આ પણ વાંચોઃ રાષ્ટ્રીય સાગર ખેડૂ દિવસ -2021

વિશ્વના 70 ટકા વાઘ ભારતમાં છે

વાઘને સૌથી તાકાતવર અને સુંદર પ્રાણી માનવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે, વિશ્વના 13 દેશમાંથી એશિયાના ભારત, નેપાળ, ભૂતાન, કોરિયા, અફઘાનિસ્તાન અને ઈન્ડોનેશિયામાં વાઘની સંખ્યા સૌથી વધુ છે. ભારત સિવાય આ બાંગ્લાદેશ, દક્ષિણ કોરિયા અને મલેશિયાનું પણ રાષ્ટ્રીય પ્રાણી છે. વિશ્વની 70 ટકા વાઘની વસતી ભારતમાં છે.

આ પણ વાંચો- વિશ્વભરમાં આજે Malala Dayની થઈ રહી છે ઉજવણી, જુઓ કેમ ખાસ છે આ દિવસ?

જાણો કઈ રીતે શરૂ થયો આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (International Tiger Day)

દર વર્ષે 29 જુલાઈએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (International Tiger Day)નો ઉદ્દેશ વાઘ અંગે જાગૃતિ લાવવાનો છે. 29 જુલાઈ 2010માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગ શહેરમાં ટાઈગર સમિટમાં એક સમજૂતી થઈ હતી, જેનો ઉદ્દેશ સમગ્ર વિશ્વને એ જણાવવાનો હતો કે, વાઘની વસતી ઘટી રહી છે. વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ (World Wildlife Fund)ના અનુસાર, વર્તમાનમાં વિશ્વમાં માત્ર 4,200 જંગલી વાઘ છે. રિપોર્ટ્સ અનુસાર, 20મી સદીની શરૂઆત પછી લગભગ 95 ટકા વૈશ્વિક વાઘની વસતી ખતમ થઈ ગઈ છે. ઉપર્યુક્ત સમજૂતીમાં શામેલ દેશોનું માનવું છે કે, વર્ષ 2022 સુધી વાઘની વસતી બમણી થઈ જશે.

સૌથી તાકાતવર જીવ અંગે જાણો રસપ્રદ વાતો

  • વર્ષ 2019 વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ 'અખિલ ભારતીય વાઘ અનુમાન રિપોર્ટ 2018' (All India Tiger Forecast Report 2018)ને જાહેર કરતા કહ્યું હતું કે, વાઘની રક્ષાની વાત જો 'એક થા ટાઈગર' (Ek Tha Tiger)થી શરૂ થઈ હતી, તો તે 'ટાઈગર ઝિન્દા હૈ' (Tiger Zinda Hai) સુધી પહોંચી ગઈ છે.
  • વિશ્વનો પહેલો સફેદ વાઘ (White Tiger) મધ્યપ્રદેશના રિવામાં જોવા મળ્યો હતો અને તેનું નામ મોહન રાખવામાં આવ્યું હતું. આજે વિશ્વભરમાં જ્યાં પણ સફેદ વાઘ જોવા મળે છે. તેમને મોહનના સંતાન કહેવામાં આવે છે.
  • વાઘ સંપૂર્ણ વિશ્વમાં બિલાડી (Cat)ની પ્રજાતિનો સૌથી મોટો જીવ છે. આ ઉપરાંત આ ધ્રુવીય ભાલૂ અને ભૂરા ભાલુ પછી ધરતીનો ત્રીજું સૌથી મોટો માસાહારી પ્રાણી છે.
  • વાઘ જો જંગલમાં હોય છે તો તે સરેરાશ દસ વર્ષ સુધી જીવિત રહે છે. જ્યારે પ્રાણી સંગ્રહાલય (Zoo)માં હોય તો તેની ઉંમર વધીને 20 વર્ષ થઈ જાય છે.
  • સાઈબેરિયન ટાઈગરના શરીર પર બંગાલ ટાઈગર (Bengal Tiger)ની સરખામણીમાં પટ્ટા ઓછા હોય છે. સાઉથ ચાઈના ટાઈગર (South China Tiger)ના શરીર પર સૌથી ઓછા અને સુમાત્રન ટાઈગરના શરીર પર સૌથી વધારે પટ્ટા હોય છે.
  • વાઘની ત્રાડ એટલે તેજ હોય છે કે, ત્રણ કિલોમીટર દૂરથી પણ સાંભળી શકાય છે.
  • વાઘ એક માંસાહારી પ્રાણી (Carnivorous animal) છે અને તેનું પ્રિય ભોજન જંગલી ભેંસ, હરણ અને સુંવર છે.
  • વાઘ રાત્રે જ શિકાર પર નીકળે છે. અંધારામાં તેની જોવાની ક્ષમતા માણસો કરતા 6 ગણી વધારે હોય છે.
  • એક વયસ્ક વાઘ (Tiger) 30 ફિટ લાંબી અને 12 ફિટ ઉંચી છલાંગ લગાવી શકે છે. આ ઉપરાંત તે 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે અને સતત 6 કિલોમીટર સુધી તરી શકે છે.
  • વાઘના મગજનું વજ 300 ગ્રામ હોય છેે, જે માંસાહારી પ્રાણીઓમાં ધ્રુવીય ભાલુ પછી સૌથી મોટું વધુ છે.
  • વાઘના પાછળના પગ તેના આગળના પગની સરખામણીમાં વધુ લાંબા હોય છે, જેના કારણે તેને દોડવા, કૂદવા અને પોતાના શિકારને પકડવામાં સરળતા રહે છે.
  • જંગલમાં વાઘનો વિસ્તાર ફળવાયેલો હોય છે. તેઓ પોતાના વિસ્તારને નક્કી કરવા માટે ઝાડ પર પંજાના નિશાન બનાવી દે છે. આ ઉપરાંત તેઓ કેટલીક જગ્યાઓ પર પોતાના દુર્ગંધવાળા મૂત્રનો પણ પ્રયોગ કરે છે.
  • પોતાના શિકારને ફસાવવા માટે વાઘ બીજા પ્રાણીઓના અવાજની નકલ એટલે કે મિમિક્રી કરે છે, જેનાથી તેનો શિકાર સરળતાથી તેની તરફ ખેંચાઈ આવે.
  • આમ, તો વાઘ ઝડપથી વ્યક્તિઓનો શિકાર નથી કરતો, પરંતુ જો તેને ખતરો દેખાય તો હુમલો કરી શકે છે. 220 વર્ષોમાં સમગ્ર વિશ્વમાં વાઘોએ લગભગ 3,80,000 વ્યક્તિઓનો શિકાર કર્યો છે.
  • વર્ષ 2019ના રિપોર્ટ અનુસાર, સમગ્ર વિશ્વમાં લગભગ 4,200 વાઘ જ બચ્યા છે, જેમાંથી 2,967 માત્ર ભારતમાં જ છે. જ્યારે મધ્યપ્રદેશમાં સૌથી વધુ 526 વાઘ છે.

Last Updated : Jul 29, 2021, 9:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.