ETV Bharat / bharat

શું તમે જાણો છો, મહિલાઓને મેટરનિટી રજા અને કામની કલાકોમાં ઘટાડો કોણે કરાવ્યો ? - મજદૂર સંઘ બનાવવાનો અધિકાર

1 મેના રોજ વિશ્વભરના લોકો વિશ્વ મજદૂર દિવસ ( International labor day 2022) પર આ વર્ગની મહેનતને સલામ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં મજદૂરોની સુખાકારીનો શ્રેય કોને આપવામાં આવે છે ? કામના કલાકોથી લઈને વીમા સુધી કામદારો માટે લડનાર કોણ છે ? એ કોણ વ્યક્તિ છે જેણે મજદૂરો માટે અનેક કાર્યો (Welfare workers in India) કર્યા? જાણો આ જાણી અજાણી વાતોના વિશેષ અહેવાલમાં...

International labor day 2022 know about Dr ambedkar contribution for welfare of laboures in india

author img

By

Published : May 1, 2022, 1:55 PM IST

હૈદરાબાદ : આજે સમગ્ર વિશ્વમાં મજદૂર દિવસની ( International labor day 2022) ઉજવણી કરવામાં આવી રહી છે. 1 મેના રોજ સમગ્ર વિશ્વ મજદૂર વર્ગની મહેનતને સલામ કરે છે. કોરોનાના સમયમાં સૌથી વધુ ફટકો કામદારોને પડ્યો હતો, પરંતુ આઝાદી પહેલા પણ આ પ્રકારના મારમાંથી મજદૂરોને મુક્ત કરનાર કોણ હતું ? શું તમે જાણો છો કે ભારતમાં કામદારોના કલ્યાણનો (Welfare workers in India) શ્રેય કોને જાય છે ? કામના કલાકોથી લઈને વીમા સુધી કામદારો માટે લડનાર કોણ છે ? જવાબ છે, આઝાદ ભારતના પ્રથમ કાયદા પ્રધાન ડૉ. બી.આર. આંબેડકર… તો ચાલો જાણીએ કે બાબાસાહેબે મજદૂર વર્ગ માટે શું અને કેવી રીતે કાર્ય કર્યું ? ( Dr Ambedkar contribution for welfare of Labor)

કામના કલાકો 14 થી ઘટાડીને 8 કરાયા : ભારતમાં આજે એક દિવસમાં 8 કલાક કામ કરાવવાનો નિયમ છે, તો તેનો શ્રેય ડૉ આંબેડકરને જાય છે. 27 નવેમ્બર 1942ના રોજ યોજાયેલી સાતમી મજદૂર પરિષદમાં બાબા સાહેબે કામના કલાકો 14 થી ઘટાડીને 8 કર્યા હતા. તે પહેલા ભારતમાં મજદૂરોને 14-15 કલાક કામ કરવું પડતું હતું. આ બિલ રજૂ કરતી વખતે બાબા સાહેબે કહ્યું હતું કે, 'કામના કલાકો ઘટાડવાનો અર્થ રોજગાર વધારવો છે, પરંતુ જ્યારે કામનો સમય 12 થી ઘટાડીને 8 કલાક કરવામાં આવે ત્યારે પગાર ઘટાડવો જોઈએ નહીં.' બાબા સાહેબે કામદારોને અકસ્માત વીમો (Accident insurance to workers), ભવિષ્ય નિધિ (Provident fund In India) પણ અપાવી હતી. TA-DA, તબીબી રજા (Medical leave Law) અને અન્ય રજાઓ જેવા લાભો પણ પ્રદાન કર્યા છે.

આ પણ વાંચો : IPO શું છે, તે કેવી રીતે કામ કરે છે અને તેનો હેતુ શું છે ?, જાણવા માત્ર એક ક્લિક...

ડૉ આંબેડકરે પોતે જમીની સ્તર પર મજદૂરો માટેની લડાઈ લડી હતી. આંબેડકરે ધનબાદ કોલ માઈન અને રાનીગંજ કોલ ફિલ્ડની મુલાકાત લીધી હતી અને ખાણોમાં કામ કરતા કામદારોની સ્થિતિ અંગે વિગતવાર અહેવાલ પણ તૈયાર કર્યો હતો. 9 એપ્રિલ 1946 ના રોજ, બાબા સાહેબ મીકા માઈન્સ લેબર વેલફેર ફંડ બિલ લાવ્યા જેથી કામદારોના કલ્યાણ માટે એક અલગ ફંડ બનાવી શકાય.

