કોલ્હાપુર: દેશમાં મોંધવારી (Inflation Records) ચરમસીમા પર છે. સામાન્ય વ્યક્તિનું બજેટ ખોરવાઈ ગયું છે. આ મોંઘવારની અસર સામાન્ય વ્યક્તિ પર ઘણી માઠી (Inflation Effects) રીતે પડી રહી છે. મહારાષ્ટ્રના કોલ્હાપુરના નાગરિકો હવે રસ્તા પર વિરોધ પ્રદર્શન (Protest Against Inflation) કરવા માટે નીકળી પડ્યા છે. મોંધવારી સામે વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓએ હવે ગેસ સિલિન્ડર (Gas Cylinder) નદીમાં ફેંકી દીધા હતા. કારણ કે ગેસની કિંમતમાં વધારો થતા આર્થિક ફટકો પડી રહ્યો છે. એટલું જ નહી કેટલીક મહિલાઓએ નદીના ઘાટ પર રોટલી-ભાખરી બનાવી હતી.
આ પણ વાંચો: Gujarat Election 2022: જામનગરમાં ભાજપના ભીંતચિત્રની બાજુમાં એવું તે શું લખાયું જેનાથી ભાજપ વિફર્યું?
ઘાટ પર રસોઈ: દેશમાં મોંધવારીએ સામાન્ય વર્ગના સિસકારા બોલાવી દીધા છે. જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓના (Price Hike in House Hold) ભાવમાં વધારો થતા આર્થિક બોજ વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાંથી એક અનોખો વિરોધ સામે આવ્યો છે. જેમાં નાગરિકો રસ્તા પર વિરોધ પ્રદર્શન (On Road Protest) કરવા માટે નીકળી પડ્યા હતા. મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ વૈતાગુણ પંચગંગા નદીમાં ગેસના બાટલાના ઘા કર્યા હતા. મહિલાઓએ નદીના ઘાટ પર બેસીને રોટલી પકાવી હતી. આ મહિલાઓએ કહ્યું કે, સરકારે સામાન્ય માણસ તરફ ધ્યાન આપવું જોઈએ. મોંઘવારીને કાબુમાં લાવવી જોઈએ. અન્યથા નદીમાં ગેસ સિલિન્ડરની કિંમત જોવા મળશે.
આ પણ વાંચો: Petrol Diesel Price: પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટ ભાડા વધ્યા, ટુર પેકેજ થશે મોંઘા
અનાજ મફત ગેસમાં ભાવ વધારો: વિરોધ કરી રહેલી મહિલાઓએ કેન્દ્ર સરકાર સામે નારેબાજી પણ કરી હતી. આ સાથે એવી પણ માંગ કરી હતી કે, મોંઘવારી પર કોઈ પણ રીતે કાબુ લાવવામાં આવે, એક બાજુ સરકાર મફત અનાજ આપી રહી છે તો બીજી બાજું ગેસના ભાવમાં વધારો કરી સરભર કરી રહી છે. આવી સ્થિતિમાં અનાજ કેમ પકાવવું? માત્ર મહિલાઓ જ નહીં કોલ્હાપુરના અન્ય નાગરિકો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ગેસના ભાવમાં વધારો થતા મહિલાઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. મહિલાઓએ ગુસ્સામાં આવીને નદીમાં ગેસ સિલિન્ડરના ઘા કર્યા હતા. એક બાજું ઝાડ વાવો અને તેને ઉછેરો એવો સંદેશ આપવામાં આવે છે.
પણ જો ગેસના ભાવ આ રીતે જ વધતા રહ્યા તો જંગલો કાપવાની નોબત આવશે. આ મોંઘવારી પર ઝડપથી અંકુશ આવે એવી માંગ કરવામાં આવી છે. જોકે, માત્ર મહારાષ્ટ્ર રાજ્યની વાત નથી સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલની સાથોસાથ ગેસ તથા દૂધની ચીજવસ્તુના ભાવમાં વધારો થતા મધ્યમ અને સામાન્ય વર્ગની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે.