- કોરોના આઝાદી પછીનો સૌથી મોટો પડકાર
- MSME ક્ષેત્ર માટે નાદારીની ઝડપી કાર્યવાહીની જરૂર
- ઘણી જગ્યાએ સરકાર હાજર નહોતી
દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને શનિવારે કહ્યું હતું કે કોવિડ -19 એ આઝાદી પછી દેશમાં સૌથી મોટો પડકાર છે અને વિવિધ કારણોસર સરકાર ઘણી જગ્યાએ હાજર નહોતી. દિલ્હીની યુનિવર્સિટી ઓફ શિકાગો સેન્ટર દ્વારા આયોજીત વર્ચુઅલ કાર્યક્રમને સંબોધન કરતાં તેમણે કહ્યું કે, માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો ક્ષેત્રે નાદારી જાહેર કરવા ભારતને ઝડપી પ્રક્રિયાની જરૂર છે.
આ પણ વાંચો : RBIએ વ્યાજદરમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો, લોનના ઈએમઆઈ માટે પણ લેવાયો નિર્ણય, જૂઓ વીડિયો
આઝાદી પછી કોરોના સૌથી મોટ પડકાર
તેમણે કહ્યું, "રોગચાળાને કારણે ભારત આ સમય ખુબ જ ગંભીર છે." કોવિડ -19 એ કદાચ આઝાદી પછીનો દેશનો સૌથી મોટો પડકાર છે. તાજેતરના સપ્તાહમાં દેશમાં ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા છે અને મૃત્યુની સંખ્યામાં પણ સતત વધારો થયો છે. " તેમણે કહ્યું, "આ રોગચાળાની એક અસર એ છે કે આપણે વિવિધ કારણોસર સરકારની હાજરી જોઇ નથી." આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નરે કહ્યું કે, જો આપણે રોગચાળા પછી સમાજને ગંભીરતાથી પ્રશ્ન નહીં કરીએ તો તે રોગચાળો જેટલી મોટી દુર્ઘટના હશે.