મહિલાઓ માટે માઈન્સ મેટરનિટી બેનિફિટ (સુધારા) બિલ : 29 જુલાઈ 1943 ના રોજ બાબાસાહેબ વધુ થોડા બિલ લાવ્યા, જેમાં ખાણોમાં કામ કરતી મહિલાઓ માટે માઇન્સ મેટરનિટી બેનિફિટ (સુધારા) બિલ (Mines Maternity Benefit (Amendment) Bill for Women) રજૂ કરવામાં આવ્યું હતું અને તેને પસાર કરવામાં આવ્યું હતું. જેથી કરીને જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે મહિલાને પ્રસૂતિ રજા મળી શકે અને તેનો પગાર પણ કાપવામાં ન આવે. માઈન્સ મેટરનિટી બેનિફિટ (એમેન્ડમેન્ટ) બિલ પર બોલતા બાબા સાહેબે કહ્યું કે, આ બિલ 'કામમાંથી ગેરહાજર' અથવા 'કામથી' શબ્દોને દૂર કરવા માટે છે, જે મેટરનિટી બેનિફિટ એક્ટની કલમ 5માંથી અસ્પષ્ટતાનું કારણ બને છે અને આ કલમ બદલવી પડશે જેને આ હેતુ વાંચવાની સલાહ આપવામાં આવે છે કે 'ચાર અઠવાડિયા પહેલા દરેક મહિલાને પ્રી-ડિલિવરી મેટરનિટી બેનિફિટ માટે હકદાર છે'.

આ પણ વાંચો : શું છે MOU, કઈ રીતે કરવામાં આવે છે તેમાં કામ ? આ માહિતી બસ એક ક્લિક દૂર...

સમાન કામ માટે સમાન વેતન : આ સાથે ડૉ આંબેડકરે મહિલાઓને પુરૂષો સમાન વેતન મળે તે માટે પણ સંઘર્ષ કર્યો હતો. બાબા સાહેબે એસેમ્બલીમાં કહ્યું હતું કે, ‘આપણે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે, મહિલાઓને પણ પુરૂષો જેટલો જ પગાર મળવો (Equal pay for equal work) જોઈએ. મને લાગે છે કે આ પ્રથમ વખત છે જ્યારે સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત કોઈપણ જાતિના ભેદભાવ વિના ઉદ્યોગમાં લાગું કરવામાં આવ્યો છે. સાડા ​​5 ફૂટથી ઓછા કામ સ્થળમાં મહિલાઓ કામ ન કરે તેનું પણ ધ્યાન રાખવું પડશે.’ અગાઉ મહિલાઓને જોખમી જગ્યાએ પણ કામ કરાવવામાં આવતું હતું. રોજગાર પરનો પ્રતિબંધ હટાવવો.. વર્ક ઈન કોલ માઈન્સ (પૃષ્ઠ નં. 143) ડૉ. આંબેડકર ગવર્નર-જનરલની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ 1942-46ના સભ્ય તરીકે (ભાગ-10, પૃષ્ઠ નં. 143)

મહિલાઓ માટે, બાબા સાહેબે ખાણ માતૃત્વ લાભ અધિનિયમ, મહિલા કલ્યાણ નિધિ, મહિલા અને બાળ મજદૂર સંરક્ષણ કાયદો, મહિલા કામદારો માટે માતૃત્વ લાભ અધિનિયમ મેળવ્યો અને તેમણે ભૂગર્ભ કોલસાની ખાણોમાં મહિલા કામદારો વિરુદ્ધ કાયદો પુનઃસ્થાપિત કર્યો હતો.

મજદૂર સંઘ બનાવવાનો અધિકાર : ડૉ આંબડકર પોતે પણ મજદૂર સંઘને ખૂબ જ મહત્વપૂર્ણ આપતા હતા. ટ્રેડ યુનિયન એક્ટ 1926માં ઘડવામાં આવ્યો હોવા છતાં, કામદારો માટે ટ્રેડ યુનિયનોને માન્યતા આપવી ફરજિયાત બનાવવા માટે કાનૂની સુધારો 1943માં કરવામાં આવ્યો (The right to form a trade union) હતો. 13 નવેમ્બર 1943ના રોજ બાબાસાહેબ ભારતીય ટ્રેડ યુનિયન (સુધારા) બિલ લાવ્યા, જેથી ફેક્ટરી માલિકો ટ્રેડ યુનિયનોને માન્યતા આપે. તે જ સમયે, કામ કરતી વખતે અકસ્માત વીમો, જેને પાછળથી ESI નું સ્વરૂપ મળ્યું, તે કાયદો બની ગયો. કોલસો અને મીકા કર્મચારીઓનું પ્રોવિડન્ટ ફંડ અને તમામ કામદારોનું પ્રોવિડન્ટ ફંડ પણ તે જ સમયે અસ્તિત્વમાં આવ્યું.

વતન પ્રથાનો અંત કરાવ્યો : 17 સપ્ટેમ્બર, 1937 ના રોજ તેમણે મહારોને ગુલામ તરીકે રાખવા માટે ચાલતી 'વતન પ્રથા'ને સમાપ્ત કરવા માટે એક બિલ રજૂ કર્યું હતું. વતન પ્રણાલી હેઠળ થોડી જમીનના બદલામાં મહારોને આખા ગામ માટે કામ કરવું પડતું હતું અને અન્ય સેવાઓ પૂરી પાડવાની હતી. એક રીતે તેઓ આખા ગામના ગુલામ મજદૂર હતા. આ વિધેયકમાં એવી જોગવાઈ પણ કરવામાં આવી હતી કે, ગામની સેવાના બદલામાં તેમને જે જમીન આપવામાં આવી હતી તેમાંથી મહારને બહાર કાઢવામાં નહીં આવે. શાહુજી મહારાજે 1918માં તેમના કોલ્હાપુર રાજ્યમાં કાયદો ઘડીને 'વતનદારી' પ્રથાનો અંત લાવ્યો હતો અને જમીન સુધારણા લાગુ કરીને મહારોને જમીન માલિક બનવાનો અધિકાર આપ્યો હતો. આ આદેશથી મહારોની આર્થિક ગુલામી ઘણી હદે દૂર થઈ ગઈ હતી.

આ પણ વાંચો : જાણો શું છે SWIFT, જેણે રશિયાને બહાર કરવાની આપી ધમકી, તેની શું થશે અસર

લેબર પાર્ટીની રચના : 15 ઓગસ્ટ 1936ના રોજ બાબાસાહેબે સ્વતંત્ર મજદૂર પક્ષની સ્થાપના કરી હતી, તેઓ તેની ટિકિટ પર ચૂંટાયા હતા અને 7 નવેમ્બર 1938ના રોજ ડૉ. આંબેડકરે એક લાખથી વધુ કામદારોની હડતાળનુ નેતૃત્વ કર્યું હતું. આ હડતાલ બાદ સભાને સંબોધતા, તેમણે કાર્યકરોને વર્તમાન વિધાન પરિષદમાં તેમના પ્રતિનિધિઓ પસંદ કરવા અને સત્તા પોતાના હાથમાં લેવા હાકલ કરી હતી. 7 નવેમ્બરની હડતાલ પહેલા 6 નવેમ્બર 1938ના રોજ લેબર પાર્ટી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં મોટી સંખ્યામાં કામદારોએ ભાગ લીધો હતો. આંબેડકર પોતે ખુલ્લી કારમાં મજદૂર વિસ્તારોની મુલાકાત લઈને હડતાળને સફળ બનાવવા અપીલ કરી રહ્યા હતા.

કોંગ્રેસ દ્વારા ઔદ્યોગિક વિવાદ બિલ : આ હડતાલ ડો. આંબેડકરે કામદારોના હડતાળના મૂળભૂત અધિકારના રક્ષણ માટે બોલાવી હતી. સપ્ટેમ્બર 1938માં કોંગ્રેસ પાર્ટીની સરકારે બોમ્બે વિધાનસભામાં ઔદ્યોગિક વિવાદ બિલ રજૂ કર્યું હતું. આ બિલ હેઠળ કોંગ્રેસ સરકારે હડતાળને ફોજદારી કાર્યવાહીની શ્રેણીમાં મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ડૉ. આંબેડકરે વિધાનમંડળમાં આ બિલનો વિરોધ કર્યો અને કહ્યું, 'હડતાળ એ સિવિલ ગુનો છે, ફોજદારી ગુનો નથી. કોઈપણ માણસને તેની ઈચ્છા વિરુદ્ધ કામ કરાવવું એ તેને ગુલામ બનાવવાથી ઓછું નથી, હડતાળ માટે કામદારને સજા આપવી એ તેને ગુલામ બનાવવા સમાન છે. હડતાલ એ મૂળભૂત સ્વતંત્રતા છે જેને હું કોઈપણ સંજોગોમાં ઘટાડવાનું સમર્થન કરીશ નહીં. જો આઝાદી એ કોંગ્રેસના નેતાઓનો અધિકાર છે તો હડતાળ પણ મજદૂરોનો પવિત્ર અધિકાર છે. ડૉ. આંબેડકરના વિરોધ છતાં કોંગ્રેસે બહુમતીનો ફાયદો ઉઠાવીને આ બિલ પાસ કરાવ્યું હતું. તે સમયે આને 'બ્લેક બિલ' કહેવામાં આવતું હતું. આ બિલના વિરોધમાં, ડૉ. આંબેડકરના નેતૃત્વમાં લેબર પાર્ટીએ 7 નવેમ્બર 1938ના રોજ હડતાળનું આહ્વાન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.