- UNSCમાં અફઘાનિસ્તાનની પરિસ્થિતિને લઈને પ્રસ્તાવ મંજૂર
- ભારતની અધ્યક્ષતામાં પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી
- તાલિબાનના કબજા બાદ ઉદ્ભવેલા પ્રશ્નોને લઈને થશે ચર્ચા
નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના પ્રસ્તાવમાં યુદ્ધગ્રસ્ત દેશ પર તાલિબાનના કબજા બાદ ઉદ્ભવેલા વિવિધ મુદ્દાઓમાં ભારતની ચિંતાઓને પણ શામેલ કરવામાં આવી છે.
પ્રસ્તાવ પાસ કરાવવામાં ભારતની સક્રિય ભૂમિકા
UNSC પ્રસ્તાવ 2593 આ સમયે અફઘાનિસ્તાનથી સંબંધિત ભારતની પ્રમુખ ચિંતાઓને સંબોધિત કરે છે. તેમણે કહ્યું કે, આ પ્રસ્તાવને પાસ કરાવવામાં ભારતે સક્રિયપણે ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે, ભારત છેલ્લા કેટલાક દિવસોથી આ મુદ્દાઓને લઈને UNSCના પ્રમુખ સદસ્યો સાથે સતત સંપર્કમાં હતું.
શું હતું પ્રસ્તાવમાં ?
ભારતની અધ્યક્ષતામાં પાસ કરવામાં આવેલા પ્રસ્તાવમાં માગ કરવામાં આવી છે કે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કોઈપણ દેશને ધમકી આપવા કે પછી આતંકવાદીઓને આશ્રય આપવા માટે ન કરવામાં આવે. આ ઉપરાંત તેમાં એવી પણ આશા રજૂ કરવામાં આવી છે કે, તાલિબાનોએ દેશ છોડીને જવા માંગતા અફઘાન અને વિદેશી નાગરિકોને સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે જવા દેવાના પોતાના વાયદાનું પાલન કરશે.